ભગવાન શિવના આ મંદિર માં ધીમે-ધીમે વધી રહી છે નંદી ની પ્રતિમા, જાણો આખરે શું છે રહસ્ય….

0

એવી માન્યતા છે કે જ્યાં સુધી શિવજી ના પ્રિય વાહન નંદી અનુમતિ ન આપે, ભોળેનાથ ના દર્શન નથી મળતા. આજ કારણ છે કે શિવ મંદિર મોટું હોય કે નાનું, દરેક જગ્યાએં ગર્ભગૃહ ની બહાર નંદી ની પ્રતિમા હોય જ છે. ભારતમાં એક અનોખું મંદિર એવું છે જ્યા દરેક વર્ષ નંદી ની પ્રતિમા વધતી જઈ રહી છે. ખુદ પુરાતત્વ વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. જેના ચાલતા આ મંદિર ના સ્તંભ ને વારંવાર હટાવા પડી રહ્યા છે.

વૈજ્ઞાનિકો એ પણ કર્યું રિસર્ચ:
જે લોકો વર્ષોથી અહીં દર્શન કરવા માટે આવે છે, તેઓનું કહેવું છે કે પહેલા અહીં પરિક્રમા કરવી ખુબ જ આસાન હતી. હવે નંદિની મૂર્તિ ના વધી જવાને લીધે શિવ-પાર્વતી ના આ મંદિરમાં જગ્યા ઓછી પડી રહી છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક 20 વર્ષ પર નંદિની મૂર્તિ એક ઇંચ જેટલી વધતી જઈ રહી છે. તેઓનું માનવું છે કે મૂર્તિ પથ્થર થી બનેલી છે, તેની પ્રવૃર્તી વિસ્તાર વાળી છે. કહેવામાં આવે છે કે એક શ્રાપ ને લીધે અહીં કાગડાઓ નજરમાં નથી આવતા.

શું છે મંદિર ના સ્થાપના ની કહાની:આ મંદિર ની સ્થાપના અગસત્ય ઋષિ એ કરી હતી. જો કે તે અહીં ભગવાન વેન્કેટશ્વરનું મંદિર બનાવા માગતા હતા પણ સ્થાપના ના દરમિયાન મૂર્તિ નો અંગુઠો તૂટી ગયો. મૂર્તિ ખંડિત હોવાને લીધે આ મંદિરની સ્થાપના અહીં જ રોકાઈ ગઈ. પછી ઋષિ એ ભગવાન શિવની આરાધના કરી જેના પછી પ્રસન્ન થઈને ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે આ સ્થાન કૈલાશ જેવું દેખાઈ રહ્યું છે, માટે અહીં તેનું મંદિર બનાવવું ઉચિત છે.

શા માટે મંદિર માં નથી દેખાતા કાગડાઓ?:એવી માન્યતા છે કે જયારે અગસત્ય ઋષિ તપ કરી રહ્યા હતા, ત્યારે કાગડાઓ તેને પરેશાન કરી રહ્યા હતા. નારાજ થઈને ઋષિએ તેને શ્રાપ આપ્યો કે તે અહીં ક્યારેય નહિ આવી શકે. કાગડાઓ શનિ દેવનું વાહન છે. અને આ જગ્યા શનિદેવ માટે નથી.

મંદિરની પાસે બે ગુફાઓ છે:ઉમા-પાર્વતીનું આ અનોખું મંદિર આંધ્ર પ્રદેશ ના કુરુનલ જિલ્લા માં યાન્ગતી માં સ્થિત છે. જો કે તેની સ્થાપના અગસત્ય ઋષિ એ કરી હતી, પણ પુરા પરિસર નું નિર્માણ વિજયનગર સામ્રાજ્ય ના દરમિયાન 15 મી શતાબ્દી માં કરાવ્યું હતું. મંદિરની પાસે બે ગુફાઓ છે. એકમાં ભગવાન વેંકટેશ્વર ની તે મૂર્તિ છે જે સ્થાપના ના દરમિયાન ખંડિત થઇ ગઈ હતી. બીજી ગુફા અગસત્ય ઋષિ ની છે જ્યાં તેમણે તપ કર્યું હતું.

કલયુગ ના અંત માં જાગી જાશે નંદી મહારાજ:એવી માન્યતા છે કે ભગવાન શિવના નંદી એક દિવસ જીવિત થઇ જશે. જે દિવસે આવું થઇ જાશે, તે દિવસે મહાપ્રલય આવશે અને કળયુગનો અંત આવી જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here