#Metoo: બબીતાજીએ ધડાકો કર્યો, કહ્યું કે “મારા ટીચરના હાથ મારા પેન્ટમાં હતા” ….. બબીતાએ શેર કર્યા રુંવાડા ઉભા કરી દે તેવા અનેક અનુભવો

0

દોસ્તો, હાલ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ખુબ પ્રચલિત બની ગયો છે. ઘરે ઘરે આ શો ની ચર્ચા ન થતી હોય એવું તે કઈ રીતે બને? આ શો કોમેડીની સાથે સાથે પારિવારિક હોવાને લીધે બાળકોથી માંડીને વડીલો પણ આ શો ને જોવાનું પસંદ કરે છે. આ શો ના દરેક કીરદારો રોમાંચિત અને એકદમ દિલખુશ છે. અબ્દુલની સોડા શોપથી લઈને નટુ કાકા સહિતના દરેક કીરદારો આજે ફેમસ બની ચુક્યા છે.

દોસ્તો તમને તો ખબરજ હશે કે હાલ માજ દયા ભાભીના શ્રીમંતની વિધિના ફોટોસ વાયરલ થયા હતા. પણ આજે અમે બબીતા જી એટલે કે મુનમુન દત્તા ની અંગત જીવન સાથે સંકળાયેલી રહસ્યમય વાત કહેવા જઈ રહ્યા છીએ, જે આજ સુધી ક્યારેય પણ બહાર આવી નથી. જેને તમે સાંભળશો તો તમે પણ હેરાન રહી જશો.

જો કે શારીરિક શોષણના ભોગ ના શિકાર ન જાણે દુનિયામાં કેટ કેટલા બનતા હશે એની તો શિ ખબર. પણ મુનમુન સાથે પણ આવુજ કઈક ભૂતકાળમાં બન્યું હતું.

મુનમુન પોતાના બાળપણનો કિસ્સો કહેતા ખુદ પોતાની આંખો પણ આંસુથી છલકાઈ ઉઠે છે. મુનમુન કહે છે કે ખુદ પોતાને પણ, પોતે જયારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે શારીરિક શોષણનો ભોગ બની હતી. અને તેની સાથે જેવી હરકતો થઇ હતી તે જાણીને ગમે તેનું હૃદય પણ ઉભરાઈ આવશે.

સબ ટીવી શો ની ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો ની જાણીતી અને બોલ્ડ એક્ટ્રેસ બબીતા ‘હોલીવુડ સેલીબ્રીટી એલીજા મિલાનો કી #MeToo કૈમ્પેન’ સાથે જોડાતા મુનમુન પોતાના જીવનનો અંત્યંત દર્દનાક કિસ્સો મીડિયા સમક્ષ રજુ કર્યો છે.

મુનમુન કહે છે કે  #MeToo પર આવતી કહાનીઓ અને રીએક્શનને જોઇને ઘણા પુરુષો હેરાન થઇ જાય છે. પણ એમાં હેરાન થાવા જેવું નથી કેમકે આ બધું તમારા ઘરના બેકયાર્ડ માજ થઇ રહ્યું છે. તમારા ઘરમાં, તમારી બહેન, દીકરી, માં અને પત્નીઓની સાથે જ થઇ રહ્યું છે. ક્યારેક તેઓનો ભરોસો જીતીને તેની સાથે વાત કરવાની કોશિશ કરશો તો તમે પણ હેરાન જ રહી જાશો.

મુનમુન પોતાના જીવનનો દર્દનાક કિસ્સો મીડિયા સામે જણાવતા કહે છે કે તેમના જ પડોશમાં રહેતા એક અંકલ જાણે કે મૌકાની વાટ જોતાજ હોય છે. ક્યારે મૌકો મળે અને તે મુનમુનને પોતાની બાહોમાં જકડી લે.

મુનમુન કહે છે કે આ અંકલ ચાન્સ મળતા જ તેમને જકડી લેતા હતા અને ધમકાવતા કે  આ બાબતની જાણ તે કોઈને પણ ન કરે, કે પછી તેમનો ભત્રીજો જે તેમને ખુબ ગંદી રીતે આંખ માર્યા કરતો હતો, કે પછી તે વ્યક્તિ જેમણે તેના જન્મ પછી હોસ્પિટલમાં જોઈ હતી અને 13 વર્ષ બાદ તે મુનમુનને ખોટા ઈરાદાથી ટચ કરે છે કેમકે તેને લાગે છે કે હવે મુનમુન મોટી થઇ ગઈ છે, કે પછી મુનમુનના ટ્યુશન ટીચર જેમણે તેમના અંત:વસ્ત્રો સાથે છેળ ખાની કરી હતીકે પછી તેના બીજા ટીચર જેને મુનમુન રાખળી બાંધતી હતી અને તે ક્લાસમાં યુવતીઓ સાથે છેળખાની કરતા હતા અને થપ્પડ પણ મારતા હતા.

મુનમુન પોતાના આ કિસ્સાને સાજા કરતા ખુદ રોઈ પડી હતી.


Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.