બેસ્ટ ફ્રેન્ડ ની ઘરે મુલાકાત દરમિયાન એના પપ્પા સાથે પ્રેમ થઇ ગયો અને પછી ન થવાનું થયું – વાંચો પુરી ઘટના

0

અમેરિકા માં લગ્ન નો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક છોકરી એ પોતાની સૌથી સારી મિત્ર ના પિતા સાથે લગ્ન કરી લીધા હતા. બંને ની ઉમર માં 27 વર્ષ નું અંતર છે. બંને વચ્ચે અફેયર 5 વર્ષ પહેલા શરૂ થયું હતું અને તે સમયે તેઓને પણ જાણ ન હતી કે એક સમયે તેઓ લગ્ન પણ કરશે. એકબીજા ને પસંદ કરવાને લઈને કપલ નું કહેવું છે કે બંને ના શોખ એક જેવા જ છે અને તેઓ હોલીવુડ સુપર કપલ કૈથરીન જેટા જૉનેસ અને માઈકલ ડગલસ ની જેમ છે.

એક જેવી પસંદ જોઈને આવી નજીક:આ સ્ટોરી ફિનિક્સ શહેર માં રહેનારી કરેન લેહમેન 54 વર્ષ અને તેની વાઈફ ટેલર 27 વર્ષ ની છે. આ કપલની વચ્ચે રિલેશન 5 વર્ષ પહેલા શરૂ થયું હતું. પછી બંને લગાતાર મળવા લાગ્યા. ખાસ વાત એ છે કે ટેલર નો પતિ લેહમેન તેની સૌથી સારી બેસ્ટ ફ્રેન્ડ અમાન્ડા ના પિતા છે. બંને ની ઉમર માં 27 વર્ષ નું અંતર છે છતાં પણ તેઓ વચ્ચે સારી એવી બોન્ડિંગ છે. ટેલર નું કહેવું છે કે, ”જયારે અમે પહેલી વાર મળ્યા ત્યારે હું કરેન ની દીકરી સાથે કામ કરી હતી જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમારી મિત્રતા થવાના એકવર્ષ પછી જ હું કરેન ને મળી હતી, તે મારી મિત્ર ના પિતા હતા માટે મને થોડું ખરાબ પણ લાગી રહ્યું હતું અને પછતાવો પણ થઇ રહ્યો હતો”.

જયારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તે વૈવાહિત હતા અને હું પણ અન્ય સાથે રિલેશનમાં હતી. જયારે અમાન્ડા ને આ વાતની જાણ થઇ ત્યારે તે હેરાન જ રહી ગઈ હતી. જો કે હવે બંને ના પરિવાર તેઓના સપોર્ટમાં છે.

બાળકોને લઈને આપ્યો આ વિચિત્ર જવાબ:ટેલર ના હિસાબે,”મને તે ખુબ જ હેન્ડસમ લાગતા હતા, હું હંમેશા થી મારાથી મોટા લોકો પર આકર્ષિત થતી રહી છું. તેને પણ હું ક્યૂટ લાગી અને પછી અમેં એકબીજા સાથે ફ્લર્ટ કરવા લાગ્યા. કરેન ખુબ જ વધુ હેન્ડસમ હતા અને તે જે રીતે ખુદને સંભાળે છે, ખુબ જ ભણેલા-ગણેલા, સ્માર્ટ, મજાકિયા, સમજદાર અને સફળ છે. શરૂઆત માં મારા-પિતા મારા આ રિલેશન ને લઈને ખુબ જ ચિંતિત હતા, પણ તે આ વાત જાણતા ન હતા કે હું હંમેશા થી જ મોટી ઉમર ના પુરુષો ને પસંદ કરતી આવી છું”.

”અમે બંને જયારે પણ સાથે હોઈએ છીએ તો લોકો અમને જોયા કરે છે, તેઓ અમને બાપ-દીકરી સમજવાની ભૂલ કરી બેસે છે. શરૂઆતમાં હું પણ ખુબ ચિંતિત હતી, પણ પછી મને તેની આદત લાગી ગઈ. ટેલર નું કહેવું છે કે અમને પાર્ટી કરવી, મસ્તી કરવી અને હરવું-ફરવું ખુબ જ પસંદ છે. અમે દરેક વર્ષ એક પૂરું અઠવાડિયું મેક્સિકો માં વીતાવીયે છીએ. બાળકોને લઈને ટેલર નું કહેવું છે કે અમને બંને ને મોડી રાત સુધી પાર્ટી કરવાની આદત છે, અમને દુનિયા ફરવી પસંદ છે. માટે બાળકોની જવાબદારી કરતા અમે પોતાની આઝાદીને વધુ પસંદ કરીયે છિયે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here