હનુમાન જી અને ભૈરવ ભગવાનના નામ થી શા માટે ડરે છે ભૂત-પ્રેત, નામ સાંભળતા જ થઇ જાય છે ગાયબ….રસપ્રદ લેખ વાંચો

0

તાંત્રિકો ભૂત ભગાડવા માટે ઘણી એવી વિદ્યા મેળવે છે અને આ વિદ્યા તે લોકો ને હનુમાન, ભૈરવ, શિવ જી અને દુર્ગા ની પૂજા કરીને પ્રાપ્ત થાય છે. માટે કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નો સામનો ભૂત-પ્રેત સાથે થાય છે તો તે હનુમાન જી, ભૈરવ જી, શિવ જી કે કાલી માં નું નામ લેવાનું શરૂ કરી દે છે. કેમ કે ભૂત પ્રેત આ ભગવાનો નું નામ સાંભળીને જ ભાગી જાય છે.

આખરે કોણ છે કાલ ભૈરવ ભગવાન:

પહેલાની જૂની માન્યતા માં કાલ ભૈરવ ભગવાન નો ઉલ્લેખ છે અને આ ઉલ્લેખો ના આધારે કાલ ભૈરવ ભગવાન, ભગવાન શિવ જી ના દ્વારા જ ઉત્પન્ન થયા હતા. કહેવામાં આવે છે કે એક વાર ભગવાન શિવ ને ખુબ ગુસ્સો આવ્યો હતો અને તેના ગુસ્સા થી જ કાલ ભૈરવ ઉત્પન્ન થયા હતા. આ સિવાય કાલ ભૈરવ સાથે જોડાયેલી એક અન્ય કથા ના અનુસાર જયારે બ્રમ્હા જી એ તેના એક નિર્ણય પર પોતાનું સમર્થન આપ્યું ન હતું, તો ગુસ્સે થઈને કાલ ભૈરવ એ તેના તે મસ્ક્ત ને પોતાના નખ વડે કાપી નાખ્યું હતું, જેના દ્વારા આ અસહમતી અભિવ્યક્ત કરવામાં આવી હતી. ભગવાન ભૈરવ જી ની પૂજા ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે અને આ ભગવાન રાત્રી ના દેવતા ના રૂપમાં જાણવામાં આવે છે. રાતના સમયે જ તેની પૂજા કરવાથી લાભ મળે છે અને તેની પૂજા નો સૌથી શુભ સમય રાત ના 12 થી સવાર ના ત્રણ નો છે. કહેવામાં આવે છે કે આ ભગવાન ની પૂજા કરવાથી ઘણા રોગો થી પણ મુક્તિ મળી જાય છે અને લાંબી ઉંમર મળે છે. જો કે ઘણા લોકો ભૈરવ જી ની પૂજા ભૂત થી રાહત મેળવવા માટે પણ કરે છે અને તંત્ર વિદ્યા દ્વારા શક્તિ પણ મેળવે છે. માટે ભૂત પ્રેત થી ચિંતિત લોકો ભૈરવ જી ના નામ ના જાપ કરવા લાગે છે.
શિવજી ન પહેલા લેવામાં આવે છે ભૈરવ જી નું નામ:
કહેવામાં આવે છે કે કાલ ભૈરવ ભગવાન ની પૂજા શિવ જી ની પૂજા ની પહેલા કરવી જરૂરી છે. કેમ કે કાલ ભૈરવ ને આ વરદાન આપવામાં આવ્યું હતું કે શિવજી ની પૂજા પહેલા પ્રથમ તેની પૂજા કરવામાં આવશે. જેના પછીથી જ મધ્યપ્રદેશ ના ઉજ્જૈન માં શિવ જી ના મંદિર માં જાવાના પહેલા લોકો કાલભૈરવ ના મંદિર માં જાય છે અને આ મંદિર માં જઈને તેના દર્શન કર્યા પછી જ શિવજી ની પૂજા કરવામાં આવે છે.ભૈરવ ભગવાન અને હનુમાન જી ના નામથી ડરે છે ભૂત-પ્રેત:
લોકો મોટાભાગે ભૂત પ્રેત થી છુટકારો મેળવવા માટે તાંત્રિક ની મદદ લે છે અને લગભગ દરેક તાંત્રિક ભૈરવ જી થી જ શક્તિ મેળવીને ભૂતો ને ભગાડે છે. તેના સિવાય ઘણા તાંત્રિક હનુમાન જી ની પૂજા કરીને પણ ભૂત ભગાડવા માટેની શક્તિઓને મેળવે છે. કહેવામાં આવે છે કે જયારે પણ કોઈનો સામનો ભૂત સાથે થાય છે તો તેને ભૈરવ ભગવાન અને હનુમાન જી નું નામ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. કેમ કે ભૂત અને પ્રેત જેવી ચીજો આ ભગવાનો થી ખુબ જ ડરતી હોય છે.

મેહંદીપુર બાલાજી મંદિર માં આવીને ભાગી જાય છે ભૂત:મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાન માં સ્થિત છે અને આ મંદિર માં ભૂત પ્રેત થી હેરાન ઘણા લોકો આવે છે. કહેવામાં આવે છે કે આ મંદિર માં બાલાજી ના રૂપમાં ભગવાન હનુમાન જી છે, જે ભૂતો ની સમસ્યા થી લોકોને છુટકારો આપે છે અને હનુમાન ની સાથે આ જ મંદિર માં ભૈરવ ની પૂજા પણ કરવામાં આવે છે. આ મંદિર ના સિવાય ભારતમાં અન્ય પણ એવા હનુમાન અને ભૈરવ જી ના મંદિરો છે જ્યા જઈને લોકો ભૂત પ્રેત થી મુક્તિ મેળવે છે.

ઘરેથી પણ પૂજા કરીને ભગાડે છે ભૂત:શનિવાર અને મંગળવાર નો દિવસ ભૂત અને પ્રેત થી મુક્તિ મેળવવા માટે નો સૌથી સારો દિવસ હોય છે કેમ કે આ દિવસ ભૈરવ જી અને હનુમાન નો દિવસ હોય છે. માટે આ દિવસે લોકો દ્વારા તેઓના ઘરોમાં ભૈરવ અને હનુમાન જી ની પૂજા કરવામાં આવે છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here