હનીમૂનમાં માણવી છે મીંઠી યાદોને ? તો તમારા માટે જ છે આ 7 બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ ….

0

હનીમૂન સ્થળો-હનીમૂન નો સમય કપલ માટે ખુબજ મહત્વપૂર્ણ હોય છે તે એક બિલકુલ સત્ય વાત છે.આ દરમિયાન તમને એકબીજાને સમજવાની તક મળે છે તે ઉપરાંત એકબીજાની નજીક આવવાનો મોકો મળે છે. અને સાથે સાથે નવી જવાબદારીઓ સાંભળતા પહેલા આનંદદાયી પળો માણવાનો અને જોવાનો લાભ મળે છે.

પરંતુ લગ્નની જેમ હનીમૂનનો ખર્ચ પણ લાખોમાં આવે શકે છે. મોટા ભાગના કપલ ભારત બહાર હનીમૂન પર જવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં તેઓને કોઈ પાસેથી ઉધાર લેવું પડે છે અથવા તો ટ્રાવેલ લોન લેવી પડે છે અને તે ચૂકવવા માટે કેટલાક મહિનામાં પસાર થઇ જાય છે. હનીમૂન પર જવાનો ખાસ હેતુ યાદોને બનાવવાનું છે. જરૂરી નથી કે તે પ્રચલિત અથવા મોંઘા જ સ્થળે જઈને યાદો બનાવી શકાય.

આજે, અમે તમને કેટલાક હનીમૂન માટે ના સ્થળો વિશે વાત કરીશું, જ્યાં તમે રૂ.એક લાખથી પણ ઓછો અથવા થોડી વધુમાં ખર્ચ માં ફરી શકો છો. જો તમારે દેવાની જગ્યા પર યાદો બનાવવા માંગતા હોય તો ચોક્કસપણે આ આ હનીમૂન સ્થળોને ધ્યાને રાખો.

હનીમૂન સ્થળ –

બાલી, ઇન્ડોનેશિયા

એશિયામાં ફરવાના હિસાબે બાલી ખુબ જ વ્યાજબી સ્થળોનું એક છે. અહીં રેતાળ બીચ પર તમારા જીવનસાથી સાથે રાહતની પળોનો આનંદ મેળવી શકો છો અને લકઝરી રિસોર્ટનો આનંદ લઇ શકો છો.સાથે સાથે પેરાસેલિંગ અને એડવેન્ચર રમતોનો લાભ લઇ શકો છો.બાલીમાં, તમે ઘણા ભવ્ય મંદિરોની મુલાકાત લઇ શકશો.

વિયેતનામ

હનીમૂનના સ્થળોમાં વિયેતનામનું નામ સાંભળ્યું નથી હોય. પરંતુ લવબર્ડ માટે વિયેતનામ સ્વર્ગની જેમ છે. અહીં બીચ પર તમે તમારા જીવનસાથી સાથે એક બીજાના હાથને પકડી ફરી શકો છો અને સૂર્યાસ્ત જોવાનો ખાસ અનુભવ મળશે.

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સ 7,107 ટાપુઓથી બનેલો ટાપુ છે. અહીં,તમને ઘણા રોમેન્ટિક સ્થળો જોવા મળશે.અહીં રેતાળ અને એક્સોટિક બીચ પર પાણી એકદમ સ્ફટિક અને સ્પષ્ટ જોવા મળશે.અહીં સ્કુબા ડાઇવિંગ, કાઇટ બોર્ડિંગ અને ક્લિફ ડ્રાઇવીંગનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત મનિલાની સુંદરતા અને સ્પેનીશ વસાહતો પણ જોઈ શકો છો.

કંબોડિયા

કંબોડિયા એ ભારતની બહાર ઓછો બજેટ માં ફરવા માટે નું એકમાત્ર વિકલ્પ છે.અહીં તમને લકઝરી રીસોર્ટ માં રહેવાના મળશે. માત્ર અહીં બીચ નથી પરંતુ લોન્ગ ડ્રાઈવ ની મજા પણ લઈ શકો છો. અહીંનો ખોરાક પણ ખુબ જ લાજવાબ છે.

થાઇલેન્ડ

જે કપલ હનીમૂન પર રૂ.1 લાખથી ઓછો ખર્ચ કરવા માંગતા હોય તે માટે, થાઇલેન્ડ એક પરફેક્ટ વિકલ્પ છે.અહીં તમે ખાસ કરીને થાઈ કપલ સ્પાનો આનંદ માણી શકો છો. અહીં તમને શોપિંગ સ્થળ અને રિસોર્ટ પણ છે. અહીં તમે રોમેન્ટિક બીચ પર તમે તમારા જીવનસાથી સાથે પ્યારથી ભરપૂર પળોનો પણ આનંદ લઈ શકો છો.

ભુતાન

જો તમે ઐતિહાસિક વારસા જોવા માંગતા હો તો તમારે ભૂતાન ચોક્કસપણે જવું જોઈએ, અહીં તમને 7 મી સદીના મંદિર અને 17 મી સદીના કિલ્લા જેવી અનેક જૂની અને ખુબસુરત ઐતિહાસિક વારસો જોવા મળશે. તમે અહીં બાઈક રાઇડિંગની મજા પણ ઉઠાવી શકો છો.

શ્રીલંકા

શ્રીલંકાને માત્ર ભારતના નકશામાં જ તમે જોતા આવ્યા છો જો તમે હનીમૂનનો લાભ લેવા માંગતા હોય તો શ્રીલંકા એક સારી તક છે. અહીં તમે ગુફાઓની સુંદરતા ને જોઈ શકો છો અને હાથી પર બેસી સફારીની સફર કરી શકો છો. અહીં ઘણા રોમેન્ટિક સ્થાનો તમને એકબીજાની નજીક લાવવા મદદરૂપ થશે.

આ સસ્તા હનીમૂન સ્થળો – ઘણી કંપનીઓ આજકાલ ઓનલાઈન ટ્રાવેલની સર્વિસ પૂરી પાડે છે. તમે તમારા માટે આમાંથી બેસ્ટ સ્થળ પસંદ કરી અલગ અલગ પેકેજો વિશેની માહિતી મેળવી શકો છો. થોડું પ્લાનિંગથી તમારી ટુર એકદમ લાજવાબ બની જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here