બેંગ્લોરના એક સલૂને 650 લોકોના વાળ અને મૂછોને મફતમાં આપ્યા ‘અભિનંદન કટ’ – જુવો તસવીરો ક્લિક કરીને

0

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં વાળ કાપવાનું કામ કરતા એક હેર ડ્રેસરએ 650થી વધુ લોકોને મફતમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન જેવા જ માથાના વાળ અને મૂછો કાપી આપ્યા. અભિનંદન કટ વાળ અને મૂછો કાપનારનું કહેવું છે કે તે યુવાનોને અભિનંદનની જેમ જ સેનામાં જવા માટે પ્રેરિત કરવા માંગે છે.જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના આ શૂરવીર પાયલોટ અભિનંદન એ સમયે મોટી હસ્તી બની ગયા જયારે તેને પાકિસ્તાનના F-6 વિમાનનો પીછો કરીને તેને તોડી પડ્યું અને તેમનું મિગ-21 જમીન પર આવી પડ્યું અને પાકિસ્તાની સેનાએ તેમને કેદ કરી લીધા. આ મુશ્કેલ સમયમાં પણ તેઓએ શાંત મગજે વાતચીત કરી અને ગરિમા બનાવી રાખી, જ્યારે પછી પાકિસ્તાન સરકારે તેમને ભારતને સોંપી દીધા.બેંગ્લોરના નાનેશ હેર સલૂન અને સ્પાના હેર ડિઝાઈનર નાનેશ ઠાકુરે કહ્યું કે ‘આપણા સૈનિકની લોકપ્રિયતા જોતા નક્કી કરવામાં આવ્યું હતું કે તે પોતાના સલૂનમાં એક દિવસ માટે મફતમાં જ લોકોના માથાના વાળ અને મૂછો અભિનંદન જેવી કટ કરશે.’ તેઓએ કહ્યું કે આ દ્વારા તેઓ દેશના યુવાનોને સૈન્યમાં જોડાવા માટે પ્રેરિત કરવા માંગે છે.ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ એક સલૂન અભિનંદનની જેમ જ વાળ અને મૂછો કપાવવાવાળાને મફતમાં સેવા આપી રહ્યા છે. કોલ્હાપુરના રાજારામપુરી વિસ્તારમાં આવેલા હેર અફેર સલૂનને ચલાવનાર ધનંજય ભાલેકરે પણ વાયુસેનાના પાયલોટની બહાદુરીને અનોખી રીતે મનાવવાનો નિર્ણય કર્યો છે.ભાલેકરે પોતાના સલૂનની બહાર બોર્ડ લગાવીને ઓફરનો ઉલ્લેખ કર્યો છે કે જેમને પણ અભિનંદનની જેમ જ વાળ અને મૂછો કપાવવી હોય તેમને મફત કાપી આપવામાં આવશે. ભાલેકર કહે છે કે પાકિસ્તાનથી આપણા પાયલોટના ભારત પરત ફરવા પર બધા જ ખુશ છે. રાષ્ટ્રીય ગૌરવની આ ક્ષણ ઉજવવા માટે મેં અભિનંદનની જેમ વાળ અને મૂછોના કટિંગ મફતમાં કરવાનું નક્કી કર્યું છે.

દેશની અન્ય જગ્યાઓથી પણ આવી જ તસ્વીરો સામે આવી રહી છે. અમદાવાદમાં પણ લોકો અભિનંદન કટ કરાવી રહયા છે તો રાજસ્થાનના જયપુરમાં પણ અભિનંદન કટ છવાઈ રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here