ગુજરાતમાં આ જગ્યાએ ભગવાન કૃષ્ણએ ત્યાગ કર્યો હતો પોતાનો દેહ, તમે મુલાકાત લીધી કે નહિ? વાંચો ઇતિહાસ

1

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું ભાલકા તીર્થ દ્વાપર યુગના સૌથી મોટા નાયક, સંસારને ગીતાનું જ્ઞાન અને જીવનનું સત્ય જણાવનાર ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના છેલ્લા સમયની ગવાહી આપે છે. આ એ પવિત્ર સ્થાન છે, જ્યાં સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ્યો હતો. ભાલકા તીર્થ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા જ્યોર્તિલિંગ સોમનાથથી માત્ર 5 કિમી જ દૂર આવેલું છે. આ મંદિરમાં બનેલી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ તેમના અંતિમ સમયને દર્શાવે છે. આ સ્થળનું નામ ભાલકા તીર્થ એટલા માટે પડ્યું હતું કારણકે આ સ્થળ પર જ ભગવાન શ્રીકૃષ્ણને ભાલો વાગ્યો હતો.

ધાર્મિક માન્યતાઓ મુજબ, આ જ જગ્યા પર ભગવાન શ્રીકૃષ્ણને જરા નામના એક પારધીના ભાલાએ ભેદી દીધા હતા અને તેમની સામે જ સ્થાપિત છે એ પારધીની બે હાથ જોડીને ક્ષમા માંગતી મૂર્તિ, જે કૃષ્ણ પર ભાલો ચલાવીને પછતાઈ રહ્યો હતો. પરંતુ કૃષ્ણ તો અંતર્યામી હતા, તેઓ સારી રીતે જાણતા હતા કે સંસારને પોતાના ઈશારાઓ પણ ભલે તેઓ ચલાવતા હોય પરંતુ હવે આ દુનિયાથી તેમનો જવાનો સમય આવી ગયો છે. ત્યારે જ તો ભાલો ચલાવનારા પારધીને માફ કરી દીધો હતો.

કહેવાય છે કે જયારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે જરાએ માફી માંગી અને એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે તેને પોતાના પાછલા જન્મ એટલે કે રામ અવતારની કહાની સંભળાવે છે. તેઓ કહે છે કે ત્રેતા યુગ ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈને બાણ માર્યું હતું. પણ તેની પીડા જોઈને ભગવાન રામે બાલીને વચન આપ્યું હતું કે તે આવતા જન્મે પારધી બનશે અને તેને જ તીરથી મૃત્યુ પામીને તેઓ પોતાના કર્મનું પ્રાયશ્ચિત કરશે. અને બાલી જ આ જરા પારધી હતો. જેના હાથે ભાલો વાગીને ભગવાન શ્રીકૃષ્ણ ઘાયલ થયા હતા. ભગવાનને પગમાં બાણ વાગ્યું હતું.

તીર લાગવાથી ઘાયલ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ ભાલકાથી થોડે દૂર આવેલી હિરણ નદીને કિનારે પહોંચ્યા. હિરણ નદી સોમનાથથી ફક્ત 1.5 કિલોમીટર જ દૂર છે. કહેવાય છે કે એ જગ્યા પર ભગવાન પંચતત્વમાં જ વિલીન થઇ ગયા. અહીં કપિલા, હિરણ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે, જ્યા ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. ત્યાંથી ભગવાન સીધા વૈકુંઠ ધામ ચાલ્યા ગયા. પરંતુ હિરણ નદીને કિનારે આજે પણ ભગવાન ચારણોના નિશાન છે અને એ દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થ નામથી પ્રખ્યાત છે. પરંતુ એ જગ્યાનું મહત્વ ઓછું નથી જ્યા પારધીએ હરણ સમજીને ભગવાન પર તીર ચલાવ્યું હતું. સમુદ્રના કિનારે આવેલી એ જગ્યાને બાણગંગા કહે છે અને હવે સમુદ્રમાં એ જગ્યાએ અંદર શિવલિંગ બનેલું છે.

ભાલકા તીર્થ ભલે ભગવાન કૃષ્ણના અંતિમ દિવસોનું સાક્ષી હોય, પરંતુ આજે પણ આ પવિત્ર સ્થાન ભક્તોની મનોકામનાઓ પૂરું કરવાવાળું એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે. આજે પણ હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્ત રોજ અહીં આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી માંગેલી કોઈ પણ મનોકામના અહીં વણસાંભળેલી નથી રહેતી. પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે જ વારંવાર અવતાર લેવાવાળા ભગવાને આ જગ્યાએથી ભલે દુનિયા ત્યાગવાનું મન બનાવ્યું હતું પરંતુ તેઓના હોવાનો અહેસાસ આજે પણ ભક્તોના મનમાં છે. અને તેની ગવાહી આપે છે મંદિરમાં હાજર આ પણ હજાર વર્ષ જૂનું પીપળનું ઝાડ જે કદી પણ નથી સુકાતું. કહેવાય છે કે આ પીપળના ઝાડ નીચે જ ભગવાને અંતિમ શ્વાસ લીધા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here