ભગવાન શિવ ને સોમવાર કેમ પસંદ છે? વાંચો શ્રાવણ મહિના ના સોમવાર નું મહત્વ

0

બધા લોકો સોમવાર રહે છે, કોઈ આખા વર્ષ ના સોમવાર રહે છે તો કોઈ શ્રાવણ માસ ના બધા સોમવાર રહે છે. અને અત્યારે પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ ને સોમવાર કેમ પસંદ છે? પૌરાણિક માન્યતા અનુસાર શ્રાવણ માસ ને દેવો ના દેવ મહાદેવ ભગવાન શંકર નો માસ માનવા માં આવે છે. આ સંબંધ માં પૌરાણિક માન્યતા છે કે જ્યારે સનત કુમારો (સાત) એ મહાદેવ ને શ્રાવણ માસ પ્રિય હોવાનું કારણ પુછ્યું ત્યારે ભગવાન શંકરે કહ્યું કે જ્યારે દેવી સતી એ પોતાના પિતા દક્ષ ના ઘરે યોગશક્તિ થી પોતાનું શરીર નો ત્યાગ કર્યો હતો, તેની પહેલા દેવી સતી એ મહાદેવ ને દરેક જન્મ માં પતિ ના રૂપ માં પામવા નો પ્રણ કર્યો હતો.

પોતાના ના બીજા જન્મ માં દેવી સતી એ પાર્વતી ના નામ થી હિમાચલ અને રાણી મૈના ના ઘરે પુત્રી ના રૂપ માં જન્મ લીધો. પાર્વતીજી એ યુવાવસ્થા માં શ્રાવણ મહિના માં નિરાહાર રહી કઠોર વ્રત કર્યું અને શિવજી ને પ્રસન્ન કરી તેમની સાથે લગ્ન કર્યા, ત્યાર થી મહાદેવ ને આ માસ વિશેષ પસંદ છે.

પોતાની ભાર્યા સાથે પુનઃ મિલાપ ના કારણે ભગવાન શિવ ને શ્રાવણ માસ અત્યંત પ્રિય છે. આ જ કારણે કુમારી કન્યાઓ સારા પતિ માટે શિવ ની પ્રાર્થના કરે છે.

એવી પણ માન્યતા છે કે ભગવાન શિવે શ્રાવણ માસ માં ધરતી પર આવી પોતાના સસુરાલ  માં વિચરણ કર્યું હતું. જ્યાં તેમનો અભિષેક કરી સ્વાગત કરવા માં આવ્યું હતું. આ કારણે આ મહિના માં અભિષેક નું વિશેષ મહત્વ છે.

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ માસ માં જ સમુદ્ર મંથન થયું હતું. જેમાંથી નીકળેલા હળાહળ વિષ ને ભગવાન શિવે ગ્રહણ કર્યું હતું. આથી મહાદેવ ને નીલકંઠ એવું નામ મળ્યું. અને આ રીતે તેમણે વિષ થી સમગ્ર સૃષ્ટિ ને બચાવ્યું. અને બધા દેવતાઓ એ તેના પર જળ રેડ્યું હતું, આ કારણે શિવજી ને અભિષેક માં જળ વિશેષ પસંદ છે.

વર્ષા ઋતુ માં ભગવાન વિષ્ણુ યોગનિદ્રા માં ચાલ્યા જાય છે. અને આ સમયે આખી સૃષ્ટિ ભગવાન શિવ ને આધીન થઈ જાય છે. આથી વર્ષા ઋતુ માં ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે મનુષ્ય જાતિ ઘણા પ્રકાર ના ધાર્મિક કાર્ય, દાન, અને ઉપવાસ કરે છે.

શ્રાવણ મહિના ના સોમવાર નું મહત્વ

આ મહિનો શિવજી નો સૌથી પ્રિય મહિનો છે. આખા મહિના સુધી શિવ મંદિર માં ધાર્મિક રીતિ-રિવાજો નું મહત્વ રહે છે. અને ઘણા વિશેષ તહેવાર આ શ્રાવણ માસ માં જ મનાવવા માં આવે છે. આપણાં દેશ ની પરંપરા આપણ ને હંમેશા ઈશ્વર સાથે જોડે છે. પછી તે એક દિવસ નો હોય કે એક મહિના નો હોય, બધા નું પોતાનું મહત્વ છે. અહી ઋતુ ઓ ની પુજા કરવા માં આવે છે. તેનો આભાર પોતાની રીતે વ્યક્ત કરવા માં આવે છે.

વર્ષાઋતુ થી ચાર મહિના ના તહેવાર શરૂ થઈ જાય છે, જેનું પાલન બધા ધર્મ ના લોકો ધર્મ, જાતિ અને પોતાની માન્યતા અનુસાર કરે છે. તેવી રીતે જ શ્રાવણ માસ નું હિન્દુ ધર્મ માં સૌથી અધિક મહત્વ છે. જેને ઘણી વિધિઓ અને પરંપરા ઓ ના રૂપ માં જોવા માં આવે છે.

શ્રાવણ માસ હિન્દુ કેલેન્ડર માં પાચમુ સ્થાન ધરાવે છે. જેનો પ્રારંભ વર્ષા ઋતુ માં થાય છે. ભગવાન શિવ ને આ માસ ના દેવતા કહેવામા આવે છે. અને આ માસ માં અલગ-અલગ રૂપે શિવજી ની આરાધના કરવામાં આવે છે. આખા માસ માં ધાર્મિક ઉત્સવ રહે છે. શિવ ઉપાસના, વ્રત, પવિત્ર નદીઓ માં સ્નાન  તથા શિવ અભિષેક નું મહત્વ હોય છે. આમાં વિશેષ રૂપે શ્રાવણ સોમવાર ની પુજા કરવા માં આવે છે. ઘણી સ્ત્રીઓ આખો શ્રાવણ માસ સૂર્યોદય પહેલા સ્નાન કરી ઉપવાસ રાખે છે. કૂવારી કન્યાઓ સારા પતિ માટે આ માસ માં ઉપવાસ અને શિવ ની પુજા કરે છે. અને વિવાહિત સ્ત્રી પતિ ની મંગલ કામના માટે પુજા કરે છે.

આમ સોમવાર ના સ્વામિ ભગવાન શિવ ને માનવા માં આવે છે. આખા વર્ષ માં સોમવાર એ શિવ ભક્તિ માં ઉત્તમ ગણવા માં આવે છે. આથી શિવ પ્રિય હોવા ને કારણે શ્રાવણ માસ ના સોમવાર નું અધિક મહત્વ છે. શ્રાવણ માસ માં પાંચ કે ચાર સોમવાર આવે છે. જેમાં એકટાણું કે ઉપવાસ નું વ્રત કરવામાં આવે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here