પેહલી ઝલક – ભગવાન રામ ની અયોધ્યા માં 221 મીટર ઊંચી મૂર્તિ , BJP પ્રવક્તા એ કહ્યું – પૈસા ની તંગી નહીં થાય…

0

ગુજરાત માં સ્ટેટયુ ઓફ યુનિટી ના ઉદ્દઘાટન બાદ ઉત્તર પ્રદેશ માં યોગી આદિત્યનાથ સરકાર પણ એક્શન માં આવી ગઈ છે અને રાજ્ય સરકાર જલ્દી થી અયોધ્યા માં ભગવાન રામ ની વિશાળ મૂર્તિ ની સ્થાપના નું કામ પૂરું કરવા માંગે છે.અયોધ્યા માં પ્રસ્તાવિત ભગવાન રામ ની મૂર્તિ

ગુજરાત માં સ્ટેટયુ ઓફ યુનિટી ના ઉદ્દઘાટન બાદ ઉત્તર પ્રદેશ માં યોગી આદિત્યનાથ સરકાર પણ એક્શન માં આવી ગઈ છે અને રાજ્ય સરકાર જલ્દી થી અયોધ્યા માં ભગવાન રામ ની વિશાળ મૂર્તિ ની સ્થાપના નું કામ પૂરું કરવા માંગે છે. એટલા માટે પાંચ આર્કિટેક્ટ ફર્મ ને યોગી આદિત્યનાથ એ પ્રેઝન્ટેશન આપ્યું. આ યોજના ને અનુરૂપ ભગવાન રામ ની 151 મીટર ઊંચી મૂર્તિ ની સ્થાપના થશે. અનુમાન મુજબ અયોધ્યા માં પ્રસ્તાવિત ભગવાન રામ ની મૂર્તિ 2022-2023 સુધી તૈયાર થઈ જશે. ઉત્તર પ્રદેશ બીજેપી ના પ્રવક્તા ચંદ્રમોહન એ જણાવ્યું કે ” આ પ્રોજેકટ નો ઉદ્દેશ્ય અયોધ્યા ને આધ્યાત્મિક અને ધાર્મિક પર્યટન નું કેન્દ્ર બનાવવા નું છે. આ ખૂબ મોટો પ્રોજેકટ છે અને એટલા માટે સરકાર ટાઇમલાઈન ને લઈ કોઈ ઉતાવળ નહીં કરે.” ભગવાન રામ ની મૂર્તિ ની ઊંચાઈ વિસે પૂછવા માં આવ્યું ત્યારે જવાબ માં એમણે કહ્યું કે , ” આ પ્રોજેકટ માં ફોકસ ઊંચાઈ પર નહીં પણ ભવ્યતા પર કરવા માં આવશે. એમને કહ્યું કે સરકાર ની કોશિશ અયોધ્યા ની ભવ્યતા અને ગરિમા જતાવવા પર છે. જેથી લોકો રામ રાજ્ય ની કલ્પના ને સાકાર થતા જોય.

પૈસા ની તંગી નહીં થાય

એમણે કહ્યું કે પ્રોજેકટ પૂરો કરવા માટે બે કંપનીઓ ના નામ પર વિચારણા ચાલુ છે. જો કે બધું શરૂઆતી અવસ્થા માં છે . પ્રોજેક્ટ ની લગાત અને એની ફન્ડીંગ વિસે પૂછવા પર એમણે કહ્યું કે , ” હું બસ એટલું જ કેહવા માંગુ છું કે ભગવાન રામ ના કામ માટે પૈસા ની તંગી ક્યારેય નહીં થાય.”

મૂર્તિ ની ઉપર 20 મીટર ઊંચું છત્ર તથા નીચે 50 મીટર નો બેસ હશે. આ રીતે અયોધ્યા માં પ્રસ્તાવિત મૂર્તિ ની કુલ ઊંચાઈ 221 મિટર હશે. જો સ્ટેટયુ ઓફ યુનિટી સાથે તુલના કરીએ તો ભગવાન રામ ની મૂર્તિ સરદાર પટેલ ની તુલના માં નીચી લાગશે. સ્ટેટયુ ઓફ યુનિટી નો આધાર 58 મીટર ઊંચો તેમજ 182 મીટર ઊંચી પ્રતિમા છે. આ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની કુલ ઊંચાઈ 240 મીટર છે.

એમને જણાવ્યું કે  50 મીટર ના ઊંચા બેસ પર જ અત્યાધુનિક મ્યુઝિમ બનાવવા માં આવશે. જ્યાં અયોધ્યા નો ઇતિહાસ ,રાજા મનુ થી લઈ વર્તમાન ના શ્રી રામ જન્મ ભૂમિ  સુધી ઇક્ષવાકુ વંશ નો ઇતિહાસ , ભગવાન વિષ્ણુ ના બધા અવતારો નું વિવરણ ની સાથે સનાતન ધર્મ ના બધા મતો સંપ્રદાયો વિસે જાણકારી હશે. એમને જણાવ્યું કે આ મૂર્તિ ક્યાં બનાવવા માં આવશે એ વિસે હજુ અંતિમ નિર્ણય નથી લેવા માં આવ્યો, અને જમીન ના ચુનાવ માટે સ્વાયલ ટેસ્ટિંગ અને વિન્ડ ટનેલ ટેસ્ટિંગ નું કામ ચાલી રહ્યું છે.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here