ભગવાન જગન્નાથ ને ખીચડી નો ભોગ કેમ ચઢાવવા માં આવે છે. જાણો સાચી કહાની….

0

ભગવાન અને તેમના ભક્ત ની આ અમર કથાઓ અતૂટ આસ્થા અને વિશ્વાસ નું પ્રતીક છે. આ કથાઓ પ્રભુ ના પ્રેમ અને સ્નેહ ને બતાવવા માટે અસ્તિત્વ માં આવી છે. કે પ્રભુ ફક્ત સાચા અને પવિત્ર ભાવ ના ભૂખ્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણ ની પરમ ઉપાસક કર્મા બાઈ જી. જગન્નાથ પુરી માં રહેતા અને ભગવાન ને બાળપણ થી જ પુત્ર ના રૂપે પૂજતા. ઠાકુર જી ના બાળ સ્વરૂપ સાથે એ એમ વાતો કરતા જાણે ઠાકુર જી એમના પુત્ર હોય અને એમના ઘર માં જ વાસ કરતા હોય. એક દિવસે કર્મા બાઈ ને ઈચ્છા થઈ કે ભગવાન ને ફળ અને મેવા ની બદલે એના હાથે કંઈક બનાવી અને ખવડાવે. એમને જગન્નાથ પ્રભુ ને તેમની ઈચ્છા જણાવી. ભગવાન તો ભક્ત માટે બધું હાજર  કરી દે છે. ભગવાન બોલ્યા , મા , જે પણ બનાવ્યું છે એ જ ખવડાવી દો , ખૂબ ભૂખ લાગી છે.

કર્મા બાઈ એ ખીચડી બનાવી હતી. ઠાકુર જી ને ખીચડી ખાવા આપી દીધી. પ્રભુ ખૂબ પ્રેમ થી ખીચડી ખાવા લાગ્યા અને કર્મા બાઈ એ જોઈ અને ભગવાન સામે પંખો ચલાવવા લાગી કે ક્યાંક ગરમ ખીચડી થી મારા ઠાકુર જી નું મોઢું ન બળી જાય. સંસાર ને એમના મુખ માં સમાવવા વાળા ભગવાન ને કર્મા બાઈ એક માતા તરીકે પંખો ચલાવી રહી હતી અને ભગવાન ભક્ત ની ભાવના માં ભાવ વિભોર બની ગયા હતા.

ભક્ત વત્સલ ભગવાન એ કહ્યું , મા ,મને તો ખીચડી ખૂબ સરસ લાગી . મારી માટે રોજ ખીચડી જ બનાવજો. હું દરરોજ અહીંયા આવી ને ખાઈશ.

હવે તો કર્મા બાઈ જી રોજ સવારે ઉઠી અને સૌથી પહેલા ખીચડી બનાવે છે અને બાકી બધું કામ પછી કરતી. અને ભગવાન પણ સવાર માં દોડતા આવી જતા. આવી ને તુરંત કેહતા , મા જલ્દી થી મારી પ્રિય ખીચીડ આપો. દરરોજ નો આ ક્રમ બની ગયો હતો. ભગવાન સવાર સવાર માં આવતા ભોગ ખાઈ અને ચાલ્યા જતા.એક વખત એક મહાત્મા કર્મા બાઈ પાસે આવ્યા. મહાત્મા એ એમને સવાર સવાર માં ખીચડી બનાવતા જોઈ અને નારાઝ થઈ ને બોલ્યા , માતા જી તમે આ શું કરો છો? સૌથી પહેલા નાહી ને પૂજા પાઠ કરવા જોઈએ અને તમને તો પેટ ની પડી છે.

કર્મા બાઈ બોલ્યા , શું કરું ? મહારાજ જી. સંસાર જે ભગવાન ની પૂજા કરે છે એ જ સવાર સવાર માં ભૂખ્યા આવી જાય છે અહીંયા તો એમની માટે હું બધું કામ છોડી અને પહેલા ખીચીડ બનાવી આપું છું. મહાત્મા એ વિચાર્યું કે લગભગ કર્મા બાઈ ની બુદ્ધિ ફરી ગઈ છે. એ તો એમ બોલે છે જાણે ભગવાન એમની બનાવેલ ખીચડી માટે ભૂખ્યા બેઠા છે.

મહાત્મા કર્મા બાઈ ને સમજાવવા લાગ્યા કે , માતાજી તમે ભગવાન ને અશુદ્ધ કરી રહ્યા છો. સવારે સ્નાન બાદ પહેલા રસોઈ ની સફાઈ કરો. પછી ભગવાન ને ભોગ લગાઓ.

બીજે દિવસે કર્મા બાઈ એ આવું જ કર્યું. જેમ સવાર થઈ ભગવાન આવ્યા અને બોલ્યા, મા , હું આવી ગયો. ,ખીચીડ લાઓ.

કર્મા બાઈ એ કહ્યું , પ્રભુ હજુ હું સ્નાન કરું છું ,થોડા ઉભા રહો. થોડા સમય પછી ભગવાન એ ફરી અવાજ લગાવ્યો. જલ્દી કરો મા. મારા મંદિર નો પટ ખુલી જશે ,મારે જવું છે.

તે ફરી બોલ્યા , અત્યારે હું રસોઈ ની સફાઈ કરી રહી છું પ્રભુ . ભગવાન વિચારવા લાગ્યા કે પેહલા તો ક્યારેય આવું નથી થયું. પછી જ્યારે કર્મા બાઈ એ ખીચડી પરોસી ત્યારે ભગવાન એ ઝટપટ કરી જલ્દી ખીચડી ખાઈ લીધી . પરંતુ આજે ખીચડી માં એ રોજ વાળો ભાવ કે સ્વાદ ન આવ્યો. ભગવાન જલ્દી જલ્દી પાણી પીધા વિના મંદિર માં ભાગ્યા.

ભગવાન એ બહાર મહાત્મા માં ને જોયા તો સમજી ગયા. , અચ્છા તો આ વાત છે. મારી મા ને આવી પટ્ટી આને ભણાવી છે.

હવે અહીંયા ઠાકુર જી ને મંદિર ના પૂજારી એ જેમ જોયા તો મંદિર નો પટ ખોલ્યો તો ભગવાન ના મુખ પર ખીચડી લાગેલ જોઈ. પૂજારી બોલ્યા , પ્રભુ જી , આ તમારા મોઢા પર ખીચડી કેવી રીતે લાગી?.

ભગવાન એ કહ્યું કે , પૂજારી જી , હું રોજ મારી કર્મા બાઈ ના ઘર પર ખીચડી ખાઈ ને આવું છું. તમે મા કર્મા બાઈ જી ના ઘરે જાઓ અને ત્યાં આવેલ મહાત્મા ને સમજાવો. એમણે મારી મા ને ખોટી પટ્ટી કેવી રીતે ભણાવી ?

પૂજારી એ મહાત્મા જી પાસે જઈ અને બધી વાત કરી કે ભગવાન ભાવ ના ભૂખ્યા છે. આ સાંભળી ને મહાત્મા જી મૂંઝાઈ અને તુરંત કર્મા બાઈ પાસે જઈ ને કહ્યું , માતા જી માફ કરો. આ નિયમ ધર્મ તો આપણા સંતો માટે છે. તમે તો પેહલા જેમ ખીચડી બનાવતા એમ જ બનાવો. તમારા ભાવ થી જ ઠાકુર જી ખીચડી ખાતા રહેશે.

પછી એક દિવસ આવ્યો જ્યારે કર્મા બાઈ ના પ્રાણ છૂટ્યા. એ દિવસે પૂજારી એ મંદિર નો પટ ખોલ્યો અને જોયું તો ભગવાન ની આંખો માં આંસુ અને પ્રભુ રડી રહ્યા હતા. જ્યારે પૂજારી એ કારણ પૂછ્યું તો ભગવાન બોલ્યા , પૂજારી જી આજે મારી મા કર્મા બાઈ આ દુનિયા છોડી ને ચાલ્યા ગયા. હવે મને કોણ ખીચડી બનાવી ને ખવડાવશે?  પૂજારી એ કહ્યું કે , પ્રભુ જી , તમને અમે મા ની ખામી મહેસૂસ નહીં થવા દઈએ. આજ પછી. અમે તમને સૌથી પહેલા ખીચડી નો ભોગ લગાવીશું. એવી જ રીતે આજે પણ જગન્નાથ ભગવાન ને ખીચડી નો ભોગ લગાવવા માં આવે છે.

શીખ

ભગવાન અને ભક્તો ની આ અમર કથાઓ અતૂટ આસ્થા અને વિશ્વાસ નું પ્રતીક છે. આ કથાઓ પ્રભુ પ્રેમ અને સ્નેહ ને દર્શાવા માટે અસ્તિત્વ માં આવી છે કે પ્રભુ ફક્ત સાચા અને પવિત્ર ભાવ ના ભુખ્યા છે. તમે પણ આ  કથાઓ ના માધ્યમ થી ભક્તિ રસ ને ચાખી અને આંનદ ના સરોવર માં ડૂબકી લગાવી શકો છો. ઈશ્વર ની ભક્તિ ની આગળ તર્કશીલતા પણ નતમસ્તક થઈ જાય છે. ત્યારે તો ચિકિત્સા વિજ્ઞાન ના લોકો પણ કહે છે કે ,દવા થી વધુ દુઆ અસર કરે છે.

પ્રેમ થી બોલો જય જગન્નાથ જી.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here