9 સંતાન હોવા છતાં આવી હાલત છે આ મહિલાની.. રાતો રાત આ પોલીસનો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાઈરલ..

0

એક તસ્વીર હજાર શબ્દોના બરાબર હોય છે. હવે આ તસ્વીરને જ જોઈએ લો…

આ છે Kukatpally ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર્યરત બી.ગોપાલ. 35 વર્ષીય ગોપાલ લગાતાર ત્રણ દિવસથી આ મહિલાને જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનીવર્સીટીની નજીક એક વ્રુક્ષની નીચે બેઠેલી જોઈ રહ્યા હતા.શુક્રવારના રોજ ગોપાલ આ મહિલા માટે જમવાનું અને ચા લઈને આવ્યા હતા. મહિલાની હાલત એટલી ખરાબ હતી કે તે પોતાના હાથથી ખાઈ પણ શકતી ન હતી. તે સમયે ગોપાલે ખુદ પોતાના હાથે આ આ મહિલાને જમાડ્યું હતું.

તેલંગાના ડીજીપીની Chief Public Relations Officer, હર્ષા ભારગવી એ આ તસ્વીર ટ્વીટર પર શેઈર કરી છે, જેના બાદ આ તસ્વીર ખુબ જ વાઈરલ થવા લાગી હતી.

રીપોર્ટની જાણકારી અનુસાર, મહીલાનનું નામ બુચ્મમાં છે. તેના 9 બાળકો છે અને કોઈપણ તેનું ધ્યાન રાખવા માટે તૈયાર નથી. બુચ્મમાંને ચેરાપલ્લી સ્થિત આનંદ આશ્રમ મોકલી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે આ તસ્વીર 9,000 થી વધુ વાર શેઈર કરવામાં આવેલી છે.

ટ્વીટર સેનાએ સિપાહીની આ ઉમદા કામના વખાણ કરા છે.

આપણને પણ ઘણી એવી જગ્યાએ આવા લોકો જોવા મળે છે. અમુક લોકો તેને પૈસા આપતા હોય છે તો અમુક લોકો તેને અનદેખ્યું કરી નાખતા હોય છે. પણ ગોપાલે જે કંઈપણ કર્યું તેવા લોકો આ દુનિયામાં બહુ ઓછા છે. કદાચ ગોપાલનું આ ઉમદા કામ લોકોના દિલમાં એક નવી પ્રેરણા લાવી શકે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.