ભારતના આ પ્રાચીન હનુમાન મંદિરોમાં જોવા મળે છે ચમત્કાર, મનોકામનાઓ થાય છે પૂર્ણ….

0

મહાબલી હનુમાન ભગવાન શ્રીરામ ના પરમભક્ત છે અને શ્રી રામને પણ હનુમાન જી ખુબ જ પ્રિય હતા. કહેવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી એક માત્ર એવા દેવતા છે જે પોતાના ભક્તો ની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે પણ હનુમાનજી અમર છે અને જે પણ ભક્ત સાચા મનથી તેને યાદ કરે છે તો હનુમાનજી તેની પુકાર ને અવશ્ય સાંભળે છે.એવામાં આપણા દેશમાં ઘણા બધા હનુમાન જી ના મંદિરો આવેલા છે.અને તેમાં ઘણા એવા ચમત્કારો પણ જોવા મળે છે. એવામાં આજે અમે તમને એક એવા જ અમુક હનુમાન જી ના ચમત્કારિક મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમને પણ આશ્ચર્ય થાશે.

ખેડાપતિ હનુમાન નો દરબાર:
ખેડાપતિ હનુમાન નું મંદિર ભોપાલ ના છોલા માં સ્થિત છે,જે આ શહેર નું સૌથી પ્રાચીન મંદિર છે. કહેવામાં આવે છે જે આ મંદિર ની સ્થાપના ત્યારે થઇ હતી જયારે ભોપાલ વસ્યું હતું. કહેવામાં આવે છે કે જે પણ ભક્તો આ મંદિર માં સાચા માનથી પ્રાર્થના કરે છે તેઓની મનોકામનાઓ હનુમાન જી ચોક્કસ પૂર્ણ કરે છે.
મરઘટીયા મહાવીર નો દરબાર:મરઘટીયા મહાવીર નું મંદિર ભોપાલ ના શાહજહાંનાબાદ માં સ્થિત છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિર નો ઇતિહાસ 150 વર્ષ કરતા પણ પહેલાનો છે. જે સ્થાન પર આ મંદિર છે તે સ્થાન પર એક સમયે મરઘટ હતું. નવાબી શાસન કાળ માં અહીં બનેલા એક કુવા થી હનુમાનજી ની મૂર્તિ પ્રગટ થઇ હતી. જેને બહાર કાઢીને સ્થાપના કરવામાં આવી હતી, અહીં હનુમાન જી નું બાળ સ્વરૂપ બિરાજમાન છે આ મંદિર માં બનેલા કૂવાના પણીથી રોજ હનુમાન જી નું અભિષેક કરવામાં આવે છે.
હનુમાન મંદિર 1100 ક્વાર્ટર:હનુમાનજી નું આ ચમત્કારિક મંદિર અરેરા કૉલોની 1100 માં સ્થિત છે. આ શહેર નું સૌથી સિદ્ધ હનુમાન મંદિર છે. આ મંદિર ની અંદર ઘણા લોકોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિર નો ઇતિહાસ લગભગ 52 વર્ષ જૂનો છે. અહીં હનુમાનજીની પ્રતિમા એક પીપળાના ઝાડ ની નીચે બિરાજમાન છે અને દૂર-દૂર થી લોકો આ હનુમાનજીના દર્શન માટે આવે છે.
ગુફા મંદિર ના વૃદ્ધ હનુમાનજી:લાલ ઘાટીમાં સ્થિત ગુફા મંદિર પ્રાંગણ માં હનુમાન જી નો દરબાર ખુબ જ ચમત્કારી છે. આ સ્થાન પર વૃદ્ધ હનુમાન જી ની પ્રાચીન પ્રતિમા રહેલી છે. આ મંદિર નો ઇતિહાસ પણ ખુબ પહેલાના સમયનો જણાવામાં આવી રહ્યો છે. આ મંદિર ની સ્થાપના 1964 ના પણ પહેલા કરવામાં આવેલી હતી પણ અહીં જે પ્રતિમા છે તે ખુબ જૂની છે. તમે આ મંદિર માં ભગવાન હનુમાન જી નું વૃદ્ધ સ્વરૂપ જોઈ શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here