ભાગ્ય શ્રી ની ફિટનેસ નો કોઈ જવાબ નથી, 49 વર્ષની ઉમરમાં આજની અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે, જુઓ તસવીરો….

0

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથેની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી ભાગ્ય શ્રી એ પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી. 1989 માં રિલીઝ થયેલી આ ફિલ્મે સલમાન અને ભાગ્ય શ્રી ને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. સલમાન જ્યા આ ફિલ્મ પછી ચોકલેટ બોય થી દબંગ ખાન અને સુલતાન બન્યા. જ્યારે ભાગ્ય શ્રી ની આ સફર કઈ ખાસ રહી ન હતી.પહેલી ફિલ્મ સુપર હિટ થયા છતાં પણ ભાગ્યશ્રીનું કેરિયર ટોંચ સુધી પહોંચી ન શક્યું. તેનું કારણ તેના લગ્નને પણ માનવામાં આવે છે. ભાગ્ય શ્રી 1990 માં પહેલી જ ફિલ્મ પછી પોતાના બાળપણના મિત્ર અને બિઝનેસ મેન હિમાલય દાસની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. તેના અભિમન્યુ અને અવન્તિકા નામના બે બાળકો પણ છે.
આજે ભલે ભાગ્ય શ્રી ફિલ્મો થી દૂર હોય, પણ તેની સુંદરતાના આજે પણ લોકો ઘાયલ છે. તેની આ તસ્વીરોને જોઈને કોઈ એ ન કહી શકે કે તેની ઉંમર આજે 49 વર્ષની છે.
તે આજે પણ સુંદરતાના મામલામાં ઘણી અહીંનેત્રીઓને પાછળ છોડી દે છે.
ભાગ્ય શ્રી ની ફિટનેસ નો રાઝ એ છે કે તે નિયમિત જિમ જાય છે અને વ્યાયામ કરે છે. તે મોટાભાગે પોતાના ફિટનેસનો વિડીયો ઈનસ્ટાગ્રામ પે શેયર કરતી જોવા મળે છે.
એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તેના યુવા બની રહેવા પાછળનું કારણ મનની શાંતિ અને ખુશી છે. સાથે જ તેના ફિટનેસમાં યોગ અને એક્સરસાઇઝ પણ શામિલ છે.
ભાગ્ય શ્રી છેલ્લી વાર ટેલિવિઝન સિરીઝ પર ‘લૌટ આઓ ત્રિષા’ માં નજરમાં આવી હતી.
હિંદી ફિલ્મો સિવાય તેમણે તમિલ, તેલુગુ, ભોજપુરી અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તેમણે પોતાના એક્ટિંગના સફરની શરૂઆત અમોલ પાલેકર ટીવી શો ‘કચી ધૂપ’ દ્વારા કરી હતી.
ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માટે ભાગ્ય શ્રી ને ‘લક્સ ન્યુ ફેસ ઓફ દ ઈયર’ અને ‘બેસ્ટ ફિમેલ ડેબ્યુ’માટેના બે ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!