ભારત ભૂમિની રક્ષા કરવા ૧૨૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકોને એકલા હાથે ઢેર કરનાર એક શહીદની જાણવા જેવી વાતો…

0

આજે આપણે આપણા ઘરમાં શાંતિની ઊંઘ લઇ શકીએ છીએ એના માટે આપણે એ લોકોનો આભાર માનવો જોઈએ કે જેમણે આપણા દેશને આઝાદ કરવા માટે અનેક લડત લડી અને અંગ્રેજો પાસેથી આપણને આઝાદી અપાવી. આજે જે પણ મિત્રો આપણા દેશની સરહદ પર પોતાની ફરજ બજાવી રહ્યા છે એ લોકો પણ કોઈ ક્રાંતિકારીથી ઓછા નથી. આપણા ઈતિહાસમાં ઘણા એવા લોકો છે જેમના વિષે આપણે અવારનવાર સંભાળતા જ હોઈએ છે. ગાંધીજી, ભગતસિંહ, સરદાર પટેલ અને બીજા ઘણા બધા એવા તો લોકો છે જેમની વિષે લગભગ બધા જાણતા જ હશે. પણ અમુક લોકો એવા પણ છે જેમના દ્વારા કરવામાં આવેલ મહેનત અને તેમના સાહસકાર્યોની બહુ ઓછી નોંધ લેવાઈ હોય.

તો મિત્રો આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાના છે જેમનો બહુ મોટો ફાળો છે આપણા દેશની રક્ષા કરવામાં. એ વીર એ આપણા ગુજરાતના જ છે તો પણ ભાગ્યે જ કોઈ હશે જે તેમને ઓળખતું હશે. આ વ્યક્તિ એ પોતાની સૂઝબુઝથી દેશને ૧૨૦૦ પાકિસ્તાની સૈનિકોથી બચાવ્યા હતા. તેમનું નામ છે રણછોડભાઈ રબારી. તેમના સન્માનમાં હમણાં થોડા સમય પહેલા જ ગુજરાતના સુઈગાંમની આંતરરાષ્ટ્રીય સીમા ક્ષેત્ર પરની એક પોસ્ટને તેમનું નામ આપવામાં આવ્યું છે અને આ જગ્યાએ તેમનું એક પુતળું પણ બનાવવામાં આવ્યું છે.

૧૯૬૫માં થયેલ ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેમનું કાર્ય.

વર્ષ ૧૯૬૫ની શરૂઆતમાં પાકિસ્તાની સેના એ ભારતના કચ્છની સીમામાં સ્થિત વિદ્યાકોટ થાણા પર કબજો કરી લીધો હતો, આમની સાથેની તકરારમાં આપણા દેશના ૧૦૦ જવાન શહીદ થઇ ગયા હતા. એટલા માટે સેનાની બીજી ટુકડી કે જેમાં ૧૦૦૦૦ જેટલા સૈનિક હતા તેમને ત્રણ દિવસમાં એ જગ્યાએ પહોચવું જરૂરી હતું, ત્યારે રણછોડજીના માર્ગદર્શન હેઠળ તેઓ નિયત જગ્યાએ પહોચી ગયા હતા. રણછોડજી એ રણક્ષેત્રની જગ્યાથી પૂરી રીતે પરિચિત હતા એટલા માટે તેમણે એ જગ્યાએ છુપાયેલા ૧૨૦૦ પાકિસ્તાનીઓને શોધી નાખ્યા હતા અને આટલું જ નહિ તેમને જાણ થાય નહિ એવીરીતે ભારતીય સિપાહીઓને તેમના સુધી પહોચાડ્યા હતા. આ કાર્ય એ ભારતીય સેનાની એ દિવસે થયેલી જીત માટે બહુ મહત્વનું હતું.

૧૯૭૧માં કરેલ તેમનું કાર્ય.

આ યુધ્ધના સમયે રણછોડભાઈને બોરિયાબેટથી ઊંટ પર બેસીને પાકિસ્તાન તરફ જવાનું હોય છે અને તેઓ જાય છે. ઘોરા ક્ષેત્રમાં છુપાયેલ પાકિસ્તાની સેનાના ઠેકાણા અને તેની જાણકારી લઈને પરત આવે છે.તેમની આ માહિતીને ધ્યાનમાં રાખીને ભારતીય સેના એ આગળ વધે છે, એ યુદ્ધ દરમિયાન જયારે ભારતીય સેના પાસે ગોળીઓ અને બારૂદ નથી વધતા ત્યારે સૈનિકો સુધી તેઓ જ બધો સમાન પૂરો પાડે છે.તેમના આ કામ અને સેવાને લીધે તેમને રાષ્ટ્રપતિ મેડલ સહીતના બીજા ઘણા એવોર્ડ પણ મળેલ છે.

રણછોડભાઈનું કામ એ પગીનું હતું તેમના આવા બહાદુરીના કામને કારણે તેમના ઘણા બધા એવા મિત્રો હતા જે તેમને પોતાના અંતિમ સમય સુધી યાદ કરતા રહે છે. જુલાઈ ૨૦૦૯માં તેમણે સ્વેચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી અને જાન્યુઆરી ૨૦૧૩માં ૧૧૨ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. ઈતિહાસના પન્નાઓમાં ભલે આજે તેમનું નામ હોય નહિ પણ તેમના કાર્યો એ આજે પણ લોકોના હૃદયમાં જીવિત રહેશે અને એ અમર છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here