બાવળના આ 10 ફાયદાઓનો ઉઠાવો લાભ, દૂર થઇ જશે દરેક બીમારી, જાણો વિગતે….

0

બાવળ ના ઝાડ માં ભલે અસંખ્ય કાંટા હોય પણ આ ઝાડના અનેક ફાયદાઓ આ કાંટાના નુકસાનને પણ છુપાવી દે છે. આજે અમે તમને બાવળના ફાયદા વિશે જણાવીશું જેનો પ્રયોગ કરીને તમે તેના લાભ ઉઠાવી શકો છો.

1. દાંતો માટે રામબાણ ઔષધિ:બાવળની છાલ દાંતો માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે, તે દાંતોને મજબૂત બનાવે છે અને સાથે જ પેઢાની સમસ્યા ને પણ દૂર કરે છે. બાવળનો મુખ્ય પ્રયોગ દાંતો ને મજબૂત બનાવા માટે જ કરવામાં આવે છે. તે દાંતો ને એક નવી જ ચમક પ્રદાન કરે છે. સાથે જ તો તમારા દાંત ઢીલા અને કમજોર હોય તો બાવળની છાલના ટુકડાને ચાવો, તેનાથી તમારા ઢીલા દાંત ને મજબૂતી મળશે.

2. ખસ-ખરજવું માટે ફાયદેમંદ:
લગભગ 25 ગ્રામ બાવળની છાલ અને કેરીના છાલને પાણીમાં ઉકાળો. પછી તેને શરીરીના પ્રભાવિત હિસ્સા પર આ પાણીની વરાળ આપો. તેના પછી આ જગ્યા પર થોડું દેશી ઘી લગાવીને થોડી વાર સુધી રહેવા દો.

3. આંખો આવવી:
બાવળના અમુક પાન લો અને તેની પેસ્ટ બનાવી લો. બેન્ડેજ ના સહારાથી આ પેસ્ટને આંખો પર લગાવીને પુરી રાત રહેવા દો, અને સવારે તેને ધોઈ લો. લાલ થયેલી આંખોના દર્દ માં તમને ઘણી એવી રાહત મળશે.

4. દસ્તમાં ઉપીયોગી:
બાવળના પાનનો પ્રયોગ દસ્તમાં લાભકારી હોય છે. પાનને કાળા અને સફેદ જીરું સાથે મિક્સ કરીને પીવાથી કે તેનું ચૂરણ ખાવાથી દસ્ત માં ફાયદો મળે છે.

5. ઇજામાં લાભદાયક:
બાવળના પાનને પીસીને ઘા પર લગાવાથી તે જલ્દી જ ભરાઈ જાય છે. તેમાં એવા તત્વો મળી આવે છે જે સંક્ર્મણ અને બીમારીઓને રોકવાનું કામ કરે છે. 6. વાળ માટે ફાયદેમંદ:
બાવળના પાનની પેસ્ટ ને વાળના મૂળમાં લગાવાથી તેને વધવામાં મદદ મળે છે, અને સાથે જ મજબૂતી પણ મળે છે.

7. પાચન ક્રિયા ને ઠીક રાખવામાં સહાયક:
બાવળના પાનનો બનેલો ઉકાળો પીવાથી પાચન ક્રિયામાં લાભ થાય છે અને સાથે જ તે શરીરને પણ મજબૂત બનાવે છે.

8. ટૉન્સિલ્સ માં પણ ફાયદેમંદ:
જો તમે ટૉન્સિલ્સની સમસ્યાથી પરેશાન છો તો બાવળના પાનનો ઉકાળો બનાવી લો, તેમાં સિંધા નિમક મિક્સ કરીને તેનું સેવન કરો. તે તમને ખુબ જ જલ્દી આરામ આપશે.

9. શુક્રાણુઓ ની વૃદ્ધિ માં સહાયક:
બાવળના ફળો નું સેવન જો ખાલી પેટ કરવામાં આવે તો તે શુક્રાણુઓને વધારવામાં મદદ કરે છે. નપુંસકતા ને દૂર કરવામાં અત્યંત લાભકારી છે.

10. આ સિવાય તમે તેના બીજને સૂકવીને ચૂરણ બનાવીને તેનો પ્રયોગ કરી શકો છો. સાથે જ તમે તેની છાલ માંથી નીકળતા ગુંદ નો પણ પ્રયોગ કરી શકો છો. તે પણ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here