બાળપણમાં સુપર હિટ પરંતુ મોટા થઈને બન્યા સુપર ફ્લોપ આ બોલિવુડના 9 સ્ટાર્સ, એમાય 2 નંબરવાળી તો જોરદાર ટેલેંટેડ હતી…..

0

ફિલ્મ જગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે બૉલીવુડમાં બાળ કલાકાર તરીકેની શરૂઆત કરી હતી. જેને બાળ કલાકારોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી એ સ્ટાર બની ગયા. ને કેટલાક કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે બાળ કલાકાર તરીકે સુપર હીટ રહ્યા. પરંતુ જેવા તે મોટા થયા ત્યારે આ ફિલ્મી જગતમાં તેમની નૈયા પાર થઈ શકી નહી. આજના પોસ્ટમાં આપણે બોલીવુડ સ્ટારની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમને બાળપણમાં કામ કર્યું ત્યારે તેમને એક્ટિંગ મામલે ખૂબ વાહ વાહી મળી ને પુષ્કળ અભિવાદન પણ મળ્યું. પરંતુ તેમને મોટા થઈને પ્રેક્ષકોનો ર્ત્લો પ્રેમ ન મળ્યો જેના તે હકદાર હતા. એમાના ઘણા કલાકારોની ગણતરી તો સુપર ફ્લોપ એક્ટરોમાં થવા લાગી છે. આજે આપણે એવા જ ફિલ્મી સ્ટાર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે બાળપણમાં સફળ થયા હતા, પરંતુ મોટા થયા પછી તેઓ સુપર ફ્લોપ રહ્યા છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન ફિલ્મ ‘જય જીતા વહી સિકંદર’ અને ‘કયામત સે કયામત તક ‘ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. તેમના બાળપણમાં, તેમના કામની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ મોટા થઈને તેનો જાદુ કોઈ કામ આવ્યો ન હતો. ફિલ્મ ‘જાને તું યા જાને ના’ સિવાય, તેની બધી ફિલ્મો અત્યાર સુધીમાં ફલોપ રહી છે.

ઉર્મિલા મંતોડકર

રંગીલા ગર્લ ઉર્મિલા મંતોડકર બૉલીવુડની એક જાણીતી નાયિકા છે પરંતુ તેણીએ જે સ્થાન પ્રાપ્ત કર્યું તે તેણીને મળ્યું નથી. તેમણે ‘કલયુગ’ અને ‘માસુમ’ માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મો માટે, તેમને પ્રેક્ષકો તરફથી ઘણો પ્રેમ મળ્યો.

જુગલ હંસરાજ

વાદળી આંખો અને સારા દેખાવ હોવા છતાં, જુગલ હંસરાજનો જાદુ દર્શકો પર ન થયો. આ ફિલ્મ ‘માસૂમ’માં બાળ કલાકાર તરીકે જોવામાં આવી હતી, જે પ્રેક્ષકોને તેની એક્ટિંગ ખૂબ ગમી હતી. . પરંતુ યુવાન થયા પછી, તેમને કેટલીક ખાસ સફળતા મળી ન હતી.

હંસિકા મોટવાની

દક્ષિણ ભારતમાં હંસિકા જાણીતી અભિનેત્રી બની ગઈ હોવા છતાં, તેણીએ બોલીવુડમાં કોઈ ખાસ સફળતા પ્રાપ્ત કરી નથી. તેમને ‘કોઈ મિલ ગયા’, ‘જાગો’ અને ‘હવા’ જેવા ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પ્રેક્ષકો તરફથી ખૂબ જ પ્રેમ થયો.

કુનાલ ખેમુ
કુણાલ ખેમૂ એ બાળપણમાં ‘હમ હે રાહી પ્યાર કે ‘, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ભાઈ’ અને ‘જુડવા’ મૂવીમાં જોરદાર પ્રદર્શન અને એક્ટિંગ કરી હતી. પરંતુ મોટા થયા પછી, તેઓને જે સફળતા મળી જોઈએ તેટલી સફળતા મળી નહી. જોકે ‘ઢોલ’, ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘ધમાલ’ જેવી ફિલ્મોમાં તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે.

સના સઈદ

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ ‘ માં, સનાએ અંજલીના પાત્રને ઘણું જ સરસ રીતે નિભાવીને દર્શકોની ખૂબ જ વાહ વાહી મેળવી હતી. પરંતુ મોટા થયા પછી, તે વિશેષ કંઈ કરી શકી નહીં. તેમ છતાં તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને ‘ફૂગલી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેના કામની પ્રશંસા કરવામાં આવી નહોતી.

ઓમકર કપૂર

ઓમકાર કપૂર જેબે બચપનમાં જુદાઇ, જુડવા અને ‘હીરો નં .1’ જેવી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. પરંતુ મોટા થઈને તે તેનો જાદૂ ચલાવી શક્યો નહી. ઓમકાર કપૂર ‘પ્યાર કા પંચનામાં’ મૂવીમાં કામ કરી ચૂક્યો છે.

આફતાબ શિવદાસની

આફતાબ શિવદાસનીએ બાળ કલાકાર તરીકે ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘ચાલબાજ’, અને “શહનશાહ” જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ પ્રેજ્યારે તે હીરો બની લોકો સામે આવ્યો ત્યારે લોકોએ વધારે તેનામાં રસ દાખવ્યો નહી.

આદિત્ય નારાયણ
આદિત્ય નારાયણ આજે બૉલીવુડના પ્રસિદ્ધ ગાયક છે, પરંતુ બાળપણમાં, તેણીએ અભિનય કરીને પોતાનો જલવા બતાવી દીધો છે. આદિત્યએ બાળપણમાં ‘પરદેસ’, ‘અકેલે હમ અકેલે તું ‘ અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ જ્યારે મોટા થઈને ફિલ્મમાં અભિનય કર્યો ત્યારે તે નિષ્ફળ ગયો. તેને બોલીવુડની ફિલ્મ ‘શાપિત ‘ ફિલ્મથી ડેબ્યું કર્યું હતું. .

પરજાન દસ્તૂર
‘કુછ કુછ હોતા હૈ’, ‘જુબેદા ‘ અને ‘મોહબ્બેતેન’ જેવી ફિલ્મોમાં, પોતાનો જાદુ ચલાવનાર પરજાન દસ્તૂર મોટો થઈને અભિનય ક્ષેત્રે કશું કરી શક્યો નહી. જો કે તેમ છતાં તેઓ ‘ બ્રેકકે બાદ ‘, ‘સિકંદર’ અને ‘પરંજાનિયા’ જેવા ફિલ્મોમાં દેખાયા હતા, પરંતુ પ્રેક્ષકોએ તેમને હીરો તરીકે સ્વીકારતા ન હોતા.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here