‘ભગવાન’ ના હાથો માં રાખ્યો છે આ પુલ, તસ્વીરો માં જુઓ દુનિયાનો આ અદ્દભુત બ્રિજ….

જો તમે ક્યાંક દેશની બહાર ફરવા જાવા માગો છો તો વિયેતનામ ચોક્કસ જાજો. જો કે આ દેશ પોતાની પ્રાકૃતિક સૌંદર્ય માટે હંમેશા થી જ પર્યટકો ની ફેવરિટ જગ્યાઓમાનું એક રહ્યું છે. પણ હવે વિયેતનામ માં એક અનોખી એવી ચીજ છે જે પર્યટકો ને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જે એક એવો બ્રિજ છે જે પોતાની એક અનોખી બનાવટ માટે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે.સમુદ્ર તળની નજીક 1,400 મીટર ઉપર અને 150 મીટર લાંબો, પહાડ અને જંગલો ને જોડતો આ બ્રિજની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. માનવ નિર્મિત આ બ્રિજ પોતાની ખાસ શૈલી અને વિલક્ષણતા ના ચાલતા દરેક માટે જિજ્ઞાસા અને કૌતૂહલતા નું કેન્દ્ર બની ગયો છે. આ સમયે પર્યટકો ની વિઝીટ લિસ્ટ માં આ બ્રીજનું નામ સૌથી ઉપર આવે છે.
વિયેતનામ ના આ ફેમસ પુલ નું નામ ‘ગોલ્ડન બ્રિજ’ છે. સ્થાનીય લોકોની વચ્ચે આ ‘કાઉ વાંગ બ્રિજ’ ના નામથી જાણવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે પૂરો બ્રિજ માત્ર બે હાથો પર જ ટકેલો છે. તેને જોવું એકદમ રોમાંચક લાગે છે. આ બ્રિજ વિયેતનામ ની વાસ્તુકલા અને શિલ્પકલા નો એક અનોખો નમૂનો છે.
વિયેતનામ નો આ બ્રિજ ‘ડા નાંગ્સ બાના હિલ્સ’ ના ઉપર નિર્મિત છે. તેની ખૂબી એ છે કે આટલી ઊંચાઈ પર નિર્મિત હોવા છતાં પણ તે માત્ર બે હાથોના સહારે જ ટકેલો છે. સમુદ્ર તળ થી 1400 મીટરની ઊંચાઈ પર સ્થિત આ પુલ નો નજારો હેરાન કરનારો છે. તમને એવો આભાસ થાશે કે તમે સીધા સ્વર્ગ થી પસાર થઇ રહયા છો અને આ બંને હાથ ભગવાનના છે.ગોલ્ડન બ્રિજની સુંદરતા વધારવા માટે તેની બંને બાજુએ ‘લોબેલીયા ક્રાઈસેંથેમમ’ જાતિના ફૂલ લગાવામાં આવ્યા છે. રંગ-બેરંગી ફૂલોથી તેનું આકર્ષણ અનેક ગણું વધી ગયું છે. સામાન્ય લોકો માટે આ બ્રિજ જૂન મહિનાથી ખોલી નાખવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!