પત્ની માટે ભરણપોષણ ના રૂપિયા ન ભરી શકતો હોવાથી બેન્ડ-બાજા લઇ પતિ પહોંચ્યો પોલીસસ્ટેશન અને કહ્યું કે …

0

મિત્રો ના ખમ્ભા પર સવાર થઈને યુવક જ્યારે પોલીસ સ્ટેશન પર પોતાની ગિરફ્તારી આપવા માટે પહોંચ્યો તો બધા હેરાન જ રહી ગયા હતા. યુવકે પોતાના માતા-પિતાને પગે લાગી ને થાણા માં ગિરફ્તારી આપી તો પોલીસ લોકો પણ પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. આ દરમિયાન તેઓ એકદમ ખુશ દેખાઈ રહયા હતા. ના તો પોલીસ ની બીક કે ના તો જેલ જાવાની બીક. આ નજારો વડોદરા ના પોલીસ સ્ટેશનમાં જોવામાં આવ્યો હતો.

જો કે પતિ પત્ની ના જગડા અનેક વાર સાંભળવા મળતા હોય છે. આ કહાની પણ એકદમ ખાસ છે. પતિ-પત્ની ની વચ્ચે મનમુટાવ થયો અને મામલો તલાખ સુધી આવી પહોંચ્યો. કોર્ટે વળતર આપવાનો આદેશ સંભળાવ્યો પણ પતિ એ નક્કી કરેલી રકમ ન આપવાની કસમ ખાઈ લીધી અને બદલા માં તે જેલ જાવા માટે તૈયાર થઇ ગયો. મામલો ગુજરાત ના વડોદરા શહેર નો છે.

પતિ-પત્ની પહોંચ્યા કોર્ટ:

હેમંત રાજપૂત જેણે પત્ની થી તલાખ લેવા માટે કોર્ટ માં કેસ દર્જ કરાવ્યો હતો. કોર્ટે નિર્ણય સંભળાવતા હેમંત ને 3500 રૂપિયા દરેક મહિનાના વળતર ના રૂપે આપવાનું નક્કી કર્યું. દરેક મહિને પૈસા ન આપવા પર રકમ વધી ને 95,000 રૂપિયા થઇ ગઈ હતી. પત્ની પછી કોર્ટ પહોંચી ગઈ અને કોર્ટે હેમંત ને ભરણપોષણ નો હફતો ન દેવા પર તેને જેલ જવા માટે તૈયાર રહેવાનું કહ્યું.જેલ જાવું મંજુર:

અહીં હેમંતે તેને પૈસા ન આપવાનો નિર્ણય લઇ રાખ્યો હતો પછી તેને જેલ પણ કેમ ના જાવું પડે. મામલો પોલીસ ની પાસે પહોંચ્યો અને પોલીસે તેની ધરપકડ કરવા માટે તેના ઘરે પહોંચી. તે સમયે તે પોતાના ઘરે ન હતો. પોલિસકર્મીઓ ઘરના લોકોને તેને પોલીસ સ્ટેશન આવવા માટેનું કહીને ચાલ્યા ગયા. આ વાત જયારે હેમંત ને ખબર પડી તો તે પોતાની ગિરફ્તારી આપવા માટે મિત્રો ની સાથે નાચતા-ગાતા, બેન્ડ-બાજા ની સાથે સ્ટેશન પહોંચ્યો. આ નજારો જોઈને બધા હેરાન જ રહી ગયા હતા.

પોલીસે બતાવ્યો પૂરો મામલો:

પોલીસે જણાવ્યું કે કોર્ટે તેને પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો પણ તે પૈસા ના આપીને પોતાની ધરપકડ કરાવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેમણે જણાવ્યું કે લગભગ 15 વર્ષ સુધી દાંપત્ય જીવન વિતાવ્યા પછી પોતાના વ્યક્તિગત જગડા ને લીધે તલાખ લીધો છે. કોર્ટ નો આદેશ ન માનવા પર તેને 270 દિવસો ની જેલ થઈ છે.

પત્ની સાથે વિવાદ નું કારણ:

પોલીસે જાણકારી આપતા કહ્યું કે બંને ના દરેક દિવસ જગડા થતા રહેતા હતા. પત્ની મોટાભાગે હેમંત પર માતા-પિતા થી અલગ રહેવા માટે દબાવ કરતી હતી. પતિ જયારે આ વાત પર સહેમત ન થયો તો મામલો કોર્ટ સુધી જઈને પહોંચ્યો. તેના પછી મામલો વધુ ગંભીર બની ગયો અને તલાખ લેવા સુધી વાત આવી ગઈ. એવામાં હેમંતે પૈસા ના આપવા પર  કોર્ટે તેને 270 દિવસો ની જેલ નો આદેશ આપ્યો છે. તેના પછી હેમંત પૈસા ન જ આપીને ખુશી-ખુશી પોતાની ગિરફ્તારી આપવા માટે જાતે જ પહોંચી ગયો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here