ભાગ્યશાળી છોકરીઓને તમે કેવી રીતે ઓળખશો? વાંચો આર્ટિકલમાં ભાગ્યશાળી સ્ત્રીઓની પહેચાન આ રીતે કરો

0

ભાગ્યશાળી સ્ત્રીઓની પહેચાન. જો આવી ભાગ્યશાળી સ્ત્રી તમારા લાઈફમાં આવી જાય તો તમારી લાઈફ બદલાઈ જશે.ભાગ્યશાળી છોકરીઓને તમે કેવી રીતે ઓળખશો. સમુદ્ર્શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષના અમુક શુભ અંગ લક્ષણ બતાવવામાં આવ્યા છે. સમુદ્ર્શાસ્ત્રમાં આપણે કોઈ સ્ત્રી અને પુરુષનાં અંગ અને તેની બનાવટ જોઈને તેનો સ્વભાવ જાણી શકીએ છીએ. સમુદ્ર શાસ્ત્ર દ્વારા શુકનયા એટલે કે સુંદર ગુણોવાળી કન્યા ના લક્ષણ વિશે બતાવવામાં આવ્યું છે. કેટલીક છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે એમના ભાગ્યથી તેમના પતિ અને પરિવાર ધનવાન બને છે તેમ જ ખુશાલહાલ બને છે. તો આવો ઓળખીએ આવી ભાગ્યશાળી સ્ત્રીઓને…..

જે સ્ત્રીઓ ની આંખો હરણ જેવી સફેદ અને અંતમાં લાલીમાં જોવા મળે. તો આવી સ્ત્રીઓ ખૂબ જ કિસ્મત વાળી હોય છે. તેમજ તે પોતાના જીવનમાં દરેક પ્રકારનાં સુખ ભોગવે છે.

જો કોઈ સ્ત્રીની જીભ લાલ અને કોમળ હોય તેવી સ્ત્રી તેમના જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરે છે. તેમજ તેનુ ચરિત્ર પણ સારું હોય છે. તેમના તેમજ તેમના પરિવારોને દરેક ખુશી પ્રદાન કરે છે.

જે સ્ત્રીઓની નાભિ ગહરી અને અંદરથી ઉંડી ન હોય તેવી સ્ત્રીઓ સુખ ભોગને પ્રાપ્ત કરવા વાળી હોય છે. આવી સ્ત્રીઓ જીવનમાં એવું કાર્ય કરે છે જેનાથી તેમને સમાજમાં ઈજ્જત પ્રાપ્ત થાય છે.

જે સ્ત્રીઓના નાક અાગળ તલ જોવા મળે તેવી સ્ત્રીઓને બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. તલનું નિશાન ધન-સંપત્તિ દર્શાવે છે.

જે સ્ત્રીના પગ પર કમળ,ચક્ર,સંખનો ચિહ્નો જોવા મળે છે તેવી સ્ત્રીઓ શુભ માનવામાં આવે છે. આ ચિહ્નો શુંભ ફળદાયી માનવામાં આવે છે. તેમના પતિ ઉચ્ચ અધિકારી તથા બિઝનેસમેન અને રાજનેતા હોય છે.

જે સ્ત્રીઓને એડી સર્પાકાર હોય છે તે સ્ત્રીઓ કિસ્મત વાળી હોય છે. આવી સ્ત્રીઓ પર ઈશ્વરની કૃપા હમેશા બની રહેતી હોય છે.

જે સ્ત્રીઓના પગ પર ત્રિકોણનું ચિહ્ન હોય તેવી સ્ત્રીઓ ખૂબ જ કિસ્મત વાડી હોય છે ત્રિકોણનો ચિન્હ તેમની ચતુરાઈનો સૂચન કરે છે એટલા માટે આ સ્ત્રીઓ તેમની બુદ્ધિ અને સમજદાર થી ઘર-પરિવારને ખુશહાલ રાખે છે.

જે સ્ત્રીની નાભિ ના નીચે તલ અથવા મસો હોય તેવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે કહેવામાં આવે છે કે નાભિ ના નીેચે તલ અને મસા સ્ત્રીને ભાગ્યશાળી અને સુખી જીવન પ્રાપ્ત થાય છે

જે સ્ત્રીનો પગનો અંગૂઠો ઉપરની તરફ વળેલો ગોળ અને લાલાશ પડતો જોવા મળે તેવી સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેવી સ્ત્રીઓ પ્રત્યે હંમેશા ઘર પરિવાર સાથે સમર્પિત રહેતી હોય છે.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!