શાકભાજીના રાજા બટેટા વિશે થોડી રોચક અને મજેદાર જાણકારી…..Read 18 Facts

0

જો તમને બટેટા ખૂબ જ ભાવતા હોય તો એકવાર આ બટેટા વિશે તેની જાણકારી પણ મેળવી લો. તો બટેટા વિશે નો અમારો આ લેખ અવશ્ય વાંચો. શું તમને બટેટા વિશે થોડાક રોચક તથ્યો અને અનોખી માહિતી ખબર છે? જો નહિ તો આજે અમે શાકભાજી ના રાજા બટેટા વિશે થોડીક રસપ્રદ અને જ્ઞાનવર્ધક જાણકારી આપીશું.
બટેટા વિશે થોડી મજેદાર, જ્ઞાનવર્ધક અને રોચક જાણકારી1. બટેટા એક પ્રકાર ની શાકભાજી છે પરંતુ તેમાં કાર્બો હાઈડ્રેટ ખૂબ હોય છે. જેના કારણે તેના ન્યુટ્રિશન ગુણ ચોખા, પાસ્તા અને બ્રેડ ને બરાબર હોય છે.

2. બટેટા મુખ્ય રૂપે દક્ષિણ અમેરિકા નો છોડ છે. ખાસ કરી ને તેનો પેરુ અને બોલીવિયા જેવા દેશો માં તેનું ઉત્પાદન કરવા માં આવે છે. બટેટા નું આજ થી લગભગ દસ હજાર વર્ષ પહેલા આ દેશો માં તેનું ઉત્પાદન થતું હતું.

3. એવું કહેવા માં આવે છે કે 14 મી સદી માં સ્પેન એ પેરુ પર હુમલો કર્યો અને તેમણે આ ખૂબ રોચક કંદ વિશે ખબર પડી અને તેઓ આ કંદ ને સ્પેન લઈ આવ્યા. ત્યાર પછી બટેટા ની ખેતી આખી દુનિયા માં ફેલાવા લાગી. તે યુરોપ ના દેશો માં થઈ આફ્રિકા પહોચ્યા અને પછી એશિયા માં તેનો પ્રવેશ થયો.

4. 17 મી સદી માં પુર્તગાલી બટેટા ને ભારત માં લઈ ને આવ્યા. તેઓ એ ભારત માં તેની ખેતી શરૂ કરી. પુર્તગાલ માં બટેટા ને બટાટા કહેવામા આવે છે. અને કદાચ આ જ કારણે ભારત ના પશ્ચિમી રાજ્યો માં બટેટા ને બટાટા કહે છે.

5. દુનિયા માં 125 થી પણ વધુ દેશો માં બટેટા ની ખેતી કરવા માં આવે છે.6. બટેટા ના ઉત્પાદન માં ભારત નું સ્થાન બીજું છે. ભારતમાં દર વર્ષે 46.4 મિલિયન ટન બટેટા નું ઉત્પાદન કરવા માં આવે છે.

7. આખી દુનિયા માં બટેટા ની લગભગ 5000 જાતો જોવા મળે છે.8. બટેટા જ એવું કંદ છે જેને પહેલી વખત અંતરિક્ષ માં ઉગાવવા માં આવી હતી. 1995 માં કોલંબિયા માં સ્પેસ શટર માં નાસા ના વૈજ્ઞાનિકો એ બટેટા ઉગાડયા હતા.

9. બટેટા તંબાકુ અને ટમેટા ના પરિવાર સાથે જોડાયેલ છોડ છે. શું તમને ખબર છે જો બટેટા ના ઉપર ના છોડ ને કાપી અને પછી તેના પર ટમેટા ના છોડ ને લગાવા માં આવે તો આ છોડ ના મૂળ થી બટેટા અને ઉપર ના છોડ થી ટમેટા ઉગાડી શકો છો. એટલે કે એક જ છોડ માથી બટેટા અને ટમેટા બંને પ્રાપ્ત કરી શકો છો.10. જો આખી દુનિયા ની વાત કરવા માં આવે તો આખી દુનિયા માં દરેક વ્યક્તિ આશરે 33 કિલો બટેટા નું સેવન કરે છે. પણ ઘણા એવા દેશો છે જે બટેટા ખૂબ જ ખાઈ છે અને ઘણા એવા દેશો છે જે ખૂબ ઓછા બટેટા ખાઈ છે.

11. શું તમને ખબર છે કે ચોખા, ઘઉં અને મકકી પછી બટેટા દુનિયા ની ચૌથી મુખ્ય પેદાશ છે. પણ અત્યાર ના આકડા મુજબ બટેટા દુનિયા ની પાચમી પેદાશ છે. કેમ કે આ પેદાશો માં ચૌથું સ્થાન શેરડી નું છે. એટલે કે દુનિયા માં ચોખા, ઘઉં, મકકી અને શેરડી પછી સૌથી વધુ બટેટા ઉગાડવા માં આવે છે.

12. ઈતિહાસ માં એવી વાત કહેવા માં આવી છે કે અંગ્રેજો એ પોતાના ના સમય માં બટેટા ની ખેતી ખૂબ જ પ્રસારિત કરી હતી. અંગ્રેજ બટેટા ને આયર્લેંડ લઈ ગયા અને એક સમય એવો આવ્યો કે આખું આયર્લેંડ બટેટા ની ખેતી પર નિર્ભર થઈ ગયું. ત્યાર બાદ 1845 થી 1852 ની વચ્ચે બટેટા માં પોટેટો બ્લાઈડ નામ ની બીમારી થઈ ગઈ. જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

13. બટેટા પર્યાવરણ ને અનુકુળ ઊગતી શાકભાજી છે. બટેટા ની ખેતી કરવા માટે બીજી શાકભાજી ની સરખામણી માં ખાદ અને કિટનાશકો ની જરૂર ઓછી પડે છે.

14. બટેટા નો ઉપયોગ ઘણી પ્રકાર ની શરાબ જેવી કે વૉડકા, potcheen વગેરે બનાવવા માં પણ કરવા માં આવે છે.

15. બટેટા એક એવી શાકભાજી છે જેને લોકો ઘણી રીતે ખાઈ શકે છે. ઘણા લોકો તેને બાફી ને ખાઈ છે, ઘણા શેકી ને ખાઈ છે, ઘણા લોકો તેને પીસી ને ખાઈ છે તો ઘણા તેને તળી ને ખાઈ છે.

16. બટેટા ને આમ તો ગરમા ગરમ જ ખવાઇ છે પણ બટેટા ની ઘણી વાનગી ઠંડી પણ ખાઈ શકાય છે.
17. કાચા બટેટા માં 79%પાણી, 17% કાર્બોહાઈડ્રેટ, 2% પ્રોટીન અને ફેટ હોતો જ નથી.
18. પ્રતિ 100 ગ્રામ કાચા બટેટા માં 77 કેલેરી હોય છે અને આ વિટામિન બી 6 અને વિટામિન સી નું ઉત્તમ સ્રોત છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here