બાર ડાન્સર પર ઉડાવ્યા રૂ. 2 કરોડ, અફેરની જાણ થતાં યુવતી સાથે કરી નાખ્યું આવું

0

મોજ મસ્તી અને ઐયાશી કેવી ભારે પડે છે એ ત્યારે સમજાય છે જ્યારે વાત જીવ પર આવી જાય છે. એક તરફ પ્રેમની વાતો અને બીજી તરફ બેવફાઈ અને બીજા સાથે પ્રેમની આશંકાએ એક બાર બાળાને મોતની રાહ બતાવી.વાત કામરેજ તાલુકાના ટીમ્બા ગામની છે જેમાં ગામનો યુવક પ્રીતેશ પટેલ મુંબઈના મીરાં રોડ સ્થિત એક બારમાં બે વર્ષ પહેલા જ્યોતિ નામની મૂળ પંજાબની બાર ડાન્સર છોકરીને મળ્યો હતો. જ્યાં તેને એ બાર બાળા સાથે પ્રેમ થઇ ગયો હતો.

ત્યારબાદ જ્યોતિ પંજાબમાં તેના ગામ ભટીન્ડા જતી રહી હતી. જ્યોતિ ઉર્ફ નિશા સૂરજીસિંગ ભટ્ટીએ ૨૭મી ડીસેમ્બરના રોજ પ્રીતેશનો જન્મદિવસ હોઈ તે ઉજવવા માટે જવાનું નક્કી કર્યું. તેને ડ્રાઈવર સંદીપસિંહ તથા તેની પત્ની નિકીતા સાથે સુરતમાં હોટલ બુક કરી ત્યાં જવા રવાના થયા હતા. સુરતમાં ૨૭મી ડિસેમ્બરે તેણે પ્રીતેશ સાથે બર્થ ડે પાર્ટી પણ કરી હતી.ઉગ્ર ચર્ચા થયા બાદ કરી હત્યા :

અન્ય ગામના યુવાન સાથે પ્રેમની આશંકા ૨૯મી ડિસેમ્બરે જ્યોતિ અને પ્રીતેશ મુંબઈ પહોચ્યા. ત્યાં જ્યોતિને તેના ગામના જ ગૌરવ સાથે વાત કરતા જોઇને જ્યોતિ સાથે એ બાબતે વિખવાદ થયો હતો. જ્યારે ૧લી જાન્યુઆરીએ જ્યોતિને રૂપિયાની જરૂર છે એમ કહેતા ગામ જઈને આપુ એમ કહીને પ્રીતેશ સાથે તેના ગામ ટીમ્બા ગયા હતા. જ્યાં જઈને પ્રીતેશે જ્યોતિ અને તેની સાથે આવેલા ડ્રાઈવર સંદીપસિંગ અને તેની પત્નીને ખેતર બતાવવા લઇ જઉ કહીને તાપીને કિનારે આવેલા તેના ખેતરે લઇ ગયો હતો.ખેતરમાં પહોચ્યા બાદ પ્રીતેશે ડ્રાઈવર સંદીપસિંગને ગાડી પાછી વાળી લાવ એમ કહીને મોકલી દીધો અને ખેતરમાં જ પડેલા એક દાંતરડાથી જ્યોતિનું માથું તેના ધડથી અલગ કરી નાખ્યું હતું.

ત્યાં જ ઉભેલી નિકીતા આ ઘટનાથી ગભરાઈ જઈને પતિ પાસે દોડી ગઈ હતી. તેઓ બંને નજીકના પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. જોકે, પોલીસ સ્થળ પર પહોચે તે પહેલા જ જ્યોતિ મૃત્યુ પામી હતી અને ભાગવા જતા પ્રીતેશ પકડાઈ ગયો હતો.૭ ઘા ઝીંકી દીધા હતા જ્યોતિ પરકેળના ખેતરમાં પ્રીતેશે જ્યોતિને કેળ કાપવાના દાતરડાથી જ રહેસી નાખી હતી. હત્યા કર્યા બાદ તેનું માથું લગભગ ૫૦ ફૂટ દૂર ફેકી દીધું હતું. હત્યાનું રહસ્ય ત્યારે છતું થયું જ્યારે એ વાતની ખબર પડી કે પ્રીતેશે તેની પાછળ આશરે ૨ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હતો.

Source: meranews

Photo Source: Bhaskar

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.