આ છે ભગવાન વિષ્ણુ જી ના 4 પ્રસિદ્ધ ચમત્કારિક મંદિર, જેના દર્શન માત્ર થી ભરાઈ જાય છે તમારી ખાલી ઝોલી….

0

આપણો દેશ ધાર્મિક દેશ છે અને અહીં દરેક લોકો પોતાની શ્રદ્ધા ના અનુસાર દેવી દેવતાઓ ની પૂજા કરે છે. આપણા દેશમાં ઘણા એવા મંદિર છે જેના ચમત્કારો વિજ્ઞાન પણ ઓળખી નથી શક્યા. આવા મંદિર ના રહસ્ય આજ સુધી કોઈ સુલજાવી નથી શક્યા, વિજ્ઞાન પણ તેમાં નાકામિયાબ રહ્યું છે. આજે અમે તમને ભગવાન વિષ્ણુ જી ના એવા જ અમુક ચમત્કારિક મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકો નો ખૂબ વિશ્વાસ રહ્યો છે. આ મંદિર થી કોઈપણ ભક્ત આજ સુધી ખાલી હાથ પાછા નથી ફર્યા, અને આ મંદિર ના દર્શન કરતા ભક્તો ની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

1. રંગનાથ સ્વામી:
રંગાનાથ સ્વામી ભારતના દક્ષિણ તિરૂંચીરાપલ્લી શહેર માં છે, આ સ્થાન પર ભગવાન વિષ્ણુ જી ના પવિત્ર દિવસ એકાદશી પર ધૂમધામ થી પૂજા અર્ચના કરવામાં આવે છે. રંગનાથ સ્વામી શ્રી હરિ ના વિશેષ મંદિરોમાનું એક માનવામાં આવે છે, આ મંદિર ના વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ જી ના અવતાર શ્રી રામ જી ના લંકા થી પાછા આવ્યા પછી આ સ્થાન પર પૂજા કરી હતી. માનવામાં આવે છે કે ગૌતમ ઋષિ ના કહેવા પર બ્રમ્હા જી એ આ મંદિર નું નિર્માણ કર્યું હતું.
2. બદ્રીનાથ:ભગવાન વિષ્ણુજીના સૌથી પ્રસિદ્ધ મંદિરમાંથી એક બદ્રીનાથ મંદિર છે. આ મંદિર ને ભારતના ચાર ધામ અને ઉત્તરાખંડ ના ચાર ધામો માં સ્થાન પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુ જી નું આ મંદિર ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લા માં અલકનંદા નદી ના કિનારે સ્થિત બદ્રીનાથ ધામ ના વિશે કહેવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન વિષ્ણુ જી એ લક્ષ્મી ની સાથે મળીને શિવ જી ની તપસ્યા કરી હતી.
3. જગન્નાથ પુરી મંદિર:ભારતનું આ પ્રસિદ્ધ મંદિર વૈષ્ણવો ના ચાર ધામોમાં શામિલ છે. જગન્નાથ પુરી મંદિર થી જોડાયેલા ઘણા એવા ચમત્કાર અને કથાઓ પ્રચલિત છે જે હાલના સમયે પણ જોવા મળે છે. દરેક વર્ષે જગન્નાથ પુરી રથ યાત્રા માં લાખો ભક્તો શામિલ થાય છે, આ મંદિરના પ્રતિ લોકોની ખુબ આસ્થા છે આ મંદિર માં ભગવાન પોતાની શરણ માં આવેલા દરેક ભક્તો ના દુઃખો ને દૂર કરે છે.
4. તિરુપતિ વેન્કેટશ્વર મંદિર:ભગવાણ વિષ્ણુજી ના સૌથી પ્રાચીન અને ફેમસ મંદિરોમાંનું એક તિરુપતિ વેન્કેટશ્વર મંદિર છે. આ મંદિર ના નજીક તિરુમાલા પહાડી છે.વેન્કટેશ્વર કે બાલાજી ને ભગવાન વિષ્ણુ જી નો અવતાર માનવામાં આવે છે, આ મંદિર માં દરેક વર્ષ લાખો ની સંખ્યા માં ભક્તો આવી ને આશીર્વાદ લે છે અને દર્શન કરે છે. આ મંદિર માં સૌથી વધારે દાન કરવામાં આવે છે.કહેવામાં આવે છે કે આ મંદિર માં આવેલા દરેક ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here