ભારતમાં પ્રતિબંધ છે આ 4 બૉલીવુડ ફિલ્મો, જાણો શું હતું કારણ?

બોલીવુડમાં દરેક પ્રકારની ફિલ્મો જોવા મળતી હોય છે પણ ફિલ્મને સેંસર બોર્ડ દ્વારા લીલું સિગ્નલ મળ્યા બાદ જ થીએટરમાં જોવામાં આવે છે. પણ એમાની અમુક એવી પણ ફિલ્મો છે જેને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ 4 બોલ્ડ ફિલ્મોને તમે યુટ્યુબ પર આસાનીથી જોઈ શકાય છે. આવો તો જાણીએ આ ફિલ્મો વિશે.. 1. પહેલી ફિલ્મ ‘અનફ્રીડમ’ વિશે જણાવીએ તો સેંસર બોર્ડે આ ફિલ્મ પર એટલા માટે રોક લગાવી દીધી હતી કેમ કે આ ફિલ્મ બે યુવતીઓનાં સંબંધો પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં એટલા સંવેદનશીલ સીન્સ છે કે તે પરિવાર સાથે બેસીને જોવા માટે યોગ્ય નથી. પણ તમે આ ફિલ્મને યુટ્યુબ પર આસાનીથી જોઈ શકો છો. આ ફિલ્મ 2015 માં મૈ મહિનામાં રીલીઝ થવાની હતી, આ ફિલ્મને રાજ અમિત કુમારે ડાયરેક્ટ કરી હતી.
2. ફિલ્મ બેન્ડિટ ક્વીનની ચર્ચા તો આજે પણ પુરા બોલીવુડમાં છે. આ ફિલ્મ એક એવી મહિલાની કહાની પર આધારિત છે જેની સમાજના ઘણા લોકોએ આબરૂ લુટી અને આ હાદસા બાદ તે મહિલા ફૂલન દેવીનાં રૂપમાં ચંબલ ઘાટીમાં ડાકુ બનીને પોતાનો બદલો લેવા લાગી હતી.3. ફિલ્મ કામસૂત્ર 3D માં કામુક દ્રશ્યની ભરમાર હોવાને લીધે તેને સેંસર બોર્ડે પરવાનગી આપી ન હતી અને આ ફિલ્મ યુંટ્યુબ પર જ સિમટ રહી ગઈ હતી. ફિલ્મ 2013 માં રીલીઝ થવાની હતી અને તેને રૂપેશ પોલે ડાયરેક્ટ કરી હતી.4. ફિલ્મ યુઆરએફ પ્રોફેસરને પણ બોલ્ડ દ્રશ્યોને લીધે સેંસર બોર્ડ દ્વારા પરવાનગી મળી ન હતી. આ ફિલ્મમાં ફેમસ એકટર શર્મન જોશી સિવાય મનોજ પહવા અને અનંત માલી જેવા એકટર પણ હતા. ફિલ્મ વર્ષ 2001 માં રીલીઝ થવાની હતી. ફિલ્મના નિર્માતા પંકજ આડવાની હતા.       લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!