એક ગરીબ એ બુદ્ધ ભગવાન ને પૂછ્યું હું આટલો ગરીબ કેમ છું? જીવનમાં જો તમે દુઃખી હોય તો જરૂર વાંચો

0

એક પ્રદેશ માં એક ગરીબ છોકરો હતો. એ છોકરો આટલો ગરીબ હતો કે એ દરરોજ ક્યાંક ને ક્યાંક ફરી મેં ખાવા નું ભેગું કરતો. પણ દરરોજ એનું એ ખાવા નું ગાયબ થઈ જતું. એક દિવસ એને ખબર પડી કે ઉંદર એમનું ખાવા નું ચોરી લે છે. તો એને તે ઉંદર ને પકડ્યો અને પૂછ્યું કે ,”તને ખબર છે કે હું કેટલો ગરીબ છું તો પણ તું મારુ જ ખાવા નું કેમ ચોરી લે છે. કોઈ અમીર માણસ નું ખાવા નું ચોર ને કારણકે એ અમીર હશે તો એને કોઈ ફરક નહીં પડે.

ઉંદર બોલ્યો કે તારી કિસ્મત માં ફક્ત થોડી જ વસ્તુ ઓ લખી છે તો તને એ જ મળશે તું ગમે એટલી કોશિશ કરી લે ને , ગમે તેટલું ભેગું કરી લે પરંતુ તું એને તારી પાસે તું નહીં રાખી શકે.

એ સાંભળી તે અચંબિત થયો કે આવું કેમ બની શકે.
ત્યારે ઉંદર એ કહ્યું કે જો તારે જાણવું છે કે તારી કિસ્મત માં શું છે તો તારે ભગવાન બુદ્ધ પાસે જવું જોઈશે. એ જ તને કહી શકશે કે તારી કિસ્મત માં શું છે.

એ છોકરો ભગવાન બુદ્ધ ને મળવા નીકળી પડ્યો. રાત ઘણી થઈ ગઈ હતી એને રસ્તા માં એક હવેલી જોઈ અને ત્યાં રહેતા લોકો પાસે ત્યાં રાત વિતાવવા રજા માંગી. હવેલી વાળા એ પૂછ્યું કે આટલી રાત્રે ક્યાં જાય છે ?
છોકરા એ જવાબ આપ્યો કે હું ભગવાન બુદ્ધ ને મળવા જાઉં છું એમને મારે મારી કિસ્મત વિસે પૂછવું છે.

ત્યારે હવેલી વાળા એ કહ્યું કે શું તું ભગવાન બુદ્ધ ને અમારા આ સવાલ પૂછીશ? અમારી એક 16 વર્ષ ની છોકરી છે જે બોલી નથી શકતી , તો એવું શું કરવું કે એનો અવાજ પાછો આવી જાય?. છોકરા એ કહ્યું કે હું જરૂર થી પૂછીશ. તેમણે છોકરા ને ધન્યવાદ કહ્યું અને છોકરો સવાર પડ્યે ત્યાં થી નીકળી ગયો. આગળ રસ્તા માં મોટા મોટા બરફ ના પહાડ હતા. એ મુશ્કેલી થી એક જ પહાડ પાર કરી શક્યો.

છોકરા ને ત્યાં એક જાદુગર મળ્યો. એને છોકરા ને પૂછ્યું કે ક્યાં જાય છે ? છોકરા એ જવાબ આપ્યો કે હું ભગવાન બુદ્ધ ને મળવા જાઉં છું એમને મારે મારી કિસ્મત વિસે પૂછવું છે.
ત્યારે જાદુગર એ કહ્યું કે શું તું ભગવાન બુદ્ધ ને મારો આ સવાલ પૂછીશ?
હું હજારો વર્ષો થી તપસ્યા કરું છું જેથી હું સ્વર્ગ માં જઈ શકું મારા અનુભવ થી મારે હાલ સ્વર્ગ માં પહોંચી જવું જોઈતું હતું. તો હવે હું સ્વર્ગ માં જવા માટે શું કરું?
છોકરા એ કહ્યું કે હા હું જરૂર પૂછીશ. અને જાદુગર પાસે એક લાકડી હતી જેના થી તેને તે છોકરા ને બધા બરફ ના પહાડ પાર કરાવી દીધા.

એ આગળ વધ્યો એમ તેની મુશ્કેલી વધી . એક નદી આવી જેને એ એકલો પાર નહતો કરી શકતો.
એની મુલાકાત વિશાળકાય કાચબા સાથે થઈ એ કાચબો એને નદી પાર કરાવવા માની ગયો. એ કાચબા એ પણ તેને એ જ સવાલ પૂછ્યો. એને છોકરા ને પૂછ્યું કે ક્યાં જાય છે ? છોકરા એ જવાબ આપ્યો કે હું ભગવાન બુદ્ધ ને મળવા જાઉં છું એમને મારે મારી કિસ્મત વિસે પૂછવું છે.
ત્યારે કાચબા એ કહ્યું કે શું તું ભગવાન બુદ્ધ ને મારો આ સવાલ પૂછીશ?
કે હું 500 વર્ષ થી ડ્રેગન બનવા ની કોશિશ કરું છું પણ હજુ સુધી બની ન શકયો. તો હું એવું શું કરું કે હું ડ્રેગન બની જાઉં. છોકરા એ કહ્યું કે હા હું પૂછીશ. અને ત્યાર બાદ તે કાચબા એ તેને પોતા ની પીઠ પર બેસાડી અને નદી પાર કરાવી.

અંતે એ છોકરો ભગવાન બુદ્ધ પાસે પહોંચ્યો. ત્યાં ઘણા લોકો હતા. ભગવાન બુદ્ધ એ કહ્યું કે તે એક વ્યક્તિ ના ફક્ત ત્રણ   સવાલો નો જ જવાબ આપશે. છોકરો અચંબિત થઈ ગયો કારણકે એની પાસે 4 પ્રશ્નો હતા. એ વિચારવા લાગ્યો કે કયા ત્રણ સવાલ પૂછે ,એને તેના વિશે ઘણું વિચાર્યું. એને કાચબા વિસે વિચાર્યું કે એ 500 વર્ષ થી ડ્રેગન બનવા ની કોશિશ કરે છે. અને જાદુગર 1000 વર્ષ થી સ્વર્ગ માં જવા માટે તપસ્યા કરે છે. અને એ છોકરી વગર બોલ્યે એનું જીવન કેવી રીતે વિતાવી શકશે.

પછી એને પોતાના વિસે વિચાર્યું કે એ તો ફક્ત એક ગરીબ ભિખારી છે જે ભીખ માંગી ને જીવન વિતાવી શકશે ,પણ કાચબો ,જાદુગર અને તે છોકરી ની સમસ્યા ઘણી મોટી છે. એટલા માટે તેને તે ત્રણ સવાલ પૂછવા નું નક્કી કર્યું.
ભગવાન બુદ્ધ ને પૂછવા પર એમને જવાબ આપ્યો કે 500 વર્ષ થી કાચબો ડ્રેગન બનવા ની કોશિશ કરે છે પણ એના કવચ ને નથી છોડવા માંગતો એ છોડશે નહીં ત્યાં સુધી એ ડ્રેગન નહીં બની શકે. અને જાદુગર 1000 વર્ષ થી એ લાકડી ને પોતાની પાસે રાખી ને બેઠો હતો. અને એ જ લાકડી એને સ્વર્ગ માં જવા થી રોકતી હતી. જ્યારે તે તેનો ત્યાગ કરશે પછી જ એ સ્વર્ગ માં જઈ શકશે. અને પેલી છોકરી  એને તેનો જીવન સથી મળી જશે ત્યારે તે બોલવા નું સ્ટાર્ટ કરી દેશે.

એ છોકરા એ ભગવાન બુદ્ધ ને ખૂબ ખૂબ ધન્યવાદ કહ્યું અને ત્યાં થી ચાલતો થઈ પડ્યો. એ ફરી  કાચબા પાસે પહોંચ્યો અને કહ્યું કે જો તારે ડ્રેગન બનવું હોય તો તારે કવચ છોડવું પડશે. અને જેમ તેને કવચ છોડ્યું એમાં થી કિંમતી મોતી નીકળ્યા. કાચબા એ તે મોતી પેલા છોકરા ને આપી દીધા અને તે ડ્રેગન બની ગયો. ત્યારબાદ છોકરો જાદુગર પાસે ગયો અને લાકડી નો ત્યાગ કરવા માટે કહ્યું. અને જાદુગર એ તે લાકડી તે છોકરા ને આપી દીધી અને ત્યાર બાદ એ હવેલી માં ગયો જ્યાં તેને રાત વિતાવી હતી. એ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યાં એ છોકરી બોલી પડી કે એ રાત્રે તમે અમારી હવેલી માં આવ્યા હતા ને. અને તેની સાથે તેને વિવાહ કરી લીધા. આવી રીતે છોકરા પાસે પૈસા , તાકાત અને સુંદર જીવન સાથી મળી ગઈ.

Moral

જીવન માં કંઈક મેળવવા માટે કંઈક ત્યાગવું જરૂરી છે આપણા જીવન માં કંઈક મોટું કરવા માટે આપણે હંમેશા કંઈક ત્યાગ કરવો પડશે. દરિયા નું જહાજ હંમેશા સૌથી વધુ સુરક્ષિત કિનારા પર જ હોય છે પણ એ જહાજ કિનારા પર ઉભું રહેવા માટે નથી બન્યું. અધ દરિયે મોજા  ને ચીરતા આગળ વધવા માટે બન્યું છે. એટલા માટે જીવન માં કંઈક મોટું કરવું હોય તો મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here