બહુ સાથે મુકેશ અંબાણી કર્યા બદ્રીનાથના દર્શન, જાણો કેટલું દાન કર્યું?…વાંચો અહેવાલ

0

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાની થનારી ભાવુ વહુ શ્લોકા મેહતાની સાથે ગુરુવારે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે લગભગ 20 મિનીટ સુધી પૂજા અર્ચના કરી હતી. તેના પછી મુકેશ અંબાણી કેદારનાથ ધામ પહોંચ્યા હતા. જો કે કેદારનાથમાં શ્લોકા મેહતા નજરમાં આવી ન હતી. અંબાણીની સાથે બે અન્ય હેલિકોપ્ટર પણ હતા.

જાણકારી અનુસાર મુકેશ અંબાણી સવારે લગભગ 8.30 વાગે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાં થી તે 8.50 મિનીટ પર બદ્રીનાથ મંદિર પહોંચ્યા અને 20 મિનીટ સુધી પૂજા કરી હતી. તેમણે બદ્રીનાથ કેદાર મંદિર સમિતિને 51 લાખ રૂપિયા દાન કર્યા હતા. તેના પછી તેઓ 10.30 વાગે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાં પૂજા-અર્ચના કર્યા બાદ પરત ફર્યા હતા. જણાવી દઈએ કે મુકેશ અંબાણી દરેક વર્ષ બદ્રીનાથ અને કેદારનાથ આવે છે. ભગવાન બદ્રીનાથ અને કેદારનાથમાં તેની અગાધ આસ્થા છે. તેઓ મોટાભાગે બદ્રીનાથ મંદિરમાં દાન કર્મ કરતા રહે છે.

આ દરમિયાન બદ્રીનાથ અને કેદારનાથ મંદિરને 2.17 કરોડનું દાન પણ કર્યું. જેમાં 1.66 કરોડ બદ્રીનાથ અને 51 લાખ રૂપિયા કેદારનાથ મંદિરને દાન કર્યા હતા.

ગુરુવારે સવારે મુકેશ અંબાણી હેલિકોપ્ટરથી બદ્રીનાથ પહોંચ્યા હતા. તેની સાથે પુત્ર આકાશ અંબાણી અને થનારી વહુ શ્લોકા પણ હતી. હેલીપેડથી અંબાણી સીધા જ બદ્રીનાથ મંદિર પહોંચ્યા. ત્યાં તેમણે પારિવારિક સદસ્યોની સાથે વિશ્વ કલ્યાણ માટે મંગલ વેદપાઠ પૂજામાં ભાગ લીધો હતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here