બેઘર સમજીને મહિલાએ આ વ્યક્તિને આપી નોકરી, પણ બે અઠવાડિયા પછી બદલાઈ ગઈ પુરી કહાની, જાણો વિગતે….

0

અમેરિકા ના મિનેસોટા સ્ટેટ માં કૈફે ચલાવનારી યુવતીની સાથે એક એવી ઘટના બની હતી કે, તેના પછી તે ખુબજ હેરાન રહી ગઈ હતી. સાથે જ તેમણે આ પુરી ઘટનાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેયર કરીને લોકોને જણાવ્યું હતું. ઘટનાના આધારે એક દિવસ એકે બેઘર વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેની પાસેથી પૈસા માગવા લાગ્યો. મહિલા એ પૈસા તો ન આપ્યા પણ તેને બદલામાં તેને કામ પર રાખી લીધો. બે અઠવાડિયા પછી જયારે મહિલાએ તેને પૈસા આપવાની કોશિશ કરી તો તે વ્યક્તિએ કઈક એવું કર્યું કે જોઈને મહિલા શોક્ડ રહી ગઈ હતી.મહિલાએ ન આપ્યા પૈસા:

ઘટનાના આધારે, જયારે એક દિવસ મિનિયાપોલીસ શહેરમાં રહેનારી સેસિયા એબિગેલ પોતાના કૈફેમાં બેઠી હતી ત્યારે તેની પાસે માર્ક્સ નામનો એક બેઘર વ્યક્તિ આવ્યો અને તેની પાસેથી અમુક પૈસા માગવા લાગ્યો. સેસિયા એ તેને ના કહેતા કહ્યું કે, ”તને તો ખબર જ શે કે મને પણ અહીં કઈપણ ફ્રી માં નથી મળતું’ સાથે જ તેણે કહ્યું કે, ‘તું કઈ કામ કેમ નથી કરી લેતો’.મહિલાની વાત સાંભળતા બેઘર વ્યક્તિએ જણાવ્યું કે તે ખુદ કામ કરવા માગે છે, તેના માટે તેણે ખુબ કોશિશ પણ કરી છે, પણ ક્રિમિનલ રેકોર્ડને લીધે કોઈ તેને કામ આપવા માટે તૈયાર ન થયા અને તે મજબૂરીમાં રસ્તા પર ભટકીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે.

મન પર લાગી ગઈ આ વ્યક્તિની કહાની:

માર્કસની આ કહાની સેસિયા ના મન પર લાગી ગઈ અને તેને તરત જ પોતાને ત્યાં કામ પર રાખી લેવાનો નિર્ણય કરી લીધો. જો કે તેણે પણ ઘણી મહેનતથી આ કૈફે બનાવ્યું હતું, એવામાં તેના માટે માર્કસ ને નોકરી આપવી થોડી રિસ્કી હતી, છતાં પણ તેણે આ રિસ્ક ઉઠાવ્યું.કામના પહેલા દિવસે જયારે માર્કસ કૈફે ની અંદર આવ્યો તો સેસિયા ને થોડી તકલીફ પણ થઇ હતી. સેસિયા પાસે પણ ઘણું કામ હતું અને તેને એક વર્કરની જરૂર હતી. પણ તેની કમાણી એટલી વધુ હતી કે તે આસાનીથી તેને અફોર્ડ કરી શકે તેમ હતી.

સેસિયાએ શેયર કરી પુરી ઘટના:

સેસિયાએ જયારે તેને નોકરી માટેની ઓફર આપી તો તે તરત જ માની ગયો અને કહ્યું કે, હું ખાવા માટે કઈપણ કામ કરવા માટે તૈયાર છું”. સેસિયાએ જણાવ્યું કે તે કૈફે માં કચરો સાફ કરવા, વાસણ ધોવા જેવા કામ કરવા માટે આવે છે.  સેસિયાએ કહ્યું કે, જયારે મેં તેને તેના કામ માટે પૈસા આપ્યા તો મારા આપેલા આ જ પૈસાથી અને મારા જ રેસ્ટોરેન્ટ માંથી તેમણે ખાવાની વસ્તુ ખરીદી લીધી અને તેના પછી તેમણે પેમેન્ટ મને કરવાનો નિર્ણય કર્યો. કેમ કે આ નોકરીને લીધે માર્કસ ને એક નવો આત્મવિશ્વાસ મળ્યો હતો અને તે ખુબ જ બદલાઈ ચુક્યો હતો”.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here