બાળપણમાં જણાવેલી આ 12 વાતો માત્ર એક ભ્રમ છે, શું તમને પણ આવી વાતો કહેવામાં આવતી હતી?..

0

ચિલ્ડ્રન ડે ના ખાસ મૌકા પર જાણો અમુક બાબતો.

બાળપણથી જ આપળા બધાને વાતો સાંભળવા મળતી હતી કે આ ન કરો, તે ન કરો, આવું કરીશ તો તેવું થઇ જશે, માથા પર મારવાથી નાના મગજ પર અસર થાય છે, અ વસ્તુ ખાવાથી ગુસ્સો વધારે આવે છે, આ વસ્તુ ખાવાથી શરદી થાય છે, આ ખાવાથી પીપ્મ્લ થાય છે જેવી ઘણી એવી વાતો દરેકને સંભળવા મળતી હતી.

આપળે તેમને માનીએ પણ છીએ. આપણા શરીરને કોઈ પ્રકારે ટ્રીટ પણ કરતા હતા. પણ વાસ્તવમાં આપણા શરીર સાથે જોડાયેલી આ અગણિત વાતોમાં ઘણી એવી માત્ર ભ્રમ જ હતો. તેનું હકીકત સાથે કી પણ સંબંધ નથી. સાથે જ ઘણી વાતો એવી છે કે જેન વિશે તમે વિચાર્યું પણ નહિ હોય કે આ માત્ર એક ભ્રમ છે.

1. An apple in a day keeps the doctor away:

બાળપણથી જ મગજમાં રાખવામાં આવેલી આ વાતમાં બિલકુલ પણ સત્ય નથી. એપલમાં વિટામી ‘C’ અને ફાઈબર હોય છે. પણ માત્ર આ બેજ વસ્તુથી શરીરને સ્વસ્થ રાખી શકાતું નથી. જો તમારા શરીરમાં કોઈ બેક્ટેરિયા કે વાઇરસે હુમલો કરી દીધો તો માત્ર એકલું એપલ શું કરી શકશે? વિચારો જરા.

2. ટીવીની ખુબ નજીક બેસવાથી આંખો ખરાબ થઇ જાય છે:

આ વાત એક રીતે જોતા સાચી જ હતી, પણ આજે નથી. પહેલા ટીવીને લીધે અમુક રેડીએશન નીકળતા હતા, જે આંખોને નુકસાન કરતા હતા. પણ આજકાલના ટીવી રેડીએશન ફ્રી હોય છે. જો કે કોઈ સ્ક્રીનના તરફ લગાતાર જોવાથી આંખો પર જોર જરૂર પડતું હોય છે.

3. આઈસક્રીમ શરદીમાં વધારો કરે છે:

આ હકીકત વાંચીને તમને ખુબ ખુશી મળશે. જો તમને શરદી છે તો પણ તમે બિલકુલ એકદમ મજાથી આઈસક્રીમ ખાઈ શકશો. ડેરી પ્રોડક્ટથી અધિક માત્રામાં મ્યુક્સ બનવાવાળી વાતમાં કોઈ પણ સત્ય નથી. એટલુજ નહિ ઘણા વિશેષજ્ઞ નું માનવું  છે કે જામેલા ડેરી પ્રોડક્ટ ખરાબ ગળાને રાહત આપે છે. તમારી કૈલોરીજની ખામીને પણ પૂરું કરી દે છે.

4. તણાવથી બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે:

તણાવ હાઈ બ્લડ પ્રેશરનું કારણ નથી હોતું.વધારે પડતા તનાવ હોવાથી બ્લડ પ્રેશર વધી જાય છે, પણ તનાવ હાઇપરટેન્શનનું મુખ્ય કારણ નથી હોતું.

5. પુરુષોને મહિલાની તુલનામાં વધુ હાર્ટ એટેક આવે છે:

તમે પણ ઘણી વાર આ વાત સાંભળી હશે. વાસ્તવમાં મહિલાઓમાં બીમારીથી મૌતનું કારણ હાર્ટ એટેક જ હોય છે. હૃદયઘાતથી દરેક પ્રકારના કેંસરને મળીને થનારી મૌતોથી પણ વધુ હોય છે. એટલુજ નહિ હાર્ટ સર્જરી દરમિયાન મહિલાઓની મૌતની આશંકા 50% વધુ હોય છે.

6. ઓક્સીજન વગર લોહીનો રંગ લીલો થવો:

આપણે હમેશાથી સંભળાત જ વાય છીએ કે ખરાબ લોહી કે જેમાં ઓક્સીજન નથી હોતું તેનો રંગ લીલો હોય છે. પણ આ એક ભ્રમ છે. ઓક્સીજન વગર લોહી ઘેરા લાલ રંગનું હોય છે.

7. આંગળીઓ ભ્રમણ કરવાથી અર્થરાઈટીસ થાય છે:

આંગળીઓનું ભ્રમણ કરવું ઘણા લોકોની ટેવ હોય છે. તેવા લોકો માટે આ એક ખુશખબરી છે. જાણવા મળ્યું છે કે સતત ઘણા વર્ષો સુધી આવું કરવાથી કોઈ ખતરો નથી થતો.

8.દરેક દિવસ 8 ગ્લાસ પાણી પીવું:

શરીરને હાઈડ્રે ટેડ રાખવા માટે કોઈ નિશ્ચિત માત્રા નથી હોતી. અમુક સ્ટડીમાં ફ્લુંડ ઇન્ટેક અને કીડની, દિલ, ત્વચા થી સબંધિત રોગોની વચ્ચે કોઈ કનેકશન સામે આવ્યું નથી.

9. મર્યા બાદ પણ વાળ અને નાખ વધે છે:

જો તમે પણ આ વાત સાંભળી છે તો તે બીલકુલ સત્ય નથી. કોઈ પણ મૃત શરીરના  વાળ કે નખ વધી શકતા નથી. જો કે મર્યા બાદ ત્વચા સુકાઈ જાય છે.

10. ગાજર ખાવાથી રાતે જોવાની ક્ષમતા વધે છે:

ગાજરમાં વિટામીન A હોય છે. જે આંખોની રોશની વધારવા માટે ઉપયોગી હોય છે. પણ તેને ખાવાથી સુપરપાવર આવી જવો એ ખોટી વાત છે.

11. ચુઇન્ગમને પેટમાં ઉતારીએ તો તેને પચવામાં 7 વર્ષ લાગે છે:

આનાથી મોટો જોક તો બીજો એક પણ નહી હોય. જો તમે ચુઇન્ગમ ખાઈ જાઓ છો તે પણ બાકી ચીજોની જેમ આંતરડામાં જઈને બહાર નીકળી જાય છે.

12. ઓઈલી સ્કીનને ડ્રાઈ કરવાની જરૂર:

જો તમે પણ ઓઈલી સ્કીનને ડ્રાઈ કરો છો, તો તેવું કરવાથી તે વધુ ઓઈલ ઉત્પન કરશે. માટલા કે સ્કીનને ડ્રાઈ કરવાથી તે વધુ ખરાબ બની જાય છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!