કાલે રાતે બેંગ્લોર માં થયું દીપિકા રણવીર નું ગ્રાન્ડ રીશેપ્શન, અંદરના વિડીયો અને તસ્વીરો આવ્યા સામે….જુવો કોણ કોણ મહેમાન હતા?

0

ઇટલી માં લગ્ન પછી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એ બુધવાર ના બેંગ્લોર ના લીલા પૈલેસ માં એક શાનદાર રીસેપ્શન હોસ્ટ કર્યું હતું. આ દરમિયાન દીપ-વીર એ આ રીશેપ્શન માં ન્યુલી કપલ ને શુભકામનાઓ આપવા ઘણા મહેમાનો પહોંચ્યા હતા.બંને એ પોતાના લગ્ન તો સિક્રેટ રાખ્યા હતા પણ તેના વેડિંગ રીશેપ્શન ની ઘણી અંદર ની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે.રૉયલ લુક માં પહોંચ્યા રણવીર-દીપિકા:લગ્ન ના પોતાના પહેલા રીશેપ્શન માં રણવીર સિંહ અને દીપિકા રૉયલ લુકમાં પહોંચ્યા હતા. પોતાના લગ્ન ના દરેક સમારોહ ની જેમ દીપિકા નો રીશેપ્શન ડ્રેસ પણ ખુબ જ સુંદર અને ખાસ હતો. દીપિકા એ પોતાના રીશેપ્શન માં કાંજીવારમ સિલ્ક ની સાડી પહેરી રાખી હતી જેમાં પ્યોર ગોલ્ડ જરી નું કામ કરેલું હતું. આ સાડી દીપિકા ને તેની માં ઉજ્જવલા પાદુકોણે ગિફ્ટ કરી હતી. જયારે રણવીર સિંહ ફેશન ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઇન કરેલું આઉટફિટ પહેર્યું હતું.રણવીર અને દીપિકા રીશેપ્શન માટે એક બીજાનો હાથ પકડીને મીડિયા ને પોઝ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંને એ પોતાના ફેન્સ અને મીડિયા નું અભિનાદન કર્યું હતું. પોતાના મસ્તી ભરેલા અંદાજ માટે ફેમસ રણવીર અહીં પણ કઈક એવા જ અંદાજ માં નજરમાં આવ્યા હતા.રણવીર ક્યારેય પણ પોતાના પ્રેમ નો ઈઝહાર કરવાનું ચુકતા નથી. એવી જ એક ખુબ જ ખાસ મોમેન્ટ કેમેરામાં કૈદ થઇ ગયા જ્યારે રણવીર સિંહ પોઝ આપવાના સમયે દીપિકા ની સાળી સંભાળી રહેલા જોવામાં આવ્યા હતા. થયું કઈક એવું કે જયારે બંને પોઝ આપી રહ્યા હતા ત્યારે દીપિકા ની સાડી ક્યાંક ફસાઈ ગઈ હતી, આટલું જોતા જ રણવીર તરત જ દીપિકા ની સાડી ઠીક કરવા લાગી ગયા હતા. ઘણા ખાસ મહેમાનો થયા શામિલ:દીપવીર ના રીશેપ્શન માં ઘણા મહેમાનો પહોંચ્યા હતા. આ દરમિયાન ભારતીય ટિમ ના પૂર્વ ખિલાડી અનિલ કુમ્બલે પોતાની પત્ની ચેતના ની સાથે નજરમાં આવ્યા હતા. શટલર પીવી સિંધુ પણ ટ્રેડિશનલ લુક માં રણવીર-દીપિકા ના રીશેપ્શન માં પહોંચ્યા હતા. દીપિકા ની માં પણ ખાસ અંદાજ માં શામિલ થઇ હતી. આ તસ્વીર માં દીપિકા ની સાથે તેની માં અને પૂજા મખીજા નજરમાં આવી રહ્યા છે. 

વધુ ફોટોસ 
Video 1:


Video 2:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here