ભારતમાં આ જગ્યાએ માતાજીના મંદિરમાં ઘી કે તેલથી નહીં, પાણીથી પ્રગટેલો રહે છે દીવો! વાંચો આર્ટિકલ…..

0

ધર્મ અને આસ્થામાં ઘણા એવા ચમત્કાર થતા હોય છે જેનાથી ભગવાનમાં અનેક ગણી શ્રદ્ધા વધી જાતી હોય છે. એવો જ એક ચમત્કાર દેવીના મંદિર માં જોવા મળ્યો છે જેમાં દીવા ને પ્રગટાવવા માટે કોઈ ઘી કે તેલની જરૂર નથી હોતી. આ ક્રમ આજથી જ નહીં પણ આગળના પાંચ વર્ષથી ચાલતો આવ્યો છે. આ મંદિર છે ગાડિયાઘાટ વાળા માતાજીનું જે નલખેડા થી 15 કિમિ દૂર ગામ ગડીયાઘાટ ની પાસે કાલીસિંધ નદીના કિનારે છે. માં ની મહિમા ની આવી જ્ઞાતા સાંભળીને ભક્તો દૂર દૂરથી માં ના દર્શન માટે આવે છે. આ દીવામાં પાણી નાખવા પર પણ તે તેલ જેવું ચીપચીપુ બની જાય છે અને લગાતાર દીવો જળતો રહે છે. આંખોની સામે પાણીથી દીવાની જ્યોત જોઈને તેની ભક્તિ અને શ્રદ્ધા વધી જાય છે.જિલ્લા ના મુખ્યાલય નવખેડાથી લગભગ 15 કિમિ દૂર ગામ ગડીયાની પાસે કાલીસિંધ નદીના તટ પર પ્રાચીન ગડિયાઘાટ વાળા માતાજીનું મંદિર સ્થિત છે. મંદિર ના પૂજારીએ દાવો કર્યો છે કે આ મંદિરમાં આગળના પાંચ વર્ષોથી પાણીથી જ્યોત સળગી રહી છે. અહીંના પુજારીના અનુસાર અહીં માતાજી ના મંદિર માં હંમેશા તેલ નો દીવો સળગતો હતો. એક દિવસ તેને સપનામાં માતા એ દર્શન આપ્યા અને કહ્યું કે તું હવેથી પાણીથી જ દીવો કરજે. માતાજીના આદેશ પ્રમાણે પુજારીએ જયારે તેણે પાણી થી દીવો કર્યો તો તે સળગવા લાગ્યો. માતાજી ની આ ચમત્કારી શક્તિથી આજે પણ દીવો પ્રગટાવવા માટે પાણીનો સહારો લેવામાં આવે છે. દીવામાં પાણી પાસેની નદી કાલીસિંધ નદીમાંથી લેવામાં આવે છે.

આ ચમત્કાર વિશે અમુક ગ્રામીણોને પણ વિશ્વાસ ન આવ્યો, પણ જયારે તેઓએ પણ દીવો પાણીમાં કર્યો તો તેને જોઈને તેઓને વિશ્વાસ આવી ગયો, અને આ ચમત્કારની ચર્ચા પુરા ગામમાં ફેલાઈ ગઈ.

પાણીથી સળગતો આ દીવો વરસાદની મોસમમાં નથી પ્રગટતો. વર્ષાકાળ માં કાલીસિંધ નદીનું પાણી જળ સ્તર વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. જેને લીધે અહીં પૂજા કરવી સંભવ નથી બનતી. તેના પછી શારદીય નવરાત્રી ના પ્રથમ દિવસ અહીં ફરીથી દીવો કરવામાં આવે છે, જે આગળની વર્ષાઋતુ સુધી લગાતાર પ્રગટતી રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!