ભારત અને પાકિસ્તાનની મેચ શરુ થતા પહેલા સાનિયા મિર્ઝાએ કર્યો 1 નિર્ણય, સોશિયલ મીડિયા પર આપ્યો જવાબ

0

ભારતીય ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મંગળવારે સોશિયલ મીડિયાથી થોડા દિવસ માટે દુર રહેશે એવો નિર્ણય કર્યો હતો. વાત એમ હતી કે સાનિયાએ આ નિર્ણય એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે થવા વાળી હાયવોલ્ટેજ મેચના કારણે કર્યો હતો.

૩૧ વર્ષની સાનિયા પોતાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે પોતાના પહેલા બાળકની તૈયારી કરી રહી છે. સાનિયાને પહેલા પણ જયારે ભારત અને પાકિસ્તાનની મેચના સમયે સોશિયલ મીડિયા યુઝરના ટ્રોલનો શિકાર બની હતી અને તેના લીધે જ તેણે આ વખતે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો.

સાનિયાએ પોતાની પોસ્ટના અંતમાં તેના ફેન્સને જણાવ્યું હતું કે આ ફક્ત એક ગેમ છે. ટવીટર પરની પોસ્ટમાં સાનિયાએ લખ્યું હતું કે ” મેચ શરુ થવામાં હવે ૨૪ કલાકની જ વાર છે ત્યારે સોશિયલ મીડિયાથી થોડા સમય માટે સાઈન આઉટ કરવું જ યોગ્ય રહેશે. કારણ કે અમુક મુર્ખ લોકો અહિયાં પોતાને કઈ પણ લખીને હેરાન કરશે. ગર્ભવતી મહિલાને એકલા રહેવા દો. તમે પોતાની જાતને બહાર કાઢો પણ યાદ રાખજો આ ફક્ત એક મેચ છે.

ગયા મહીને જયારે સાનિયાએ પાકિસ્તાનને સ્વાતંત્ર્ય દિવસની શુભકામના આપી હતી ત્યારે પણ તેને ઘણા લોકોની વાતો સંભાળવી પડી હતી. સાનિયાના એક ફોલોઅરે તેને પૂછ્યું હતું કે તમારો સ્વતંત્રતા દિવસ આજે જ છે ને? પણ ત્યારે તરત જ તેમણે જવાબ આપ્યો હતો કે જી ના મારો અને મારા દેશનો સ્વાતંત્ર્ય દિવસ આવતીકાલે છે પણ આજે મારા પતિ અને માતા પતિના દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે. આશા છે તમને ખ્યાલ આવી ગયો હશે. પણ તમારો ક્યારે છે? તમે થોડા ઉલજયેલા લાગો છો.

આના પહેલા બીજા એક વિવાદને પણ તેણે અટકાવી દીધા હતા. જેમાં અમુક લોકો એ સવાલ ઉઠાવ્યો હતો કે જયારે સાનિયાને બાળક થશે ત્યારે તે ભારતીય કહેવાશે કે પછી પાકિસ્તાની. ત્યારે પણ સાનિયાએ જણાવ્યું હતું કે શોએબ અને હું આવી વાતોને ધ્યાનમાં જ નથી લેતા. પબ્લીકને ભેગી કરવા માટે લોકો તેમને ટેગ કરતા હોય છે. હું હંમેશા મારા દેશ માટે અને માતા માટે રમતી હોવ છું એવી જ રીતે માતા પતિ એ પોતાના દેશ અને પોતાની માટે રમતા હોય છે. અમને બંનેને અમારી જવાબદારી ખબર છે. અમે ભારતીય અને પાકિસ્તાની હોવા પરની બાબતને બહુ ગંભીર રૂપે લેતા જ નથી લોકો સમાચાર અને પોસ્ટમાં વધારે લાઈક મેળવવા માટે આવા વાઈરલ ફેલાવતા હોય છે. પણ આ બધી વાતોનું અમારા ઘર પર કે પરિવાર પર કોઈ ફરક નથી પડતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here