બાહુબલી(પ્રભાસ) છે 180 કરોડનો માલિક, જાણો તેની લકઝરીયસ આલીશાન લાઈફ વિશે…..રસપ્રદ આર્ટિકલ

0

પ્રભાસની આલીશાન કરોડોની જિંદગી હર કોઈને જલન કરાવી દે છે.

1. પ્રભાસ પાસે કાર નું કલેક્શન:

જો કે એક્ટર પ્રભાસ ફિલ્મી દુનિયામાં ખુબ કાર્યરત રહ્યો છે પણ બે વર્ષ પહેલા રીલીઝ થયેલી અને હાલ થોડા સમય પહેલા પાર્ટ-2 રીલીઝ થયેલી S.S રાજમૌલીની ફિલ્મ ‘બાહુબલી’ ને લીધે ખુબજ પોપ્યુલર બની ગયો છે. પ્રભાસનું રીઅલ નામ ‘પ્રભાસ રાજુ વાઈસ પ્રેસીડંટ’ છે. પ્રભાસની પહેલી બાહુબલી ફિલ્મમા તેમને 30 કરોડ પે કરવામાં આવ્યા હતા. અન્ય અભિનેતાઓની જેમ પ્રભાસ પણ આલીશાન જીવન જીવે છે.

તે 180 કરોડની પ્રોપર્ટીનો માલિક છે, સાથે જ તેની પાસે Rolls Royce Phantom કાર છે, જેની કિંમત 8 કરોડ છે.

2. આ છે પ્રભાસનો આલીશાન બંગલો:

પ્રભાસનો આલીશાન બંગલો હૈદ્રાબાદમાં આવેલા જુબલી હિલ્સ એરિયામાં આવેલો છે. જેની કિંમત કરોડોમાં છે. પ્રભાસનો આ બંગલો વર્ષ 2014 માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

3. બ્રાન્ડ્સની જાહેરાતો:

પ્ર્ભાસે મહિન્દ્રા કંપની સાથે પણ જાહેરાતોની ડીલ કરેલી છે. સાથે જ પ્ર્ભાસે બાહુબલીની સફળતા બાદ શુઝ કંપની અને પરફ્યુમ કંપની સાથે પણ એડ માટેની ડીલ કરેલી છે. આ બ્રાંડ ની ફી 2 કરોડની આસપાસ છે.

4.  વસ્તુઓની કિંમત:

Range Rover 3.89 કરોડ, Jaguar SJ 2 કરોડ, BMW X3 48 લાખ અને Skoda Superb 30 લાખ આ બધી પ્રભાસની કીમતી અને મોંઘી ગાડીઓ છે. સાથે જ પ્રભાસના પર્શનલ ઇન્વેસ્ટમેંટ 40 કરોડ કરતા તેનો આલીશાન બંગલો વધારે કિંમતનો છે. જેની કિંમત 180 કરોડ છે. પ્રભાસ એક ફિલ્મમાં અભિનય કરવાના 30 કરોડ રૂપિયા લે છે. જે તેની પર્શનલ પ્રોપર્ટી છે.

આ સિવાય અમે તમને જણાવીશું કે પ્રભાસ પાસે કેટલી કાર્સ નું કલેક્શન છે.

જગુઆર એક્સજે:જગુઆર ની આ સેડાન કાર પ્રભાસ ને ખુબ જ પસંદ છે. આ કાર માં 2.0 લીટર નું ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જીન આપવામાં આવેલું છે. તેના સિવાય આ કાર માં 3.0 લીટર નું ડીઝલ એન્જીન પણ છે. આ કાર ની કિંમત 1 કરોડ રૂપિયા છે.

રેંજ રોવર:જો કે આ કાર તો મોટા મોટા સિતારાઓ ની પાસે છે. આ કાર ની કિંમત હાઈ સ્પીડ 250 કિમિ પ્રતિ કલાક છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.

સ્કોડા સુપર્બ:સ્કોડા ની આ કાર ભારત માં ખુબ જ પસંદ કરવામાં આવે છે. જેના ચાલતા તેનું નવું મૉડલ પણ લોન્ચ થયું છે. આ કાર ની કિંમત 25 થી 30 લાખ રૂપિયા ની વચ્ચે છે, સાથે જ તેમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પ રહેલા છે.

રોલ્જ રૉયસ ફૈન્ટમ:પ્રભાસ ને આ કાર ખુબ જ પસંદ છે, જેની કિંમત 7 થી 8 કરોડ રૂપિયા છે. આ કાર માં 6.8 લીટર નું વી12 એન્જીન આપવામાં આવેલું છે. જે 435 બીએચપી નો પાવર જનરેટ કરે છે. Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.