બબિતા અને જેઠાલાલ વચ્ચે શૂટિંગ દરમિયાન લડાઇ, જાણો શું હતું કારણ?

દોસ્તો, આજ કાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરીયલ ખુબજ લોકપ્રિય બની ગઈ છે. આ સીરીયલ ના દરેક પાત્ર ખુબજ રોમાંચિત અને પ્રખ્યાત છે. આ સીરીયલ આજ નાં સમયમાં દિન પ્રતિદિન ચર્ચાનો વિષય બની ગઈ છે. આ સીરીયલ કોમેડી ની સાથે સાથે એક પારિવારિક પણ છે માટે બાળકો થી માંડીને વડીલો પણ આ સીરીયલ ને જોવાનું પસંદ કરે છે.

જેઠાલાલ, બાઘા તથા અબ્દુલ ની દુકાન સુધીના દરેક પાત્રો આજે ફેમસ બની ગયા છે અને એક નવી ઈમેજ કાયમ કરી છે. જો કે આ સીરીયલ ના દરેક પાત્રોની લાઈફ સ્ટાઈલ તથા તેમને લગતી ઘણી એવી જાણકારી અમે અમારા આર્ટીકલ માં આપેલી જ છે. સાથે જ તમને તો જાણ હશે જ કે હાલમાં જ દયાભાભી(દિશા વકાણી) નું સીમંત ધામધૂમ થી ઉજવવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં આ સીરીયલ ની ટીમ ના દરેક મેમ્બર્સ તથા હાલનો ટપ્પુ તથા પહેલાનો જુનો અને દરેક ના દિલમાં વસેલો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પણ આજે અમે જેઠાલાલ(દિલીપ જોષી) તથા બબીતાજી(મુનમુન દત્તા) વચ્ચે ની કાઈક એવી સનસની ખબર લાવ્યા છીએ કે જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે. આ વાત જાણીને તમે પણ કહેશો કે આવું કઈ રીતે બની શકે?

દોસ્તો તમનેતો ખબરજ હશે કે દિલીપ જોષી તથા મુનમુન દત્તા ની ખુબ પહેલાની જુનું અને પાકી મિત્રતા છે. તેમજ દિલીપના કહેવાથી જ તેમણે આ સીરીયલમાં અયર ની પત્ની તરીકેનું પાત્ર ભજવવાનું નક્કી કર્યું હતું. સાથે જે તે બન્ને એ પહેલા પણ ટીવી સીરીયલમાં સાથે કામ કર્યું હતું.

રીપોર્ટ ની જાણકારી પ્રમાણે મુનમુને એવી કાઈક હરકત કરીકે દિલીપ રોસે ભરાયો અને મુનમુન પર ગુસ્સો કરી આખા સેટ નાં સભ્યોની વચ્ચે ખખડાવી કાઢી હતી.

રીપોર્ટ ની જાણકારી પ્રમાણે આ સમગ્ર ઘટના  મુંબઈના ગોરેગાંવ ઈસ્ટમાં આવેલી ફિલ્મ સિટીમાં ગયા અઠવાડિયે બની હતી. જેઠાલાલ ગુસ્સે થયો છતાંય બબિતા ટસની મસ થઈ ન હતી. રિયલ લાઈફમાં જેઠાલાલ અને બબિતાજી વચ્ચે મોટી લડાઈ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટના કાઈક એવી હતી  કે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલાંક અધિકારીઓ તારક મહેતાના સેટ પર દિલીપ જોશી ને મળવા આવ્યા હતા. આ લોકો દિલીપ ને ખુબ સારી રીતે મળ્યા અને સેલ્ફી પણ લીધી હતી. સાથે જ આ લોકો બબીતા સાથે પણ ફોટો લેવા માંગતા હતા માટે તેમણે જેઠાલાલ ને રીક્વેસ્ટ કરી કે તેઓ મુનમુન ને જાણ કરે કે તેઓ તેની સાથે ફોટો લેવા માંગે છે.

આ બાબત ને લઈને દિલીપે મુનમુન ને કહ્યું કે આ લોકો ફોટો માટે રીક્વેસ્ટ કરી રહ્યા છે, પણ બબીતા ને તો જાણે કે કઈ વાતનો ઘમંડ હતો?

છતાં પણ બબીતા એ દિલીપની આ વાતમાં કાઈપણ પ્રકારનો રસ કે રિસ્પોન્સ ન આપ્યો. મુનમુનની આ હરકતને લીધે જાણે કે દિલીપ રોસે ભરાયો, તેને લાગ્યું કે સમગ્ર લોકોની વચ્ચે તેની વાતનો અનાદર કરીને તેની ઇનસલ્ટ કરી છે.

તેની આ હરકત થી દિલીપ જોષી એકદમ ગુસ્સામાં આવી ગયો અને સમગ્ર ઇન્કમ ટેક્સ લોકો તથા સેટ પરના લોકો ની હાજરીમાં જ મુનમુનમેં ખરી ખોટી સંભળાવી હતી. સેટ પરના સમગ્ર લોકો પણ હેરાન રહી ગયા આને જાણે કે સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો. લોકો પણ વિચારતા રહી ગયા કે બન્નેની આટલા વર્ષો પહેલાની જૂની મિત્રતા એક પળમાં જગડાના રરૂપમાં બદલાઈ ગઈ.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!