ભારતની આ બજારમાં પાણીના ભાવે વહેંચાઈ છે કાર, 40,000 માં વેગેનાર, 4 લાખમાં ખરીદો BMW અને ઓડી …..

0

આ માર્કેટ દેશની રાજધાની દિલ્લીમાં છે. કરોલ બાગ અને સરોજની નગર એ એવી જગ્યા છે, જ્યાં સેકન્ડ હેન્ડ કાર્સની સૌથી મોટી બજાર છે. ઘણીવાર તમને અહીં એકથી એક શાનદાર ડીલ મળી જશે, બસ તમને અહીં તમારા કિસ્મતનો સાથે હોવો જોઈએ. આ માર્કેટમાં તે ગાડીઓ આવે છે, જેને લોકો ઉપીયોગમાં લીધા પછી ડિલરને વહેંચી નાખે છે. અહીં એવી કાર્સ પણ ઉપસ્થિત છે, જેની કન્ડિશન એકદમ નવા જેવી જ હોય છે અને આ ગાડીઓ 20-30 હજાર કીમીથી વધુ ચાલેલી હોતી નથી, જો કે, આવા પ્રકારની કાર્સને ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચ કરવા નથી પડતા.

જો કે આ બજારમાં કારોની કિંમત 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે. અહીં પર તમને 4-5 લાખ વાળી કાર્સ માત્ર 40 હઝાર જ્યારે 10 લાખની કાર તમને માત્ર 2-3 લાખ રૂપિયામાં મળી શકે છે. પણ આ ગાડીઓને ખરીદતા પહેલા અમુક સાવધાની રાખવી જરૂરી છે, નહિ તો ડીલર તમને ચૂનો પણ લગાવી શકે છે. સૌથી પહેલા ધ્યાન દેનારી વાત એ છે કે કાર કેટલી જૂની છે, તેના આધાર પર કારની કિંમત નક્કી કરવામાં આવે છે. જો કાર 10 વર્ષ કે તેના કરતા પણ વધુ જૂની હોય હોય તો તેની કિંમત ખુબ જ ઓછી હશે, અને જો ગાડી નવી હોય તો તેવી કાર માટે તમારે વધુ પૈસા ચુકવવાની જરૂર પડશે.અહીંથી ગાડી ખરીદતા પહેલા તમે કોઈ જણીતા મેકેનિકલને સાથે લઈને જરૂર જાઓ. ઘણીવાર ડીલર ગાડીના મીટરમાં કોઈ છેડછાડ કરી નાખે છે. ગાડી ભલે 1 લાખ કિમી ચાલી ચુકી હોય, પણ મીટર તમને 50, 000 કરતા વધુ નહિ બતાવે. સાથે જ ગાડીમાં કોઈ ખરાબી તો નથી ને તેની જાંચ કરવા માટે તમે મૈકેનિકને સાથે લઇ જાશો તો બેહતર રહેશે.આ કાર માર્કેટમાં તમે 1-12 વર્ષ પહેલાની કાર બેજિજક ખરીદી શકો છો પણ ધ્યાન રાખો કે આ ગાડીઓ 1.50 લાખ કિમિ કરતા વધુ ચાલેલી ન હોય. જો ગાડી વધુ ચાલી ચુકી છે તો એવરેજ ખરાબ આવશે. હવે વાત કરીયે ગડીઓની તો તમને 10-12 વર્ષ જૂની વૈગેનાર 40-50 હજાર રૂપિયામાં આરામથી મળી જાશે. આ એવરેજમાં તમને i10 પણ 1 લાખ સુધીમાં મળી જાશે. આ ગાડીઓ 60-70 હજાર કિમિ સુધી ચાલેલી હશે. ઓછી ચાલેલી કાર્સની વાત કરીયે તો  ह्युंडई वर्ना જેવી કાર જેની કિંમત 8 લાખ જેટલી છે જે તમને અહીં 4 થી 5 લાખમાં મળી જાશે. આ ગાડી 25-30 હજાર કિમિ થી વધુ ચાલેલી નહિ હોય.જો તમને મોંઘી ગાડીઓનો શોખ છે તો તમને અહીં BMW થી લઈને મર્સીડીઝ સુધી મળી જાશે. અહીં મોંઘી કારો પણ તમને 5 થી 10 લાખની કિંમતમાં ખરીદી શકો છો. એક ખાસ વાત અને પોતાની સાથે કોઈ મહિલાને જરૂર લઈને જાવ કેમ કે ભાવતાલ કરવાના મામલામાં મહિલાઓ ખુબ આગળ પડતી હોય છે.
ડીલર જે પણ કિંમત જણાવે તેની અળધી કિંમત પર કહો. જયારે તમને લાગે કે ગાડીની કન્ડિશનના હિસાબે આટલી કિંમત ઠીક છે, ત્યારેજ સૌદો નક્કી થશે. ગાડીનો સૌદો નક્કી કરતા પહેલા પણ કારની ટેસ્ટ રાઈડ જરૂર લો. જો કે ઘણા માર્કેટની ખાસ વાત એ છે કે અહીં દુકાનદારો તમને એ જ કાર બતાવશે જેની કન્ડિશન સારી હોય અને ગ્રાહક તેને તરત લેવા માટે તૈયાર થઇ જાય. સાથે જ તમે દિલ્લીથી દૂર રહીને પણ ઓનલાઇન સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં પણ પોતાની નજર દોડાવી શકો છો. અહીં પણ તમને આજ ભાવમ કાર મળી જશે. તમે cars24.com, droom.in, quikr.com, carwale.com, cardekho.com અને મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ પર જઈને સારી કાર ની શોધ કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!