ફક્ત મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં જ શક્ય હતી આ 12 વાતો, બીજા તો સપનામાં પણ વિચારી ન શકે!!!

0

મુકેશ અંબાણીના દીકરાના લગ્ન 9 માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે થયા. આવા ભવ્ય લગ્ન કદાચ જ આજ પહેલા કોઈએ જોયા હશે. આકાશ અંબાણીના લગ્નની તસ્વીરો આમે આવી ચુકી છે. આ લગ્નમાં બોલિવૂડ, ખેલ જગત, રાજનીતિ અને વિદેશથી ઘણા સેલિબ્રિટીઝ અંબાણીના વહુ-દીકરાને આશીર્વાદ આપવા પહોંચ્યા. મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળી જે સામાન્ય લગ્નોમાં ક્યારેય જોવા નહિ મળે.જાનમાં દિગ્ગ્જ સેલિબ્રિટીઝનું નાચવું – આકાશ અંબાણીની જાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેમાં બોલીવૂડના મોટા-મોટા સેલિબ્રિટીઝ નાચતા જોવા મળ્યા. રસ્તા પર નાચતા પોતાના ફેવરેટ સ્ટારને જોવું કોઈ સપનાથી ઓછું ન હતું. જેના શાહરુખ ખાન, રણબીર કપૂર, હાર્દિક પંડયા, કરણ જોહર, નીતા અંબાણી, મુકેશ અંબાણી, ઈશા અંબાણી, ગૌરી ખાન, અને ખુદ વરરાજા આકાશ પણ નાચતો જોવા મળ્યો હતો.

જાન સાથે મોટી એલઈડી – લગ્નમાં મંડપ પાસે નાની એલઈડી તો તમે જોઈ હશે પણ આકાશની જાનમાં સિલ્વર સ્ક્રીન જેટલી મોટી એલઈડી લાગેલી હતી. જેમાં જાનનું દરેક દ્રશ્ય સ્પષ્ટ જોવા મળતું હતું.

જાનમાં પ્રખ્યાત ગાયકોએ પોતાની ટિમ સાથે પરફોર્મ કર્યું – જાનના સમયે મિકા સિંહે પરફોર્મન્સ આપ્યું હતું. ચાલતા-ફરતા સ્ટેજ પર ઉભા રહીને મિકા ગાઈ રહયા હતા અને બધા જ મહેમાનો ઝૂમી રહયા હતા. કેટલાક સેલેબ્સ તો સ્ટેજ પર ચડી ગયા અને જામીને ધમાલ મચાવી હતી.

દેશ જ નહિ વિદેશથી પણ અંબાણીના દીકરા-વહુને આશિર્વાદ આપવા આવ્યા સેલેબ્સ – આ શાહી લગ્નમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન, રતન ટાટા, બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, ન્યુઝીલેન્ડના ઓલર શેન બૉન્ડ, શ્રીલંકાના પૂર્વ ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયનના કોચ મહેલા જયવર્ધને જેવા સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#karanjohar #hardikpandya #priyankachopra #aishwaryaraibachchan at #Akashambani baaraat ceremony

A post shared by Viral Bhayani (@viralbhayani) on

રાધા-કૃષ્ણની થીમ પર થયા લગ્ન – આકાશ અંબાણીના લગ્ન રાધા-કૃષ્ણની થીમ પર થયા છે. કાર્ડથી લઈને ઘરની સજાવટ સુધીમાં કૃષ્ણની લીલાઓ અને રાધા પ્રત્યેનો તેમનો પ્રેમ જોવા મળ્યો હતો.

150 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે રાસલીલા – રાધા-કૃષ્ણની થીમ હોય અને રાસલીલા ન હોય, એવું કઈ રીતે બની શકે છે. નીતા અંબાણીએ દીકરી ઈશાના લગ્નમાં પણ રાસલીલાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રીતે દીકરાના લગ્નમાં એનાથી પણ ભવ્ય રાસલીલા થઇ.

લગ્નમાં નાચી બચ્ચન પરિવારની વહુ – સાંભળવામાં વિચિત્ર લાગશે પણ આ સાચું છે. આકાશ અંબાણીના દીકરાની જાનમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ ખૂબ જ નાચી. નાચતા-નાચતા બધા જ લગ્ન સ્થળ સુધી પહોંચ્યા. ઐશ્વર્યાએ ઈશા અને નીતા અંબાણી સાથે ડાન્સ કર્યો.ફૂલોની સજાવટનો કોઈ તોડ નથી – અંબાણી પરિવારે ફૂલોની સજાવટમાં કરોડો રૂપિયા ખર્ચી દીધા છે, મોર, હિંચકા અને કૃષ્ણની પ્રતિમા પણ ફૂલોથી બનાવવામાં આવી હતી. આ માટે દૂર-દૂરથી કલાકાર બોલાવવામાં આવ્યા હતા.લગ્નનું કાર્ડ જોઈને જે આંખો ચોંકી ગઈ – આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ મ્યુઝિકલ હતું. જેને ખોલવા પર લાઈટ પણ થતી હતી. કાર્ડમાં પ્રિ-વેડિંગ ફંક્શનથી લઈને લગ્ન અને રિસેપશન સુધીની બધી જ વિગતો હતી. આ કાર્ડ રાધા-કૃષ્ણની થીમ પર આધારિત હતું. કાર્ડને ખોલતા જ એમાં એક ભજનની ધૂન વાગતી હતી.મુંબઈના પોલીસવાળાઓને મોકલવામાં આવ્યા શુભકામના કાર્ડ અને મિઠાઈઓ – મુકેશ અંબાણીએ મુંબઈના લગભગ 50 હજાર પોલીસકર્મીઓને આ પ્રસંગે મિઠાઈના ડબ્બાઓ મોકલ્યા હતા. મેટ્રોપોલિટન શહેર મુંબઈના એક-એક પોલીસ સ્ટેશનમાં મિઠાઈના ડબ્બા પહોંચાડવામાં આવ્યા હતા.સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ – લગ્ન પહેલા આકાશ અને શ્લોકોની પ્રિ-વેડિંગ સેરેમની સ્વિટ્ઝર્લેન્ડમાં થઇ હતી. આ ફંકશન લગભગ 4 દિવસ ચાલ્યું હતું. આ માટે સ્વિત્ઝરલેન્ડમાં અકુ સ્ટોલ ધ શ્લો નામથી વન્ડરલેન્ડ બનાવવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં બોલીવૂડની હસ્તીઓએ પણ હાજરી આપી હતી.2000 બાળકો માટે અન્ન સેવા – આકાશ અંબાણીના લગ્ન નિમિતે એક અઠવાડિયા સુધી ચાલનાર અન્નસેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જિયો ગાર્ડન્સમાં થયેલા આ કાર્યક્રમમાં અંબાણી પરિવારના સભ્યો મહેતા પરિવાર સાથે મળીને લગભગ 2000 બાળકોને ભોજન પીરસ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here