બાથરૂમ માં રહેલી ગંદી બાલ્ટી કે મગ ને આવી રીતે માત્ર 2 જ મિનિટમાં ચમકાવો, ફોલો કરો આ ટિપ્સ…

0

ઘરમાં જો સૌથી વધુ સાફ સફાઈ ની જરૂર હોય તો તે છે બાથરૂમ. બાથરૂમ માં જ સૌથી વધુ પાણીનો વપરાશ થાતો હોય છે જેને લીધે ચીકણાપણું જામ થઇ જાય છે.બાથરૂમમાં રાખેલી પ્લાસ્ટિકની બાલ્ટી, ટબ પણ મેલા અને ગંદા થઇ જાતા હોય છે. યુઝ કરતા કરતા તેની અંદર અને બહાર ગંદકી જમા થવા લાગે છે. અને ધબ્બા પણ પડી જાય છે. ખુબ રગડવા છતાં પણ તેની ચમક નજરમાં નથી આવતી. જો કે તેના હટાવા માટે બજારમાં ઘણા એવા પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે પણ આ મોંઘા પ્રોડક્ટ્સ નો ઉપીયોગ થી જિદ્દી દાગ સાફ નથી થાતા. ઘરે અચાનક કોઈ મહેમાન આવી જાય તો ગંદા બાથરૂમ પર પડેલા નિશાનોને જોઈને ખુદ ને શરમ થવા લાગતી હોય છે.આજે અમે તમને એવા અસરદાર પેસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ પ્લાસ્ટિક ની બાલ્ટી, ટબ, મગ અને તેની સાથે જોડાયેલા કોઈપણ સામાનને ચમક બે જ મિનિટમાં આપી દેશે. આ પેસ્ટ બનશે બેકિંગ સોડા અને વિનેગર ના મિશ્રણ થી.

આ અસરદાર પેસ્ટ ને તૈયાર કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને વ્હાઇટ વિનેગર ની જરૂર પડશે જે લગભગ દરેકના ઘરોમાં આસાનીથી મળી જાય છે. જે પ્લાસ્ટિક આઈટમ ને સાફ કરવાનું છે, તેનાઅ સાઈઝના હિસાબથી પેસ્ટ તૈયાર કરવાની રહેશે.

આવી રીતે કરો મિશ્રણ તૈયાર:

પેસ્ટ બનાવા માટે 1 નાની ચમચી બેકિંગ સોડા અને 2 નાની ચમચી વિનેગર ને મિક્સ કરો. પેસ્ટ ન તો પાતળું કે ન તો ઘાટું હોવું જોઈએ. બેકિંગ સોડા કોઈપણ ચીજને ફુલાવાનું કામ કરે છે માટે જ કેક, ઢોકળા જેવી ચિજોમાં તેનો વપરાશ થાય છે.
શરૂ કરો ક્લિનીંગ પ્રોસેસ:
જે પ્લાસ્ટિક ની બાલ્ટી અને મગ ને સાફ કરવાનું છે, તેના પર સ્ક્ર્બર ની મદદ થી આ પેસ્ટ લગાવો. ધીમે ધીમે તેને રગડો અને જ્યા ગંદકી વધુ છે, ત્યાં આ પેસ્ટ ને વધુ લગાવો. 2 મિનિટ સુધી રગડ્યા પછી બાલ્ટી કે મગ ને પાણીથી ધોઈ લો. પછી જુઓ તમારી ગંદી બાલ્ટી કે મગ નવા જેવા ચમકવા લાગશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here