ATM ,ચેક થી પૈસા કાઢવા પડશે ભારે, દરેક ટ્રાન્જેક્શન પર આપવાના રહેશે ઓછામાં આટલા રૂપિયા, વાંચો અહેવાલ

0

બેન્ક ઉપભોક્તાઓ પર હવે જીએસટી લાગી શકે તેમ છે. જેના ચાલતા બેન્ક ની અંદર કે પછી બહાર થતા લેવળ દેવળ પર ટેક્સ આપવાનો રહેશે. ચેક કેશિંગ થી લઈને એટીએમ માંથી પૈસા કાઢવાના સમયે પણ પૈસા આપવાના રહેશે.

એટીએમ-બેન્ક માં નહીં મળે ફ્રી માં સેવાઓ: તેનાથી ગ્રાહકો ને બેન્ક અને એટીએમ પર મળનારી ફ્રી સુવિધાઓ ખતમ થઇ જાશે. હવે ગ્રાહક પોતાના બેન્ક ના એટીએમ થી પાંચ વાર ફ્રી માં ટ્રાન્જેક્શન કરી શકે છે. નવી વ્યવસ્થા લાગુ થયા પછી ફ્રી ટ્રાન્જેક્શન પૂર્ણ થઇ જાશે. બેન્ક તમને આ સેવાઓ ફ્રી માં આપે છે જયારે બેંકો ને આ પ્રકારની સેવાઓ પર લગભગ 40 હજાર કરોડ રૂપિયા સર્વિસ ટેક્સ આપવું પડે છે.

આટલી વધશે ફી:

બેન્ક તેના સિવાય એટીએમ પર થનારા નૉન બૈન્કીંગ ટ્રાન્જેક્શન ની ફી ને પણ 18 રૂપિયા વધારવા માગે છે. જે વધીને 25 રૂપિયા સુધી થઇ શકે છે. આ ફી ને વર્ષ 2012 માં નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેમાં કોઈ જ બદલાવ નથી આવ્યો. એટીએમ થી એક ટ્રાન્જેક્શન નો ખર્ચ એક દિવસ નો 25 રૂપિયા આવે છે.

હાલ છે આ ચાર્જ:

વર્તમાન માં દરેક બેન્ક એટીએમ પર થનારા કેશ ટ્રાન્જેક્શન માટે 15 રૂપિયા અને નોન કૈશ ટ્રાન્જેક્શન કરવા પર ખાતાથી 5 રૂપિયા કાપે છે. આ ચાર્જ દરેક મહિને ફ્રી માં મળનારા ટ્રાન્જેક્શન ની ઉપર લાગે છે.

આ કારણ ને લીધે વધશે ખર્ચ:

રિઝર્વ બેન્ક ના એટીએમ પર થતા ટ્રાન્જેક્શન માટે ખુબ કડક નિયમ બનાવી નાખ્યા છે, જેના પછી એટીએમ ઓપરેટર્સ ટ્રાન્જેક્શન ચાર્જ વધારવાની માંગ કરી રહ્યા છે. એટીએમ ઇન્ડસ્ટ્રી એ ટ્રાન્જેક્શન પર 3 થી 5 રૂપિયા વધારવાની માંગ કરી છે, જેથી તેઓ પોતાના ખર્ચા ને પુરા કરી શકે.

સીએટીએમઆઈ ના નિર્દેશક ના શ્રીનિવાસ એ કહ્યું કે એટીએમ ઓપરેટર્સ ના ખર્ચા પહેલા થી જ વધી ચૂકેલા છે. કૈશ વાન માટે બનાવામાં આવેલા નિયમો અનુસાર કૈશ મેનેજમેન્ટ કંપની ઓ ની પાસે ઓછામાં ઓછા 300 કૈશ વાન, પ્રત્યેક વાન માં એક ડ્રાઇવર, બે કસ્ટોડીયન અને બે બંદૂકધારી ગાર્ડ હોવા જોઈએ. આ સિવાય દરેક ગાડી માં જીપીએસ, લાઈવ મોનેટરીંગ ની સાથે ભૂ મૈપિંગ અને નજીકના પોલિશ સ્ટેશન ની જાણ હોવી જોઈએ જેથી ઈમરજેંસી ના સમયે આ બધાની મદદ લઇ શકાય. તેની સાથે જ આરબીઆઇ એ કહ્યું કે એટીએમ નું ઓપરેશન માત્ર તેવા વ્યક્તિ જ કરી શકશે, જેઓએ ટ્રેનિંગ પછી સર્ટિફિકેટ મેળવ્યું હોય.

18 ટકા લાગશે આ સેવાઓ પર જીએસટી:

જે ફ્રી સેવાઓ પર બેંકો એ 18 ટકા જીએસટી લગાવાનો પ્રસ્તાવ આપ્યો છે તેમાં ચેક બુક, એટીએમ નો પ્રયોગ, ક્રેડિટ કાર્ડ અને પેટ્રોલ-ડીઝલ ના કાર્ડ થી ભુગતાન પર મળનારા રિફંડ શામિલ છે. હાલ ભારતીય સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેન્ક આ ચાર્જ ને સૌથી પહેલા લગાવાનું શરૂ કરશે. જેના પછી અન્ય બેંકો પણ આવી ઘોષણા કરી શકે છે.

બૈઝિક બચત ખાતા પર પણ લાગશે ટૈક્સ:

જે લોકોએ પોતાનું બૈઝિક ખાતું ખોલાવી રાખ્યું છે, તેઓને પણ એટીએમ નો પ્રયોગ કરવા પર ટેક્સ આપવાનો રહેશે. જે લોકો પોતાના ખાતા માં મિનિમમ બેલેન્સ નથી રાખતા તેઓ પાસેથી પણ જીએસટી વસુલવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળે પળ ની ન્યુઝ વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here