ભગવાન કૃષ્ણના અવસાન સમયે તેમની ઉંમર હતી આટલી, જે જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત !!!

0

હિન્દુ ધર્મમાં માનનારા લોકો ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણે છે. હકીકતમાં, ભગવાન શ્રી વિશે ધર્મગ્રંથોએ વિગતવાર જણાવ્યું અને લોકો પણ તેમના બાળપણની લીલા, અને તેમના નટખટ અવતારથી વાકેફ જ છે. કેમકે બાળપણથી જ કૃષ્ણ નટખટ ને તોફાની હતા. ભગવાન કૃષ્ણ વૃંદાવનમા ગોપીઓને ખૂબ સતાવતા હતા. અને તેમનું માખણ પણ ચોરી ચોરી ખાતા હતા. કેમકે ભગવાન કૃષ્ણને માખણ અતિ પ્રિય હતું, અને તેથી જ તે વૃંદાવનના ઘરોમાં જઈને માખણ ચોરતા ને પોતે તો ખાતા ને તેમના સખા ને પણ ખવડાવતા હતા. જ્યારે ગોપીઓ વૃંદાવનની નદીમાં સ્નાન કરવા જાય ત્યારે તે પોતે તેમના વસ્ત્રો પણ ચોરી લેતા હતા અને ગોપીઓની મટકી પણ ફોડતા હતા.

આ બધીજ ભગવાન કૃષ્ણની બાલ લીલાઓ છે અને જ્યારે તે મોટા થયા ત્યારે વૃંદાવનની એક ગોપી રાધા સાથે તેમને પ્રેમ થઈ ગયો જો કે કૃષ્ણનો વિવાહ રૂક્ષમની સાથે થયો હતો.
પરંતુ તેમની પ્રેમિકા તો રાધા જ રહી હતી એટ્લે જ આજના સમયમાં પણ કૃષ્ણનું નામ રાધા સાથે જ લેવામાં આવે છે. અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. એટ્લે જ મંદિરોમાં બંનેની મુર્તિ પણ એકસાથે જ રાખવામા આવે છે. તેમની પ્રેમ કહાની તો દરેક વ્યક્તિ જાણે જ છે. જો વાત કરીએ ભગવાન કૃષ્ણની તો માથે મોરપંખનો મુકુટ ને હાથમાં વાંસળી વગાડતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે રાધા અને વૃંદાવન વાસીઓને કાનાણી વાંસળી સાંભળવી ખૂબ ગમતી હતી તેમની વાંસળીના સૂરમાં એટલા બધા મગ્ન થઈ જતાં હતા કે કોઈને કશું જ ધ્યાન રહેતું ન હતેઉ. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા ને તે મામા કંસને મારવા માટે જ આ પૃથ્વી પર જન્મ્યા હતા. ભગવાન કૃષ્ણને જન્મ આપનાર માતા દેવકી ને પાલન કરનાર માતા જશોદા હતા.
દ્વાપર યુગમાં થતી બધી જ બુરાઈનો ભગવાન કૃષ્ણએ નાશ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને એક શ્રાપના કારણે જ તેમના દેહનો ત્યાગ કરવો પડ્યો હતો. તો આજે અમે તમને જણાવીશું કે ભગવાન કૃષ્ણની મૃતી સમયે તેમની ઉંમર કેટલી હશે તે.
ભાગવત પુરાણ ના આધારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ 8 માં મનુ વૈવસ્વત ના મન્વંતર ના 28 માં દ્વાપરમાં ભાદ્રપદ ક્રુષ્ણ પક્ષની અડધી રાત્રે એટ્લે આઠમ ની અડધી રાત્રે થયો હતો. જણાવી દઈએ કે ભગવાન કૃષ્ણનું મૃત્યુ એક વૃક્ષની નીચે માત્ર એક તીર લગાવવાથી થઈ હતી. ખરેખર તો તેમને એક શ્રાપના કારણે જ તીર લાગ્યું હતું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉંમર 119 વર્ષની જ હતી. પરંતુ ત્યારે પણ તેઓ યુવાન જ હતા, એટ્લે ઇનો અર્થ આ કે તેમનું મૃયું યુવાન અવસ્થામાં જ થયું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here