બદલાતી ઋતુમાં ત્વચાનું સોંદર્ય આ રીતે જાળવી રાખો – વાંચો બેસ્ટ ટિપ્સ ક્લિક કરીને

0

વસંતઋતુ ના આગમન સાથે જ સમગ્ર જગ્યા એ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ સર્જાય જાય છે. આ વસંતઋતુ ને ઋતુ નો રાજા કહેવા માં આવે છે, પરતું ઋતુ બદલવા ની સાથે સુંદરતા સાથે સંકળાયેલી ઘણી સમસ્યા સામે આવે છે .વસંતઋતુ માં વાતાવરણ ની શુષ્ક હવા અને તાપમાનમાં વધારો થવાથી, ત્વચાની બળતરા અને અન્ય સોંદર્ય સમસ્યા ઉભી થાય છે. હવામાન ના ફેરફારની સાથે, આપણે આપણી સોંદર્યની જરૂરિયાત બદલાતી ઋતુને અનુકુળ ઢાળવી જોયે, જેથી આપણી ત્વચા અને વાળ ને પર્યાપ્ત દેખભાળ મળી શકે. હર્બલ ક્વીન શહનાજ હુસૈન ને કહયું હતું કે, “ આપણે દરેક સીઝન માં સુંદર દેખાવા માંગીએ છીએ પરતું આ માટે આપણે ત્વચાની પ્રકૃતિ, હવામાનની રીતો અને પોષાક ની જરૂરત અંગે સતત સજાગ રહેવું પડે છે ”. વસંતઋતુ શરુ થતા ત્વચા સુકી અને પોપડીદાર થઈ જાય છે, આ ઋતુ માં ચામડીમાં ભેજ ની અછત ને લીધે લાલ ફોલ્લી અને ખીલ જેવી સમસ્યા જોવા મળે છે.
તેમણે જણાવ્યું હતું કે ફોલ્લીઓં કે ખીલ થયા પછી તુરંત રસાયણિક સાબુનો ઉપયોગ બંધ કરી દેવો જોયે, અને સાબુ ની જગ્યા એ સવાર-સાંજ ક્લીન્જર નો ઉપયોગ કરવો જોઈએ. એવીજ રીતે ઘરેલું આયુર્વેદિક ઉપચાર તરીકે ત્વચા પર તલ નું તેલ માલીશ કરી શકે છે. વૈકલ્પિક રીતે, દૂધ માં કેટલાક મધના ટીપા નાખી ને એને ત્વચા પર લગાવી ૧૦.૧૫ મિનીટ સુધી લગાવી રાખવાનું ત્યારબાદ તેને તાજા સ્વચ્છ પાણીથી ધોય નાખો. આ ઉપચાર સામાન્ય અને શુષ્ક બંને પ્રકાર ની ત્વચા માટે ઉપયોગી છે.
શહનાજે જણાવ્યું કે જો ત્વચા તૈલીય છે તો ૫૦ મિલીલીટર ગુલાબ ના પાણી માં એક ચમચી શુધ્ધ ગ્લીસરીન ઉમેરો. આ મિશ્રણ ને બોટલ માં નાખીને તેને સારી રીતે ભળી જાય તેમ હલાવી તે મિશ્રણ ને ચહેરા પર લગાવી લો. તેનાથી ત્વચામાં પર્યાપ્ત ભેજ અને તાજગીનો અહેસાસ થશે. તૈલીય ત્વચા પર પણ મધ નો લેપ લગાવી શકો છો. મધ પ્રભાવશાળી કુદરતી ભેજ પ્રદાન કરી ત્વચા ને મુલાયમ તેમજ કોમળ બનાવે છે. તેમણે કહયું કે વસંતઋતુ દરમિયાન દરરોજ ૧૫ મિનીટ સુધી મધ નો લેપ ચેહરા પર લગાવી ને પછી તેને સ્વચ્છ પાણીથી સાફ કરો. તેનાથી ત્વચા પર શિયાળા દરમિયાન પડેલી વિપરીત અસર ઘટાડવા માં મદદ મળે છે. વસંતઋતુ માં એલર્જીની સમસ્યા વધી જાય છે, જે ત્વચામાં ફોલ્લી, ખીલ તેમજ લાલ ધબા થઇ જાય છે. આવી પરીસ્થીતી માં ચંદન ક્રીમ ત્વચાનું સંરક્ષણ તથા ત્વચા ની જાળવણી માટે ઘણું ઉપયોગી માનવામાં આવે છે. હર્બલ ક્વીને જણાવ્યું કે, ત્વચાના રોગ ખાસ કરી ને ખીલ, લાલ ફોલ્લીઓં માટે તુલસી ખુબ ઉપયોગી છે. લીમડાં તથા ફુદીનાનાં પાંદડા પણ ત્વચાના ઘર ઉપચારમાં ખુબ ઉપયોગી માનવા માં આવે છે.
વસંત ઋતુ માં ઘરેલું ઉપચાર :-
૧ – ત્વચા ની ખંજવાળ તથા ખીલમાં ચંદન પેસ્ટ લગાડી શકો છો. ચંદન પેસ્ટ માં થોડું ગુલાબજળ મેળવીને તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવી ને પછી અડધો કલાક બાદ તાજા સ્વચ્છ પાણી થી સાફ કરી નાખો.
૨ – ચંદન તેલ ના ૨ અથવા ૩ ટીપા ને ૫૦ મિલીલીટર ગુલાબજળ માં મિક્સ કરો અને તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. ત્વચા ના ઉપચાર માટે એપલ સીડર વિનેગર ખુબ મદદગાર સાબિત થયું છે. આ ગરમી ને બાળી નાખવામાં મદદ કરે છે અને વાળની સમસ્યા દુર કરવામાં મદદ મળે છે.
૩ – લીંબુ ના પાંદડા ને ચાર કપ પાણી માં ધીમી આંચ પર એક કલાક ગરમ કરો. આ મિશ્રણને ચુસ્ત જારમાં આખી રાત રહેવા દો. આગળ ની સવારે મિશ્રણ માંથી પાણી નીચોવીને પાંદડા નો પેસ્ટ બનાવી લો અને તે પેસ્ટ ને અસરગ્રસ્ત ત્વચા પર લગાડી દો.
૪ – ગુલાબજળમાં એક ચમચી મુલતાની માટીનો ભુકો મેળવી ને તે પેસ્ટને અસરગ્રસ્ત ત્વચા પર ૧૫.૨૦ મિનીટ લગાવી અને પછી સ્વચ્છ પાણી થી સાફ કરી નાખો. ત્વચા ની ખારિસ પર બાયોકાર્બોનેટ સોડા પણ ખુબ અસરકારક સાબિત થઇ છે. બાયોકાર્બોનેટ સોડા , મુલતાની માટી તથા ગુલાબજળ ના મિશ્રણ દ્વારા પેક બનાવીલો, તેને ખારિસ, ખંજવાળ, ખીલ તથા ફોલ્લીઓં પર ૧૦ મિનીટ લગાવી ને પછી તેને તાજા સ્વચ્છ પાણીથી સાફ કરી લો. તેનાથી ત્વચા માં ઘણી રાહત થશે.

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!