બાબા અમરનાથ યાત્રા સાથે જોડાયેલી આશ્ચર્ય કરી દેનારી વાતો, તમે પહેલા ક્યારેય સાંભળ્યું નહિ હોય….

0

દુનિયાભરમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે તેમાનું જ એક અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળો માનું એક માનવામાં આવે છે. માટે જ અમરનાથ ને તીર્થો ના તીર્થ કહેવામાં આવે છે. દરેક વર્ષ દુનિયાભરથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવ જી ના દર્શન માટે આવે છે. આ ગુફાની અંદર 10 થી 12 ફૂટ ઊંચી પ્રાકૃતિક શિવલિંગ છે, આ વિષય પર માનવામાં આવે છે કે આ શિવલિંગ ના દર્શન કરવાથી જ ભગવાન શિવજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

અમરનાથ ગુફા દક્ષિણ કાશ્મીર ના હિમાલયવર્તી ક્ષેત્ર માં સ્થિત છે. તે શ્રીનગર થી લગભગ 141 કિમિ ના અંતર પર 3888 મીટર ની ઊંચાઈ પર છે. આ જ જગ્યા પર ભગવાન શિવ જી એ માતા પાર્વતી ને અમરત્વ નું રહસ્ય જણાવ્યું હતું.

આવો તો જાણીને અમરનાથ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો:અમરનાથ ગુફા વિશે કહેવામાં આવે છે કે જે શ્રદ્ધાળુઓને અહીં કબુતરો ની જોડી નજરમાં આવે છે તેઓને ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનોથી તે પ્રાણી ને મુક્તિ પ્રદાન કરે છે. વિદ્વાનો નું એવું માનવું છે કે જયારે ભગવાન શંકર માતા પાર્વતી ને અમર કથા કહેવાના હતા તે જ દરમિયાન તેમણે નાના-નાના અનંત નાગોં ને અનંતનાગ માં છોડ્યા, માથા ના ચંદન ને ચંદન વાડીમાં ઉતાર્યું, અને ગળા ના શેષનાગ ને શેષનાગ નામના સ્થાન પર છોડી દીધુ હતું. આ દરેક સ્થાન અમરનાથ યાત્રા માં જ શામિલ છે.
વિખ્યાત પર્યટન સ્થળોમાંથી પહલગામ જમ્મુ થી 315 કિમિ ના અંતર પર સ્થિત છે અહીં ની સુંદરતા જોવા લાયક છે. જો તમે પહલગામ થી જાવ છો તો તેના માટે જમ્મુ કાશ્મીર પર્યટન કેન્દ્ર થી સરકારી બસ ઉપલબ્ધ થાય છે. જ્યારે તમે પહલગામ પહોંચી જાઓ તો તેના પછી પહેલો પડાવ ચંદનવાડી છે જે પહલગામ થી 8 કિમિ ના અંતર પર સ્થિત છે. તીર્થયાત્રી પહેલી રાત અહીં વ્યતીત કરે છે અહીં પર રાત પસાર કરવા માટે કેમ્પ પણ લગાવામાં આવે છે. અહીંથી થોડા અંતર પર પિસ્સુ ઘાટીનું ચઢાણ શરૂ થાય છે.
પિસ્સુ ઘાટી વિશે કહેવામાં આવે છે કે અહીં દેવતાઓ અને રાક્ષસો ની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં રાક્ષસો ની હાર થઇ હતી. અમરનાથ ગુફામાં સૌથી આશ્ચર્ય ની વાત એ છે કે અમરનાથ શિવલિંગ ની ઊંચાઈ ચંદ્રમા ના ઘટવા વધવાની સાથે સાથે ઘટતી વધતી રહે છે. પૂર્ણિમા ના દિવસે શિવલિંગ પોતાના પુરા આકારમાં હોય છે જયારે અમાસ ના દિવસે શિવલિંગ નો આકાર નાનો થઇ જાય છે. અહીં લગાતાર બરફ ના પાણીના ટીપા પડતા રહે છે જેનાથી લગભગ 10 થી 12 ફૂટ ઊંચા શિવલિંગ નું નિર્માણ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here