B-ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે સંજયની પત્ની માન્યતા, આવી રીતે બની ‘દિલનવાજ’ થી માન્યતા…વાંચો આર્ટિકલ

0

સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ નું ટીજર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્ત નાં અલગ-અલગ કીરદારોમાં નજરમાં આવશે. જ્યારે તેની પત્ની માન્યતાનો રોલ દિયા મિર્ઝા નિભાવી રહી છે. જો કે જણાવી દઈએ કે સંજય દત્ત ની લાસ્ટ ફિલ્મ ‘ભૂમિ’ ની શુટિંગ વખતે તેની પત્ની માન્યાતા મોટાભાગે બાળકો સાથે સેટ પર જાતી હતી. 22 જુલાઈ, 1979 નાં મુંબઈમાં જન્મેલી દિલનવાજ શેખ ઉર્ફ માન્યતા સાથે સંજય દત્તે ફેબ્રુઆરી 2008 માં લગ્ન કર્યા હતા.

B ગ્રેડ ફિલ્મોમાં કર્યું કામ:

માન્યતાનો જન્મ મુંબઈની એક મુસ્લિમ ફૈમિલીમાં થયો હતો. જો કે તેની પરવરીશ દુબઈમાં થઈ હતી. દુબઈથી મુંબઈ આવેલી માન્યતા એક સકસેસફૂલ એક્ટ્રેસ બનવા માગતી હતી. પણ તેને કોઈ મોટો રોલ ન મળ્યો તો તે B ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.

આવી રીતે થઇ સંજય અને માન્યતાની પહેલી મુલાકાત:

માન્યતા અને સંજયની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. તેના બાદથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને માન્યતાએ ફિલ્મ છોડવાનું મન બનાવી લીધું. સંજય દત્ત જાણતા હતા કે માન્યતાએ 2005 માં B ગ્રેડ મુવી લવર્સ લાઈફ અસ’ માં કામ કર્યું છે અને તે તેનાથી ખુશ ન હતી. સંજય ખુદ પણ ઈચ્છતા ન હતા કે તે આવા પર્કારની ફિલ્મોમાં કામ કરે.

20 લાખમાં સંજયે ખરીદી લીધા માન્યતાની ફિલ્મના રાઈટ્સ:

તેના બાદ સંજય દત્તે માન્યતાની આ ફિલ્મનાં રાઈટ્સ 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા. સાથે જ માન્યતાના પ્રેમમાં તે તે હદ સુધી આગળ વધી ગયા કે તેણે માર્કેટમાં આ પ્રકારની સીડી અને ડીવીડી હટવાની પણ પૂરી કોશીસ કરી હતી.

માન્યતા પહેલા આની સાથે હતું અફેઈર..

ફિલ્મ ‘કાંટે’ ની શુટિંગનનાં દૌરાન સંજયની નજદીકિયા જુનિયર આર્ટીસ્ટ નાદિયા દુરાની સાતે થઇ. નાદિયા સંજય દત્ત કરતા 20 વર્ષ નાની હતી, અને તેની એક 9 વર્ષની દીકરી પણ હતી. કહેવામાં આવે છે કે બંને સાથે રહેવા લાગ્યા હતા, પણ આજ વચ્ચે તેની વચ્ચે માન્યતાની એન્ટ્રી થઇ. આં દૌરાન નાદિયા જ્યારે બહાર હોય ત્યારે માન્યતા સંજય માટે તેની મનપસંદ ડીશીજ બનાવતી. એક તરફ નાદિયા જે સંજયની દૌલત ઈચ્છતી હતી, જ્યારે બીજી બાજુ માન્યતા સંજયનો ખુબજ ખ્યાલ રાખતી હતી. માન્યતાના આ અંદાજે સંજયનું દિલ જીતી લીધું. લગભગ બે વર્ષ બાદ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ ફેબ્રુઆરી, 2008 માં લગ્ન કરી લીધા.

નાદિયા દુરાની સાથે સંજય દત્ત:

સંજય દત્ત કરતા 20 વર્ષ નાની છે માન્યતા..

સંજય દત્ત અને માન્યતાની ઉમરમાં લગભગ 20 વર્ષનું અંતર છે. સંજય દત્ત જ્યાં 57 વર્ષ(29 જુલાઈ, 1959) નાં થઇ ચુક્યા છે જ્યારે માન્યતાની ઉમર લગભગ 37 વર્ષ(22 જુલાઈ, 1979) છે.

સંજય દત્ત અને માન્યતા:સંજયની દીકરી ત્રિશાલાથી માત્ર 8 વર્ષ નાની છે માન્યતા..

સંજય દત્તની પહેલી પત્ની રીચા શર્માની દીકરી ત્રિશાલા 29 વર્ષની છે, જ્યારે તેની સૌતેલી માં માન્યતા 37 વર્ષની છે. બંનેની ઉમરમાં લગભગ માત્ર 8 વર્ષનુ અંતર છે. આજ કારણ હતું કે સંજયની ફૈમિલી તેના આલ્ગ્નથી નાખુશ હતી.

ફિલ્મ ‘ગંગાજલ’ માં આઈટમ ડાંસ કરી ચુકી છે માન્યતા…

2003 માં આવેલી પ્રકાશ ઝા  ફિલ્મ ‘ગંગાજલ’ માં માન્યતાએ એક આઈટમ સોંગ ‘અડલ્ટ જવાની’ કર્યું હતું. તેના બાદ જ માન્યતાને બોલીવુડમાં ઓળખ મળી હતી. માન્યતા જ્યારે બોલીવુડમાં આવી ત્યારે તેણે પોતાનું નામ સારા ખાન રાખી લીધું હતું. જો કે ગંગાજલ માં કામ કર્યા બાદ તેનું સ્ક્રીન નામ માન્યતા રાખ્યું.

બાળકો શાહરાન અને ઇકરા ની સાથે સંજય દત્ત-માન્યતા:ત્રણ લગ્ન કરી ચુક્યા છે સંજય દત્ત..

સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. તેની પહેલી પત્ની રુચા શર્મા, જ્યારે બીજી પત્ની રિયા પિલ્લઈ હતી. બાદમાં તેણે માન્યતા સાથે લગ્ન કર્યા હતા. સંજય દત્તે 1987 માં રુચા શર્મા સાથે લગ્ન કર્યા હતા, પણ 1996 માં બ્રેન ટ્યુમરને લીધે અમેરિકામાં તેની મૌત થઇ ગઈ હતી. તેના બાદ સંજયે મોડલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા પણ 2005 માં બંનેનો તલાક થઇ ગયો, માન્યતા થકી સંજય દત્તનાં બે બાળકોમાં એક છોકરો શાહરાન અને એક દીકરી ઇકરા છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.