ભગતસિંહને દગો દેનાર નો શું હાલ થયો તે આજે જ જાણો – દરેક દેશભક્ત અચૂક વાંચે

0

અંગ્રેજ સરકારે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ માટે ફાંસીની સજા તા. 24-3-1931ના રોજ નક્કી કરી હતી. એ વખતે આ ત્રણે દેશભક્તોને લાહોર જેલમાં રાખવામાં આવ્યા હતા. ફાંસીના આગલા દિવસે જ આ ત્રણેના પરિવાર સહીત અનેક લોકો એને મળવા માટે લાહોર જેલ પહોંચ્યા. મળવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે અંગ્રેજ અમલદારો ગભરાઇ ગયા અને મંજૂરી મેળવી જેલની બહાર રાહ જોઇને બેઠેલા લોકોને કોઇ જાણ કર્યા વગર જ એક દિવસ વહેલા તા.23-3-1931ના સાંજના સમયે ફાંસીના માચડે લટકાવી દીધા. જેલમાં પાછલી દિવાલમાં બાકોરુ પાડી ત્રણેના મૃતદેહોને સતલુજ નદીના કાંઠે હુસેનીવાલા ગામ પાસે સળગાવી દીધા. પરિવારજનો જેલના દરવાજે રાહ જોતા રહી ગયા. આ બધી નાલાયકી મોહમદખાન નામના એક વોર્ડનની હતી.

1947માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા, લાહોર જેલ ને તોડીને ત્યા શાદમાન નામની અતી ભવ્ય સોસાયટી બનાવવામાં આવી જ્યાં ત્રણે નરબંકાઓને ફાંસી અપાયેલી હતી તે ફાંસીનો માચડો યથાવત રાખ્યો હતો અને સર્કલમાં બરાબર વચ્ચે આવે એ રીતે જ રાખ્યો હતો. 1974માં પાકિસ્તાનના વડાપ્રધાન પોતાના સૌથી મોટા હરીફ અને દુશ્મન ગણતા એવા રઝા અહેમદ કાસુરીને પતાવી દેવા માંગતા હતા આ માટે પ્રોફેશનલ કીલરને રાખવામાં આવેલા.

આ પ્રોફેશનલ કીલર રઝા અહેમદ કાસુરીની ગતિવિધીઓ પર નજર રાખતા હતા. તેઓએ જોયુ કે રઝા અહેમદ કાસુરી નિયમિત રીતે શાદમાન સોયાયટીના પેલા સર્કલ( જ્યાં ત્રણે શહિદોને ફાંસી આપી હતી) પાસેથી નિકળે છે અને કારમાં ડાબી બાજુ પર બેસે છે. કાસુરીને મારવા માટેનો દિવસ નક્કી થયો એ દિવસ હતો 23-3-1974 સવારના 9.30ની આસપાસ કાસુરીની કાર ત્યાથી પસાર થઇ અને પાછલી સીટ પર ડાબી બાજુ પેઠેલી વ્યકતિને નિશાન બનાવીને ફાયરિંગ થયું. ડાબી બાજુ પર બેઠેલી વ્યક્તિ વિંધાય ગઇ અને મૃત્યું પામી. પણ આજે એવું બન્યું કે કાસુરીએ કારમાં બેસવાની જગા બદલી હતી એટલે એ બચી ગયા અને કારમાં કાસુરીની જગાએ બેઠેલો બીચારો સાવ નિર્દોષ માણસ મરી ગયો.

આ નિર્દોષ માણસ એટલ 1931માં જેની નાલાયકીના કારણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એના માતાપિતાને મળવા પણ ન દેવામાં આવ્યા અને એક દિવસ વહેલા ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા તે મોહમદખાનનો જ એક નો એક દિકરો.

તારીખ પણ એ જ હતી અને સ્થળ પણ એ જ હતું. કુદરતે પોતાનું કામ કર્યુ.

જૈસી કરણી વૈસી ભરણી અમસ્તું જ નથી કહ્યું!

( શૈલેષ સગપરિયા દ્વારા સંકલીત પુસ્તક ” પ્રેરણાની પતવાર ” માંથી )

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here