ભાગ્યાન્ક ની મદદથી જાણો ક્યાં વર્ષે તમારા નસીબનું તાળું ખુલશે?? વાંચો માહિતી

0

ભાગ્યાંક થી જાણો કે કયા વર્ષમાં તમારું ભાગ્યોદય થશે..

વૈદિક શાસ્ત્ર અનુસાર દરેક અંકનું પોતાનું મહત્વ હોય છે. એટલા માટે તેનાથી જોડાયેલા વ્યક્તિનું ચરિત્ર વ્યવહાર તે અંક ની વિશેષતાઓ તેના ઉપર જ નિર્ભર કરે છે. મૂળાંક એટલે કે જન્મતિથિ અને ભાગ્યાંક એટલે કે (જન્મતિથિ જન્મ માસ અને જન્મ વર્ષ) તેનો પણ આમા મોટો પ્રભાવ હોય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે , પરંતુ ભાગ્યાંકને જાણીને તમે એ પણ જાણી શકો છો કે કયા વર્ષમાં તમને સફળતા મળશે. વ્યક્તિની જન્મ તિથિ , જન્મ મહિનો અને જન્મ વર્ષ નો યોગ તેના ભાગ્યાંક નક્કી કરે છે. ઉદાહરણ તરીકે
જો તમારી જન્મ તારીખ 21 જાન્યુઆરી 2017 હોય, તો તમારો ભાગ્યાંક 5 થાય.

21 = 2+1 =3
જાન્યુઆરી = 1
2017 = 2+0+1+7=10=1+0=1
અને ઉપરના બધા નો સરવાળો 3+1+1 = 5 થાય.

ભાગ્યાંક 1

સૂર્ય થી પ્રભાવિત આ ભાગ્યાંકવાળા લોકોને સફળતા ખૂબ જ જલદી મળે છે. જીવનમાં 22 મા અને ૩૪ માં વર્ષમાં તમને કોઈ મોટી તક મળે છે ,જે તમારા જીવનને માટે આગળ સફળતાના દ્વાર ખોલી આપશે.

ભાગ્યાંક ૨

ચંદ્રમાં થી પ્રભાવિત હોય છે. આ ભાગ્યાંકવાળા વ્યક્તિઓ 24 માં વર્ષમાં અને 38 માં વર્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ વણાંક આવે છે. આ વર્ષમાં તેમને આગળ વધવા માટે નો મોકો મળે છે અને સાથે જ તેમને આર્થિક મજબૂતી પણ મળે છે.

ભાગ્યાંક ૩ અને ૫

તેઓ અનુક્રમે ગુરુ અને બુધના ગ્રહથી પ્રભાવિત હોય છે. જીવનના બત્રીસમાં વર્ષે તેમને મોટી સફળતા મળશે. આ સફળતા તેમને આર્થિક , સામાજિક અને વ્યવહારિક રૂપમાં મોટું સ્થાન અપાવે છે.

ભાગ્યાંક 4

આ ભાગ્યાંકવાળા લોકોને 36 માં વર્ષમાં મોટી સફળતા મળે છે. રાહુથી પ્રભાવિત આ જાતકોને આ વર્ષ ખૂબ જ સોનેરી મોકો મળશે જેનાથી તમેના જીવન ખુબ જ શાંતિ સમૃદ્ધિ આવશે.તેઓ આ તકનો લાભ ઉઠાવી શકશે અને મોટામાં મોટી મુશ્કેલીઓનો સામનો આરામ થી કરી શકશે.

ભાગ્યાંક 6

શુક્રથી પ્રભાવિત આ જાતકોના જીવનમાં 25 માં વર્ષે ખૂબ જ મોટી સફળતા મળશે.જે ભવિષ્યમાં તેમને આગળ વધવા માટે ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડશે. આ સિવાય 27મા વર્ષે અને બત્રીસમાં વર્ષે મોટી તક મળી શકે છે, જે તેમને જીવનમાં અપાર સફળતા અપાવશે.

ભાગ્યાંક 7
કેતુથી પ્રભાવિત હોવાને લીધે આ જાતકોને સફળતા મળવામાં વાર લાગે છે. જોકે 20 વર્ષે તેમને એક સારો મોકો મળશે પરંતુ કેતુ થી પીડિત હોવાને લીધે તેનો લાભ નહી ઉઠાવી શકે. 30 માં વર્ષે તેમને પોતે ખૂબ જ ભાગ્યશાળી છે તેવું લાગશે. આ સિવાય 38 માં વર્ષે અને 44 માં વર્ષે ખૂબ જ મોટી સફળતા મળશે.

ભાગ્યાંક 8

શનિથી પ્રભાવિત હોય છે. આ લોકો 36માં વર્ષે અને 42 માં વર્ષે તેઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. ખાસ કરીને આર્થિક રીતે એક દમ રાહત અનુભવશે.

ભાગ્યાંક 9

મંગળથી પ્રભાવિત આ ભાગ્યાંકના જાતકો 28 માં વર્ષે ખૂબ જ પ્રસિદ્ધિ અને સન્માન મેળવશે. આ સમયે તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેઓ જે પણ ઈચ્છે છે તે તેમના જીવનમાં કરવામાં સફળ રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here