ભાઈ-બહેનના પ્રેમનું ઉદાહરણ, જ્યા વિકલાંગ ભાઈની સેવા કરે છે નાની બહેન….સ્ટોરી વાંચો

ઘંટેલ ના 26 વર્ષના ‘દીનદયાલ પ્રજાપત’ એ સાત વર્ષ પહેલા પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. 5 નવેમ્બર 2011 ના રોજ ઘંટેલ જીએસએસ માં ડ્યુટી ના દરમિયાન કામ કરવાના સમયે કરંટ લાગ્યો. બંને હાથ પુરી રીતે બરબાદ થઇ જવાને લીધે તેને કાપવા પડ્યા હતા. રક્ષાબંધન ના અવસર પર બહેન પોતાના ભાઈ દીનદયાલ ના હાથ ન હોવાને લીધે તેણે તેના પગમાં રાખડી બાંધીને આ ઉત્સવ ની ઉજવણી કરી હતી. દીનદયાળ જીએસએસ પર ડેલી વેજેજ પર કાર્યરત હતો. એમ.એ. ફાઇનલ કરી રહેલા દીનદયાલે જણાવ્યું કે, બંને હાથ ગુમાવ્યા પછી પણ તેને કોઈ જ સરકારી સહાયતા નથી મળી. આજે એવી જ બે અન્ય ભાઈ-બહેનના અનેરા પ્રેમની કહાની અમે તમને જણાવીશું.ગામ બાયલા માં દિવ્યાંગ ભાઈ ને રાખડી બાંધી રહેલી બહેન:
બાયલા ગામમાં 30 વર્ષના દિવ્યાંગ શિવ ની રક્ષા ની જવાબદારી તેની 17 વર્ષની નાની બહેને ઉઠાવી છે. તે પોતાના ભાઈ ને જમાડે છે, ટ્રાઈ સાઇકલ પર ફેરવવા લઇ જાય છે. તેની પાછળનો હેતુ એ જ છે કે તેનો ભાઈ ખુશ રહે અને તેને અનુભવ ના થાય કે પોતે એક દિવ્યાંગ છે.

ગામ ઉદાસર માં દિવ્યાંગ ભાઈને ભોજન કરાવી રહેલી નાની બહેન:આ કહાનીમાં ગામ ઉદાસર ના 25 વર્ષના શ્યામલાલ દિવ્યાંગ છે. 2013 માં તેની સ્પેશિયલ પેંશન શરૂ થઇ. રક્ષાબંધન પર પહેલા તે પોતાની બહેનને 10 રૂપિયા આપતો હતો. પેંશન મળ્યા પછી તેણે બહેનના નામ પર જોઈન્ટ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યું છે.

500 થી 750 રૂપિયા તે ખાતામાં જમા કરવા લાગ્યો. હવે ખાતામાં 26,000 રૂપિયા એકઠા થઇ ગયા છે. તેની બહેન ફાઇનલ ઈયર માં ભણી રહી છે.દિવ્યાંગ શ્યામે પોતાના નાના ભાઈ ને પણ ભણવા માટે પ્રેરિત કર્યા. તે બીએડ પણ કરી ચુક્યો છે. બંને ભાઈ-બહેન માં એટલો પ્રેમ છે કે, તે પોતાના ભાઈને પોતાના હાથે જ જમાડે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!