ભારત જ નહિ પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે ભગવાન શિવના આ 11 મંદિર…એક લાઇક કરી બોલો હર હર મહાદેવ – વાંચો આર્ટીકલ

0

ભારતવર્ષ ધર્મ, ભક્તિ, અધ્યાત્મ, અને સાધનાનો દેશ છે. ભારતવર્ષમાં પૂજા-પાઠનું ખુબ મહત્વ રહ્યું છે. હિંદુ ધર્મ માં લગભગ 80 કરોડ થી વધુ દેવી-દેવતાઓની પૂજા થાય છે. તેમાંના ભગવાનનાં ત્રણ રૂપો બ્રમ્હા, વિષ્ણુ અને મહેશને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. ભગવાન શિવ વિશે જણાવીએ તો તેના પર શ્રદ્ધાળુઓએ અપાર શ્રદ્ધા જોવા મળે છે. દેશભરમાં જ્યાં પણ શિવ મંદિર સ્થિત છે, ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

હાલ માજ શિવરાત્રીનો મહાપર્વ પૂરો થયો છે. આજે અમે તમને જણાવીશું કે ભગગાન શિવના 11 મંદિર વિશે જ્યાં શ્રદ્ધાળુઓની દરેક મનોકામના પૂરી થાય છે.

1. રામેશ્વરમ જ્યોતિર્લીંગ, તમીલનાડુ:

તમીલનાડુનાં રામનાથપૂરમ જીલ્લામાં સ્થિત રામેશ્વરમ જ્યોતિર્લીંગ હિંદુઓનું એક પવિત્ર તીર્થ છે. આ તીર્થ હિંદુઓનાં ચાર ધામોમાંનું એક છે. આ શિવલિંગ 12 જ્યોતિર્લીંગ માનું એક માનવામાં આવે છે.

2. બૈધનાથધામ, ઝારખંડ:

આ  જ્યોતિર્લીંગ એક સિદ્ધપીઠ છે. કહેવાય છે કે ભોલેનાથ અહી આવનરાઓની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. માટે આ શિવલિંગને ‘કામના લિંગ’ પણ કહેવામાં આવે છે.

3. નાગેશ્વર  જ્યોતિર્લીંગ, ગુજરાત:

નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ ભગવાન શિવના 12  જ્યોતિર્લીંગ માનું એક છે. હિંદુ ધર્મ અનુસાર નાગેશ્વર એટેલ કે નાગ દેવતાઓના ઈશ્વર હોય છે.

4. મહાકલેશ્વર મંદિર, ઉજ્જૈન:

ભગવાન શિવને સમર્પિત મહાકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશનાં ઉજ્જૈન નગરમાં સ્થિત છે. આ મંદિર ભારતના 12  જ્યોતિર્લીંગ માનું એક છે.

5. ધ્રુણેશ્વર મહાદેવ મંદિર, ઔરંગાબાદ:

ધ્રુણેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લીંગ માનું એક છે. આ મંદિરનું નિર્માણ દેવી અહિલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું, આ જ્યોતિર્લીંગ વિશે ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે.

6. કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી:

આ ધાર્મિક નગરીમાં હજારો સાલ પૂર્વ સ્થાપિત કાશી વિશ્વનાથ મંદિર 12  જ્યોતિર્લીંગ માનું એક છે. હિંદુ ધર્મમાં સર્વાધિક મહત્વનાં આ મંદિર વિશેની ઘણી માન્યતાઓ છે. કહેવામાં આવે છે કે આ મંદિરનાં દર્શન અને પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

7. અમરનાંથી ગુફા, જમ્મુ કાશ્મીર:

અમરનાથ ગુફા ભગાન શિવના પ્ર્મુખ ધાર્મિક સ્થળો માનું એક છે. આ સમુદ્ર તળ થી 13,600 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. અહીની વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થાય છે.

8. લિંગરાજ મંદિર, ઓડીશા:

લિંગરાજ મંદિર ઓડીશા ની રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત છે અને ભારત નાં સૌથી પ્રાચીનતમ મંદિરો માનું એક છે. આ મંદિરનું વર્ણન 6 મી શતાબ્દીનાં લેખોમાં પણ આવે છે.

9. મુરુદેશ્વર મંદિર, કર્ણાટક:

મુરુદેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહી ભગવાન શિવનોં આત્મલિંગ સ્થાપિત છે, જેની કથા રામાયણ કાલ થી જ છે. મુરુદેશ્વર મંદિરની બહાર બનેલા ભગવાન શિવની મૂર્તિ દુનિયાની બીજી સૌથી ઉંચી શિવ મૂર્તિ છે.

10. સોમનાથ જ્યોતિર્લીંગ, ગુજરાત:

સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લીંગ મા સર્વપ્રથમ જ્યોતિર્લીંગનાં રૂપમાં માનવામાં આવે છે. આ મંદિર ગુજરાત સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં વેરાવળ બંદરગાહમાં સ્થિત છે.

11. કેદારનાથ મંદિર, ઉત્તરાખંડ :

ઉત્તરાખંડમાં સ્થિત હિમાલય પર્વતની ગોદમાં કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લીંગ માં સમ્મલિત છે. કેદારનાથનું મંદિર 3593 ફૂટની ઊંચાઈ પર બનેલું એક ભવ્ય વિશાળ મંદિર છે. માનવામાં આવે છે કે એક હજાર વર્ષોથી કેદારનાથ પર તીર્થયાત્રા થઇ રહી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!