ભાઈએ બગાડ્યું બહેનનું જીવન, એક રોંગ નંબરે બનાવી દીધું તેનું જીવન… વાંચો અનોખી પ્રેમકહાની રીયલમાં

0

તમે વિવાહ મુવી તો હોયુ જ હશે, જેમાં પૂનમ એ પોતાના લગ્નના આગલા દિવસે ઘરમાં આગ લાગે છે એ દરમિયાન દાજી જાય છે અને તેનું લગ્ન અટકી જાય છે. પછી પ્રેમ એટલે કે શહીદ કપૂર એ દવાખાને આવે છે અને તેના શરીરને જોયા વગર તેના સેથામાં સિંદુર પૂરે છે અને કહે છે કે મેરા પ્રેમ કિસી પરીક્ષાક મોહતાજ નહિ હે. આ જોઇને તમને પણ વિચાર આવ્યો જ હશે કે આવું તો ફક્ત ફિલ્મોમાં જ થાય. વાત સાચી પણ છે આજે કોઈપણ જો સગાઇ થઇ ગયેલ છોકરીના શરીર પર જો ભૂલથી પણ કોઈ ડાઘ દેખાય તો તેની સાથે સંબંધ તોડી નાખતા પહેલા કોઈ વિચારતું પણ નથી જ્યાં એક ડાઘ જોઇને સંબંધ તૂટતા હોય ત્યાં આખા શરીરે દાજેલ છોકરી સાથે કોણ લગ્ન કરે. આવું ખરેખરમાં બન્યું છે. એક એવો સંબંધ બંધાયો છે જેના વિષે જાણીને તમે પણ ગર્વ અનુભવશો.

આ યુવતીનું નામ એ લલીતા છે એના પણ પોતાના લગ્નને લઈને અનેક સપનાઓ હતા. તેને પણ પોતાના જીવનથી અનેક સપનાઓ હતા. પણ એક એવી ઘટના બની કે જેનાથી તેનું જીવન બદલાઈ ગયું. તે જણાવી રહી છે કે વર્ષ ૨૦૧૨માં તે એક લગ્નમાં ભાગ લેવા માટે આજમગઢ ગઈ હતી. ઘરમાં તે સૌથી મોટી દિકરી હતી એટલા માટે ઘરમાં ઘણી બધી જવાબદારી તેના પર હતી. લગ્નના દિવસે તે ખુબ ધ્યાનથી બધું કામ કરી રહી હતી કામ સિવાય તેનું ધ્યાન બીજે ક્યાય નહોતું. આ લગ્નમાં તેણે પોતાના નાના ભાઈ અને એક પિતરાઈ ભાઈને લડતા જોયા હતા. એ બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થઇ રહ્યો હતો એ કોઈ જાણતું હતું નહિ પણ એ ઝઘડો એટલો વધી ગયો કે લલીતાને તે બંનેની વચ્ચે આવવું પડ્યું. તે બંનેને સમજાવી રહી હતી પણ બનેમાંથી કોઈ માનતું હતું નહિ. તેને ઘણું બધું કામ કરવાનું બાકી હતું અને એ બંને તેને ખુબ હેરાન કરી રહ્યા હતા એટલા માટે તેણે ગુસ્સામાં બંનેને એક એક થપ્પડ લગાવી દીધી હતી. પછી બંને શાંત થઇ ગયા અને લલીતા એ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગઈ. લગ્ન તો શાંતિથી પૂર્ણ થઇ ગયા પણ લગ્ન પછી તેનો ખરાબ સમય શરુ થવાનો હતો.

જે લગ્નમાં તે ગઈ હતી એ લગ્નના ૫ મહિના પછી લલીતાના લગ્ન થવાના હતા. લગ્નના ફક્ત ૧૫ દિવસ પહેલા તેના પિતરાઈ ભાઈએ તેના મોઢા પર એસીડ ફેંક્યું હતું. આ એજ પિતરાઈ ભાઈ હતો જેને લલિતાએ થપ્પડ માર્યો હતો. તેનો ચહેરો પીગળવા લાગ્યો હતો, તેને ફક્ત દુખાવો થતો હતો અસહ્ય દુખાવો. તેના પરિવારજનો એ તેને તરત દવાખાને લઇ ગયા. મહિનાઓ સુધી તેને હવે દવાખાનમાં રહેવું પડે એમ હતું. ક્યાં ૧૫ દિવસ પછી તેનું જીવન બદલાવાવનું હતું એ અને ક્યાં તેનું આવું જીવન. જયારે તે દવાખાનથી ઘરે આવી ત્યારે જયારે પણ તે પોતાનો ચહેરો અરીસામાં જુવે કે તરત એ ખુબ રોવા લગતી હતી. તેનો ચહેરો સંપૂર્ણ બદલાઈ ગયો હતો. એ હવે પહેલા જેવી લલીતા નહોતી રહી. તેના માટે તે ગામમાં રહેવું મુશ્કેલ થઇ ગયું હતું એટલા માટે તે મુંબઈ આવી ગઈ અને ત્યાં નાનું મોટું કામ કરવા લાગી. જયારે પણ કોઈ તેની સામે જુએ તો એને એમ થાય કે ધરતી જગ્યા આપે તો તેમાં સમાઈ જાવ તેને બહુ શરમ આવતી હતી.

લાલીતાનું જીવન બદલાઈ તો ગયું હતું પણ તેમાં હૈ બદલાવ આવવાના બાકી હતા. આગળ લલીતા જણાવી રહી છે કે એક વાર તે કોઈ નંબર ડાયલ કરી રહી હોય છે ત્યારે ભૂલથી કોઈ બીજો નંબર લાગી જાય છે અને થોડીવાર પછી ખબર પડે છે કે આ રોંગ નંબર છે. થોડા દિવસ પછી તો એ નંબર ભૂલી ગઈ પણ પછી એક દિવસ અચાનક એ નંબર પરથી ફોન આવ્યો તેને એ અવાજ ઓળખીતો લાગ્યો ત્યારે તેને યાદ આવ્યું કે આ તો પેલો રોંગનંબર વાળો નંબર છે. તે યુવકે પોતાનું નામ એ રવિ શંકર જણાવે છે તે કહે છે કે તેણે ભૂલથી ફોન નથી લગાવ્યો. આમ પછી રોજ તેનો ફોન આવે છે અને બંને વાતો કરવા લાગે છે. થોડા દિવસ પછી લીલાતાએ તેને જણાવ્યું કે મારો ચહેરો બળી ગયેલ છે. જો તને યોગ્ય ના લાગે તો મારી સાથે વાત ના કરતો મને ખરાબ નહિ લાગે આમ વાત કરીને તેણે ફોન મૂકી દીધો અને રડવા લાગી. તેને તે યુવક પસંદ હતો તેને લાગતું હતું કે તે યુવક એ હવે તેને પસંદ નહિ કરે અને ક્યારેય તેની સાથે વાત પણ નહિ કરે.

ફરી બીજા દિવસે તેનો ફોન આવે છે અને એ યુવક એ નોર્મલ જ હતો. થોડા દિવસ પછી તેણે લલીતાને પ્રપોઝ કર્યું. ત્યારે લલીતાએ જણાવ્યું કે તું મારો ચહેરો જોયા વગર કોઈ નિર્ણય ના લઇશ. મારો આખો ચહેરો બળી ગયો છે. ત્યારે તે યુવકે જવાબ આપ્યો કે મેં પ્રેમ તને કર્યો છે તારા ચહેરાને નહિ. તેનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. આમ એકબીજાને સમજાવીને તેઓ લગ્નનો નિર્ણય કરે છે અને આખરે તેમના લગ્ન પણ થઇ જાય છે. પછી લલીતા જણાવે છે કે તેના પિયરમાં અરીસો નહોતો કારણકે તેમને એવું લાગતું હતું કે હું મારો ચહેરો જોઇને નિરાશ થઇ જવું છું પણ મારા નવા ઘરમાં મેં ઘણાબધા મોટા મોટા અરીસા લગાવ્યા છે. અમે બંને એકસાથે અરીસામાં જોઈએ છીએ અને તેમના પ્રેમે મારા દરેક જખમ ભરી દીધા છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here