બચી શકતો હતો ડૉ.હાથીનો જીવ, જો ના થતી આ નાની એવી ભૂલ….

0

‘તારક મેહતા..’ માં ડૉ.હાથીનો કિરદાર નિભાવીને ફેમસ થયેલા કવિ કુમાર આજાદ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જો કે તેની એક્ટિંગ હંમેશા ફેન્સની યાદોમાં ઉપસ્થિત રહેશે. તે એક લોકપ્રિય કવિ પણ હતા અને ઘણા વર્ષોથી આ શો સાથે જોડાયેલા છે. સોમવાર સવારે હાર્ટ એટેકને લીધે તેનું મૃત્યુ થઇ ગયું હતું. ડોક્ટરોએ કહ્યું કે જો કવિ આજાદ ને પહેલા લાવવામા આવ્યા હોત તો કદાચ તેનો જીવ બચી જાત.આજે તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જે હોસ્પીટ્લમા તેને ભરતી કરવામાં આવ્યા ત્યાંના હેડ રવિ હિરાવનીએ કહ્યું કે આજાદને 12.10 મિનિટ પર બપોરે હોસ્પિલમાં લાવવામાં આવ્યા હતા. તેના દિલના ધબકારા પણ સાંભળવામાં આવી રહ્યા ન હતા માટે તેને તરત જ ઈમરજેંસી માં લઇ જવામાં આવ્યા અને સીપીઆર આપવાની કોશિશ કરી.તેમણે જણાવું કે, ”કવિ કુમાર આજાદની ECG બિલકુલ ફ્લેટ હતી અને ત્યારે આવતા જ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. કવિ કુમાર આજાદ માત્ર 37 વર્ષના હતા. કવિ કુમાર આજાદને આગળના બે-ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તેનો ઈલાજ તે પાસેની કોઈ લોકલ હોસ્પિટલમાં કરાવી રહ્યા હતા. ડોકટરે જણાવ્યું કે અમે તેનો જીવ બચાવી શક્યા હોત જો તેને ત્યારે જ ભરતી કરી નાખ્યા હોત જ્યારથી તેને શ્વાસની સમસ્યા શરૂ થઇ.જણાવી દઈએ કે વર્ષ 2010 માં કવિ કુમાર આજાદે પોતાનો 80 કિલો વજન સર્જરી દ્વારા ઓછો કરાવ્યો હતો. પહેલા તે 200 કિલો ના હતા. આ સર્જરી પછી તેને રોજના જીવનમાં ખુબ જ આસાની મળી ગઈ હતી. ડૉ.હાથી બોલીવુડમાં પણ કામ કરી ચુક્યા છે. વર્ષ 2000 માં આવેલી આમિર ખાનની ફિલ્મ ‘મેલા’ માં તે નજરમાં આવ્યા હતા. તેના સિવાય ડૉ.હાથીએ પરેશ રાવલની સાથે ‘ફન્ટુશ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.  આ શો ના દસ વર્ષ પુરા થઇ ચુક્યા છે. જુલાઈ 2008 થી શરૂ થયેલી આ સિરિયલ ટીવી ની હિસ્ટ્રી માં સૌથી લાંબો ચાલનારો પાંચમોં શો છે. આ શો ના અત્યાર સુધીમાં અઢી હજાર એપિસોડ ટેલિકાસ્ટ થઇ ચુક્યા છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

 

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!