કેમ લોકો શ્રાવણમાં જ વધારે કરે છે શિવજીની પૂજા, જાણો કેવીરીતે અને કયા મંત્રથી કરશો શિવજીને પ્રસન્ન…

0

જ્યારે સૂર્ય કર્ક રાશિમાં ગોચર થાય છે ત્યારે શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે. સૂર્ય ગરમ છે અને ચંદ્ર ઠંડક આપે છે એટલા માટે સૂર્યનું કર્ક રાશિમાં આગમનથી વરસાદ થાય છે. એટલા માટે મહાદેવને ખુબજ શાંતિ મળે છે એટલા માટે જ ભગવાન શિવને સાવન ના મહિના પ્રત્યે ખૂબ જ લગાવ છે

આવો જાણીએ ભગવાન શિવને શ્રાવણ મહિનામાં પ્રસન્ન કેવી રીતે કરવા..

1. બીલીપત્ર હંમેશા ઉલટુ રાખીને ભગવાન શિવને અર્પિત કરવું.

2. બીલીપત્ર માં ચક્ર ન હોવું જોઈએ. ચક્ર એટલે કે કીડા દ્વારા બનાવવામાં આવેલું સફેદ કલરનું ચક્ર.

3. બીલીપત્ર ફાટેલું ન હોવું જોઈએ. તેઓ ત્રણ થી લઈને ૧૧ દલ સુધીમાં પ્રાપ્ત થાય છે. રુદ્ર ના 11 છે એટલા માટે 11 દલ વાળા બીલીપત્ર ચડાવવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે.

4. બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના પાપ નાશ પામે છે.

5. શિવની સાથે પાર્વતીજીની પણ પૂજા અવશ્ય કરવી તો જ પૂર્ણ ફળ મળશે.

6. પૂજા કરતી વખતે રુદ્રાક્ષની માળા અવશ્ય ધારણ કરવી.

7. ભસ્મ થી ત્રણ તિલક લગાવો.

8. શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ન લેવો જોઈએ.

9. શિવલિંગની અડધી પ્રદક્ષિણા જ કરવી.

10. શિવલિંગ પર કેવડા અથવા તે ચંપાના ફૂલ ક્યારે પણ ન ચઢાવવા.

આટલું કર્યા પછી શિવજી ના 11 નામનું ઉચ્ચારણ કરવું.

 • 1- ऊॅ अघोराय नामः।
 • 2- ऊॅ शर्वया नमः।
 • 3-ऊॅमहेश्वराय नमः।
 • 4- ऊॅ ईशानाय नमः।
 • 5- ऊॅ शूलपाणे नमः।
 • 6- ऊॅ भैरवाय नमः।
 • 7- ऊॅ कपर्दिने नमः।
 • 8- ऊॅ त्रयम्बकाय नमः।
 • 9- ऊॅ विश्वरूपिणे नमः।
 • 10- ऊॅ विरूपक्षाय नमः।
 • 11- ऊॅ पशुपते नमः।

Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here