બાળકોમાં જોવા મળે જો આ 3 લક્ષણ, તો સમજી જાવ કે પેટમાં છે ભયંકર કીડાઓ…

0

બાળકોની સાથે સમસ્યા ત્યારે આવે છે જયારે તેઓ હજી તો બોલતા પણ શીખ્યા ના હોય, એવામાં માતા-પિતા ની પણ ફરજ બને છે કે તે પોતાના બાળકનું ધ્યાન રાખે એન તેની સમસ્યા ના લક્ષણો ને સમજે. આજે અમે તમને બાળકો ને પેટ માં કીડા થવાના લક્ષણો વિશે જણાવીશું. જો તમારું પણ બાળક ખુબ જ નાનું છે અને તમને લાગે કે તેના પેટમાં પણ કીડાઓ હોઈ શકે છે, તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે પેટમાં કીડા હોવાના અમુક સામાન્ય લક્ષણો અને તેને દૂર કરવાના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કીડા થવાના લક્ષણ:

જો કે બાળકોનું મળ દુર્ગંધ વાળું જ હોય છે પણ જો તેમાંથી કોઈ વિચિત્ર પ્રકારની દુર્ગંધ આવવા લાગે તો તે સામાન્ય વાત નથી. જો મળ માંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગે તો બની શકે કે તે તમારા બાળકના પેટમાં કોઈ ઇન્ફેક્શન હોઈ શકે છે. સવાર થતા જ આ કીડાઓ મળસ્થાન પર પહોંચી જાય છે, જેનાથી બાળકોને ત્યાં ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે. મોટાભાગે નાના નાળકોને આવા પ્રકારની સમસ્યા વધુ રહે છે એવામાં બોલી ન શકવાને લીધે તેઓ લગાતાર રડતા જ રહે છે. જો તમારા બાળક ને વારંવાર પેટમાં દુઃખાવો થઇ રહ્યો છે કે પછી બેચેની અને ખંજવાળ ને લીધે યોગ્ય રીતે ઊંઘ નથી થઇ રહી તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા બાળકના પેટમાં કીડાઓ છે.

આ કીડાઓના ઘરેલુ ઉપાય:1. જણાવી દઈએ કે અજમાના સેવનથી પેટ ના કીડાઓ મરી જાય છે. તેના માટે અજમા નું ચુરણ અડધા ગ્રામ અને ગોળ ને મિક્સ કરીને દિવસ માં ત્રણ વાર તેનું સેવન બાળકને કરાવો. અજમા માં એન્ટી-બેક્ટેરિયલ તત્વો મળી આવે છે જે કીડાઓને સમાપ્ત કરી નાખે છે. અજમા નું સેવન 2 થી 3 દિવસ કરવા પર કીડા પેટ માંથી પુરી રીતે સમાપ્ત થઇ જાશે.

2. આ સિવાય ચપટી ભરીને સંચર અને અળધો ગ્રામ અજમાના ભુકા ને મિક્સ કરી લો, આ ચૂર્ણ ને રાત ના સમયે રોજ ગરમ પાણી સાથે પીવાથી પેટ ના કીડાઓ નીકળી જાય છે. જો મોટા લોકોને આ સમસ્યા થઇ જાય તો સંચર અને અજમા બંને ને એક સમાન માત્રા માં લો. સવાર સાંજ તેનું સેવન કરવાથી પેટ ના કીડાઓ દૂર થઇ જાશે.

3. આ સિવાય દાડમ ની છાલ ને સૂકવીને તેનો પાઉડર બનાવી લો, આ ચૂર્ણ ને દિવસમાં ત્રણ વાર એક એક ચમચી લો. અમુક દિવસો સુધી તેનું સેવન કરવાથી પેટના કીડાઓ સંપૂર્ણ રીતે દૂર થઇ જાશે.

4. આ સિવાય લીમડા ના પાન નું સેવન કરવાથી આ સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે. લીમડા ના પાન એન્ટી-બાયોટિક હોય છે જે પેટ ના કીડાઓ ને નષ્ટ કરી નાખે છે. લીમડા ના પાન ને પીસીને તેમાં મધ મિલાવીને પીવાથી જલ્દી જ ફાયદો થાય છે અને કીડાઓ નષ્ટ થઇ જાય છે.
5. આ સિવાય ટમેટા ના પ્રયોગથી પણ કીડાઓને દૂર કરી શકાય છે. ટમેટા ને કાપીને, તેમાં સંચર અને તીખા ને મિક્સ કરીને તેનું સેવન કરવાથી પેટ ના કીડાઓ નષ્ટ થઇ જાય છે અને મળ દ્વારા બહાર નીકળી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here