‘બબીતાજી’એ સેટ પર સેલિબ્રેટ કર્યો બર્થ-ડે: સૌથી પહેલા કોને ખવડાવી કેક? નામ જાણીને ચોંકી જશો

0

લગાતાર દસ વર્ષ થી દરેક લોકોને પોતાની આદત પાડનારો શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે. આ શો કોમેડી ની સાથે સાથે પારિવારિક પણ છે માટે વડીલો થી માંડી ને બાળકો પણ આ શો જોવાનું ખુબ પસંદ કરે છે. આ શો ના દરેક કિરદારો પણ રમુજી અને રોમાંચિત છે. એવામાં જો કોઈએ દરેકને પોતાના તરફ ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે ‘બબીતા જી’ એટલે કે ‘મુનમુન દત્તા’.બબીતા જી પણ દયાભાભી અને જેઠાલાલ ની જેમ એક ખાસ કિરદાર રહી છે. જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બર ના રોજ મુનમુન દત્તા નો જન્મદિવસ હતો. માટે આ શો ના સેટ પર જ એટલે કે ગોકુલધામ સોસાયટી માં જ તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 1987 ના રોજ જન્મેલી મુનમુન દત્તા હાલ 31 વર્ષ ની થઇ ચુકી છે.  જણાવી દઈએ કે મુનમુને 28 સપ્ટેમ્બર ના રોજ સેટ પર આ શો ના કિરદાર પોપટલાલ, જેઠાલાલ તથા અન્ય કિરદારો ની હાજરીમાં કેક કટિંગ કર્યું હતું. આ દરમિયાન કોઈકે તેને હેપ્પી બર્થ ડે બબીતા કહીને કોમ્પ્લીમેન્ટ આપી હતી. કેક નો પહેલો ટુકડો આખરે બબીતાજી એ કોને ખવડાવ્યો તે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગવાની છે.જણાવી દઈએ કે 31 વર્ષીય મુનમુને કેક કટિંગ કરીને પહેલો ટુકડો પોતાના ખાસ મિત્ર તેમજ શો ના એક ખાસ કિરદાર જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ને ખવડાવ્યો હતો. તેના પછી તેણે અન્ય લોકોને કેક ખવડાવી હતી. સોશિયલ મીડિયા પર પણ તેને ઘણી એવી જન્મદિવસની શુભકામનાઓ મળી છે. જુના ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી એ પણ મુનમુન ને સોશિયલ મીડિયા દ્વારા શુભકામનાઓ આપી હતી. આ સિવાય ખુદ મુનમુન એ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થ-ડે નો વિડીયો શેયર કર્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!