જાણો શું થયું ત્યારે જ્યારે એક કૂતરો આવ્યો ભગવાન રામ પાસે માંગવા ન્યાય….!!!!

0

લોકો રામ રાજ્ય વિષે એમ જ નથી કહેતા, જ્યારે બાગવાન રામ વનવાસમાં ગયાએ પહેલા રામ અને લક્ષ્મણ આયોધ્યામાં કરતાં હતા રાજ અને લોકો ને કરતાં હતા ન્યાય.

વનવાસ દરમ્યાન જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું, તે સમયે ભગવાન રામે હનુમાન અને વાનર સેનાની મદદથી રાવણ સાથે યુદ્ધ કર્યું હતું ને સીતા માતાને છોડાવ્યા હતા. ભગવાન રામના જીવનની આ ઘટના વિષે સૌ કોઈ જાણે છે, પરંતુ રામાયણમાં બીજી પણ એક ઘટના બની હતી જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. જે આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ.

લક્ષ્મણ ને જોવા માટે મોકલ્યા બહાર :
પ્રાચીનકાળમાં દેશના ઉતારી ભાગ પર એક કાલિંજર નામે મઠ હતો. આ ઘટના રામાયણ પહેલાને છે એટ્લે કે 5000 વર્ષ પહલા બનેલી આ ઘટના છે. ભગવાન શ્રી રામને ન્યાયપ્રિય માનવમાં આવતા હતા. રોજની જેમ તે દિવસે પણ તેઓ ન્યાય કરી રહ્યા હતા.

સાંજ તાહિ બધા જ લોકો જતાં રહે છે. ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, કે લક્ષ્મણ જરા બહાર જઈને જોઈ આવ તો કોઈ ન્યાય માટે બાકી નથી રહી ગયું ને.લક્ષ્મણ બહાર જઈને જોવે છે કે પણ કોઈ ધ્યાનમાં આવતું નથી. રામે ફરીવાર બહાર જોવા જવા કહ્યું, લક્ષ્મણ ફરી જોવા જાય છે પણ , કોઈ ધ્યાનમાં આવતું નથી.

કૂતરાએ જણાવી પોતાની કહાની :
જ્યારે તેઓ ફરી અંદર આવતા હતા ત્યારે, તેમની નજર એક કુતરા પર પડે છે. તે ખૂબ જ ઉદાસ દેખાતો હતો ને તેના માથા પર વાગ્યાના નિશાન હતા. તેમણે કૂતરાને પુછ્યું કે તારે શું જોઈએ છે. જવાબમાં કૂતરાએ કહ્યું, કે મારે ન્યાય જોઈએ છે. કૂતરો લક્ષ્મણ સાથે અંદર આવ્યો. તેને ભગવાન શ્રી રામને પ્રણામ કર્યા અને પોતાની કહાની જણાવવા લાગ્યો. કૂતરાએ જણાવ્યુ કે હું એકદમ શાંતિથી બેઠો હતો કે અચાનક જ એક સર્વસિદ્ધ વ્યક્તિ આવીને મને મારવા લાગે છે. રામે તે વ્યક્તિને પણ બોલાવ્યો, તે એક ભિખારી હતો. રામે કહ્યું કે શું તમે ડોશી છો ? આ કૂતરો તમને ડોશી જણાવી રહ્યો છુ. ત્યારે એ ભીખારી પોતાનો દોષ સ્વીકારતા કહે છે કે, મહારાજ હું ભૂખના માર્યો આમ તેમ ભટક્યા કરતો હતો. ત્યારે મને આ કૂતરો નજરમાં આવ્યો ને મે મારો બધો જ ગુસ્સો આ કુતરા ઉપર ઉતારી દીધો.

કૂતરાએ કહ્યું બનાવી નાખો કાલિંજર મઠનો મહંત :

ત્યારે રામે હવે ભિખારીનેસજા આપવા માટે સભામાં બેઠેલ મંત્રી અને સલાહકાર ન પુછ્યું કે , શું સજા આપવી જોઈએ. ભિખારી અને કૂતરાને જોઈને કોઈને કશું સુજયું નહી, ને બધા બોલ્યા કે મહારાજા તમે જ સજા આપો. તમે જ એને લાયક છો, ત્યારે ભગવાન રામે કૂતરાને પુછ્યું કે આ વ્યક્તિને શું સજા આપવી જોઈએ, ત્યારે કૂતરાએ કહ્યું કે આ ભિખારીને સજામાં કાલિંજર મઠનો મહંત બનાવી નાખો. ભગવાન રમેતેને એક હાથી આપીને કાલિંજર મઠ જવા રવાના કર્યો ન ભિખારી પણ સજા સાંભળી ખૂબ જ ખુશ હતો.

હું પોતાને ધર્મગુરુ માનવા લાગ્યો :
દરબારમાં બેઠેલા બધાને નવાઈ લાગી કે આ કેવી સજા ? ડોશી તો ખુશી ખુશી ચાલ્યો ગયો. ત્યારે ભગવાન રામે આ વાત કૂતરાને પૂછી. કૂતરો જણાવે છે કે, ત્યારે એ જણાવે છે કે હું પાછલા જનમામાં કલિંજર મઠનો મહંત હતો, હું લોકોની સેવા કરવા માંગતો હતો. પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ હું અમુક વિચારોથી પ્રભાવિત થતો ગયો. અને લોકોએ મને ધર્મ ગુરુ સમજવા લાગ્યા. હું કોઈ ધર્મગુરુ ન હતો છતાં હું ધર્મગુરુ બની બેઠો ને એવી જ સુવિધા માંગવા લાગ્યો.

ભિખારી પણ દેશે પોતાને એવી જ સજા :

ધીરે ધીરે હું ધર્મગુરુ બની ગયો. મારામાં આધ્યાત્મિકતા ઓછી થતી ગઈ તેમ તેમ લોકો પણ ઓછા આવવા લાગ્યા. મે ઘણીવાર મારી જાતને રોકવાનો પ્રયત્ન કર્યો પણ હું રોકી શક્યો નહી. આ ભિખારી પણ પોતાની જાતને મારી જેમ જ બનાવી લેશે ને એ પણ મારા જેવી જ સજા પોતાને આપશે. એટલા માટે તેની એ જ સજા હતી કે એ કાલિંજર મઠનો મહંત બને.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here